________________ ભાગ ત્રીજો 107 ઉત્તર-દશ હજાર વર્ષની સ્થિતિવાળા એક દિવસે, ૧૫મની રિથતિવાળા બે થી નવ દિવસે, સાગરોપમની સ્થિતિવાળા જેટલા સાગરની સ્થિતિ હય એટલા હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તેઓ સારા વણે પુદ્ગલેને મનથી ગ્રહણ કરી લે છે. પ્રશ્ન ૧૭૭૮-અષાડ શુદિ 11 ને દેવપેઢી અગિયારસ તથા કારતક શુદિ 11 ને દેવઉઠી અગિયારસ કહે છે તે શું, દેવ સુ-ઉઠે છે? ઉત્તર–આવું લૌકિક પ્રણાલિથી કહેવાય છે. ખરી રીતે તે દે સૂઈ જતાં નથી. તેમજ સૂઈને જાગતાં નથી. - પ્રશ્ન ૧૭૭૯-ગોપીચંદ, ભર્તુહરિ કયારે અને કયાં થયા? તેઓ અમર કેમ કહેવાયા? ઉત્તર- ભતૃહરિ ઉજજૈનમાં થયા હોવાનું મનાય છે. એ જ પ્રમાણે ગોપીચંદ પણ કયાંક થયા હશે, તેઓ પાંચમા આરામાં થયા હોય તથા મૃત્યુ પામીને વાણુવ્યંતરમાં ગયા હેય તથા કયારેક કોઈ યાદ કરે તે મનુષ્યરૂપે દર્શન આપ્યાં હોય એ સંભવ છે. માનવરૂપે દેખીને લોકોએ તેમને અમર માની લીધા હોય એમ સંભવિત છે. પ્રશ્ન ૧૭૮૦-કાનમાં ખીલા ખેડવાથી તથા પગમાં ખીર રાંધવાથી મહાવીર સ્વામીને પીડા થઈ હશે તે શું પગમાં ફેલા પડેયા? તથા શ્રવણ શક્તિમાં હાનિ આવી? ઉત્તર-ખીલાથી કાનમાં, તથા ખીર રાંધવાથી પગમાં દર્દ તે થયું જ હશે, પરંતુ કેટલાક સમય પછી ઠીક થઈ ગયું હશે. પ્રશ્ન ૧૭૮૧-“કૌટુંબિક પુરૂષ નેકરને સમજવા કે સગા સબધીઓને? શાસ્ત્રમાં અનેક જગ્યાએ આ શબ્દ આવે છે. ઉત્તર-વિશ્વસનીય તેમજ આજ્ઞાકારી પુરૂષને કૌટુંબિક પુરૂષ કહે છે. પ્રશ્ન ૧૭૮૨-“ઈશ્યશેઠ” કેને કહે છે? ઉત્તર-હસ્તિપ્રમાણ ચાંદી, સેનું તથા હીરા-પન્ના વિગેરેના ભેદથી ઇભ્યપતિ શેઠના ત્રણ ભેદ હોય છે. જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ. પ્રશ્ન ૧૭૮૩-છ પુરૂષોએ બાંધેલું દેરડું પણ અર્જુનમાળી ના તેડી શક્યો જ્યારે કે તે વજઋષભનારાચ સંઘયણવાળો હતો? ઉત્તર-હાડકાના બંધ મજબૂત હોવાથી વજાભનારાચ સંઘયણ હોય છે. પરંતુ બધા વાષભનારાચ સંઘયણવાળામાં એટલી શક્તિ નથી હોતી કે તેઓ મજબૂત બાંધેલા દેરડાને તેડી શકે. કેઈક જ તોડી શકે છે. પ્રશ્ન ૧૮૮૪-શ્રી મલિનાથ ભગવાને સુવર્ણ પ્રતિમામાં કવલ (કેળિયા) નાંખીને સમુમિ જીવની ઉત્પત્તિ રૂ૫ હિંસાનું કાર્ય કેમ કર્યું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org