________________ સમર્થ–સમાધાન દેવ તેમને આધીન હોય છે. ચક્ર વગેરે શસ્ત્ર દેવ-અધિષ્ઠિત હોય છે. અનેક વિદ્યાઓ સિદ્ધ કરવાના કારણે તેમની (દેવેની) અધિષ્ઠાત્રિ દેવીઓ પણ તેમને આધીન હોય છે. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ તેમજ સમવાયાંગ વગેરે જેવાથી આ વર્ણન જાણવા મળે છે. તથા તેમના પ્રબળ પુન્યથી દેવ તેમના અનેક કાર્યો પણ કરી દે છે. જેમકે અંતકૃતદશાંગ સત્રથી સ્પષ્ટ થાય છે કે દ્વારિકા નગરી વિશ્રમણદેવે બનાવી હતી. પ્રશ્ન ૧૭૭૧-ચઢાળિયામાં વર્ણવેલ નવમહિલ, નવ લચ્છી એ રાજાઓ કયાંના હતા તથા એમના આ નામે કેમ પડયા? - ઉત્તર-નવ મલ્લિરાજા કાશીના તથા નવ લ૨છી રાજા કોશલ દેશના હતા મલ્લિ તથા લછી એ ક્ષત્રિયોની જાતિ હતી. તેમના નામ તે જુદા જુદા હતા. પ્રશ્ન ૧૭૭૨-ભગવાન મહાવીર સ્વામીને 72 વર્ષની ઉંમરમાં વૃદ્ધત્વ આવ્યું કે નહિ? - ઉત્તર-તીર્થકર, ચકવતિ, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આ બધાને વૃદ્ધત્વ (વડપણ) આવતું નથી. તેમની ઉંમર મધ્યમ (યૌવનયુક્ત) જ રહે છે. પ્રશ્ન ૧૭૭૩-“વૈશ્રમણકુમાર દેવતા દાન દેવામાં શુરા” એમ કેમ કહેવાય છે? ઉત્તર-વષદાન માટે તીર્થકરોના ભંડાર ભરે છે. તથા જન્મ-પારણું વગેરેના પ્રસંગે અતુલ (પુષ્કળ) ધનની વૃષ્ટિ કરે છે, તે કારણથી તેમને “દાને શૂરા” કહેવું એ ઉચિત પ્રશ્ન ૧૭૭૪-જ્ઞાતાસૂર અ. 1 મુજબ, મેઘકુમારે આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યું, તે શું, આથી વ્રત ખંડિત થતું નથી? ઉત્તર–તે સમયે તેમણે વ્રત જ અંગિકાર કર્યું ન હતું, પછી ખંડનનો પ્રશ્ન જ રહેતું નથી. પ્રશ્ન ૧૭૭૫-દીક્ષાભિષેક પ્રસંગે જે બે લાખ નૈયા ધર્મસામગ્રી લાવનારને તથા એક લાખ એનૈયા હજામને આપ્યા, તે આ ધન અભયદાન વગેરેમાં કેમ ન વાપર્યું? - ઉત્તર-આ પ્રસંગે જે સોનૈયા આપે છે તે પિતાની મોટાઈ અથવા ગૌરવને માટે આપે છે. પ્રશ્ન ૧૭૭૬-દેવતા, નિદ્રા લે છે ? , ઉત્તર-દેને નિદ્રા આવતી નથી. પ્રશ્ન ૧૭૭૭-દેવતાઓને ભૂખ કયારે લાગે છે! તથા તેઓ શું ખાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org