SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો 1 ટે છે. અને દેવી પણે ઉત્પન્ન ન થાય એમ પણ સંભવ છે. દેવીરૂપે ઉત્પન્ન થાય તો તેના પાછળના ભવની વિરાધના સમજવામાં આવે છે. તે પ્રશ્ન ૧૧-દ્રોપદીને કૃષ્ણ મહારાજ ઘાતકી ખંડમાંથી લવ સમુદ્રમાં લાવ્યા તે તે પોતાના બળ વડે કે દેવની સહાય વડે? તથા રથ પાણીમાં ચાલી રહ્યો હતો કે તેના પર પૂલ બનાવ્યો હતો? ઉત્તર-શ્રીકૃષ્ણ વાસુદેવે આવતી વખતે તથા જતી વખતે દેવ શક્તિથી જ લવણ સમુદ્ર પાર કર્યો હતે. દેવે પૂલ બનાવ્યું એવું વર્ણન નથી પરંતુ તેઓને એમ જ લાગતું હતું કે જાણે રથ જમીન પર જ ચાલી રહ્યો હોય. પ્રશ્ન ૧૭૯૨-ધના સાર્થવાહે સુપમાં દારિકાનું માંસ તથા રૂધિર પકાવીને ખાધું. ત્યારબાદ પ્રવજિત થઈને 11 અંગના જ્ઞાતા બન્યા અને પ્રથમ દેવલોકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મેક્ષમાં જશે. પૂછવાનું એ છે કે માંસ ભક્ષણને સ્થાનાંગ 4 માં નરકનું કારણ બતાવ્યું છે, છતાં પણ તેઓ દેવલોકમાં કેમ ગયા? તથા તે સમયે તેઓ જૈન શ્રાવક હતા કે નહિ ? ઉત્તર-ધન્ના સાર્થવાહ તે સમયે જૈન શ્રાવક ન હતા. તેઓ ધર્મને જાણકાર પછીથી બન્યા હતા. જો કે માંસાહાર નરકનું કારણ છે, છતાં પણ આયુષ્યને બંધ થયે ન હતે. આયુષ્યને બંધ ધમી થયા પછી પડે. તેથી તેઓ સ્વર્ગમાં ગયા. પ્રશ્ન ૧૭૯-વાસુદેવની જેમ શું, શ્રેણિક મહારાજ પણ નિદાન (નિયાણું) કરીને આવ્યા હતા જેથી તેઓ અવિરતી રહીને સામાયિક, પષધ વગેરે ક્રિયાઓ કરી શકયા નહિ ? ઉત્તર-નિયાણું ન હોવા છતાં પણ જે જીવને અપ્રત્યાખ્યાન કષાયને ક્ષય, ઉપશમ કે પશમ ન હોય તે જીવને ખરી રીતે વ્રત પ્રત્યાખ્યાન આવતા નથી. આ જ કારણ શ્રેણિક મહારાજને માટે પણ સંભવિત છે. પ્રશ્ન ૧૭૯૪-દેવ વડે શરીરના ટુકડે ટુકડા કરવા છતાં પણ કામદેવનું શરીર કઈ રીતે જોડાઈ ગયું? ઉત્તર-ડૉકટર વગેરે મનુષ્ય પણ ઔદારિક શરીરના અવયવે છેદીને ફરી જોડી શકે છે, તે દેવની વાત જ શી કરવી! તેઓ તે તરત જ બરાબર કરવા ઈચ્છે તે કરી શકે છે. ભગવતી શ. 14 ઉ. ૮માં ત્યાં સુધી કહ્યું છે કે દેવેન્દ્ર કેઈમનુષ્યના મસ્તકનું ચૂર્ણ કરીને પછીથી તે મસ્તક બરાબર કરી શકે છે. એ જ પ્રમાણે દેવે કામદેવના શરીરને પણ બરાબર કરી દીધું હોય એ સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy