________________ wwwww 108 સમર્થ સમાધાન ઉત્તર–મલિ ભગવાન ત્રણ જ્ઞાનના ધારક હતા. છએ રાજાઓને આ નિમિત્તથી પ્રતિબંધ થશે એમ જાણીને જ તેઓએ તેમ કર્યું. પ્રશ્ન ૧૭૮૫-“વર્ષધર” કેને કહે છે? ઉત્તર-નપુંસક બે પ્રકારના હોય છે. જન્મ નપુંસક તથા કૃત નપુંસક, જેઓ જન્મથી નપુસક નથી હોતાં પણ જેઓને અંતઃપુરની રક્ષા–સેવાદિ કાર્ય માટે બનાવવામાં આવે છે. તેઓ વર્ષધર કહેવાય છે. તેને વ્યંઢળ પણ કહે છે. પ્રશ્ન ૧૭૮૬-તીર્થકરની ઉંમર પૂરા વર્ષોની બતાવી, તે શું, મહિના કે દિવસે ઓછાવત્તા હતાં નથી ? ઉત્તર-પૂલ દષ્ટિથી વ્યવહારમાં આયુષ્યના વર્ષ બતાવવામાં આવે છે. પરંતુ તેમાં થોડા મહિના કે ડા દિવસે ઓછા વધારે હોય તે તે બતાવાતા નથી, એ જ વ્યવહાર દષ્ટિથી તીર્થકરોના આયુષ્યના પૂર્વ તથા વર્ષો બતાવ્યા છે એવી સંભાવના છે. પ્રશ્ન ૧૭૮૭-રણદેવીએ માકડી પુત્ર જિનરક્ષિત અને જિનપાલની સાથે ભેગ ભેગવ્યા, એ કેમ બની શકે? - ઉત્તર-રન્નાદેવી હલકી જાતિની દેવી હતી. સંભવ છે કે તેને દેવ ચાહતા ન હતા. તેથી તે સુંદર પુરૂષે વડે પિતાની તૃપ્તિ કરતી હતી. ઠાણુગ-૪માં પણ એ ઉલ્લેખ છે કે ઘણાં દેવ દેવીઓ મનુષ્ય મનુષ્યાણી સાથે ભેગ ભેગવવા ઇરછે છે. તેથી આ કઈ આશ્ચર્યકારી બાબત નથી. પ્રશ્ન ૧૭૮૮-જિનરક્ષિત, જિનપાલ વધસ્થાનમાં શૂળી પર ચડ્યા પછી એટલા દિવસ સુધી તેઓ જીવતાં કેમ રહ્યાં? ઉત્તર–શરીરના મધ્યભાગને શૂળીમાં પરોવી સુવડાવી દે છે. એવી દશામાં શૂળી પર ચઢાવી દીધા પછી કેટલાક દિવસ સુધી માણસ જીવતે રહી શકે છે, પછી ધીમે ધીમે ભૂખ તરસની વેદનાથી દુઃખી થઈને મૃત્યુ પામે છે. આ પ્રશ્ન ૧૭૮૯–બાહુબલિજીએ કેટલા મહિનાની તપશ્ચર્યા કરી? ઉત્તર-સ્થાનાંગ સૂત્ર તથા કર્મગ્રંથની ટીકામાં તથા ત્રિષડી શલાખા પુરૂષ ચરિત્રમાં બતાવ્યું છે કે તેમણે બાર મહિનાની તપશ્ચર્યા કરી.. પ્રશ્ન ૧૭૯૦-સુકુમાલિક સાથ્વી કાળધર્મ પામીને બીજા દેવલોકમાં કેમ ઉતપનન થઈ? કે જ્યારે વિરાધક આત્મા ઉત્કૃષ્ટ પ્રથમ દેવલોક સુધી જાય છે. ઉત્તર-મૂળગુણની વિરાધના કરનારે આત્મા પ્રથમ દેવકથી આગળ જતે નથી એ બરાબર છે, પરંતુ ઉત્તર ગુણેન વિરાધક આત્મા બારમા દેવલોક સુધી જઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org