________________ ભાગ ત્રીજે . Ya - ઉત્તર-આ બન્ને ગાથાઓને અર્થ આ પ્રમાણે છે. “મને હર ચિત્રોથી યુક્ત, માલા અને ધૂપથી વાસિત કપાટ યુક્ત અને શ્વેત વસ્ત્રની ચાદરથી ઢાંકેલા મકાનની સાધુ મનથી પણ ઈચ્છા ન કરે. (4) કારણ કે એવા મકાનમાં રહેવાથી સાધુની ઈન્દ્રિઓ જ્યારે ચંચળ બનીને પિત. પિતાના વિષયમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેને નિરોધ કરે મુશ્કેલ બની જાય છે, કારણું કે એવા મકાન કામરાગને વધારનાર હોય છે. (5) અહિંયા સુસજિત મકાનમાં ઉતારવાનો નિષેધ તથા તેનું કારણ બતાવેલ છે પરંતુ કમાડવાળા મકાનમાં ઉતરવાની મનાઈ કરી નથી. કારણકે કમાડ તે પ્રાયઃ બધાય મકાનને હેય છે જ. જેઓ કમાડવાળા મકાનને નિષેધ કરે છે, તેમાં પણ તેમાં ઉતરે જ છે. પ્રશ્ન ૧૭૬૬-આ અવસર્પિણીના છઠ્ઠા આરાના અંત સમયે શું શત્રુંજય પર્વત રહેશે? કારણ કે શત્રુંજય મહાઓ”માં તેને શાશ્વત બતાવ્યું છે ઉત્તર-ભગવતી સૂત્રમાં “વૈતાઢય પર્વત રહેશે” એમ જે લખ્યું છે તે બરાબર છે. શત્રુંજયને શાશ્વત માનવો તે આગમ વિરૂદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૭-ભગવતી શ૮ ઉ. 1 માં કૃત્રિમ વસ્તુની સ્થિતિ સંખ્યાતા કાળની બતાવેલ છે, છતાં ટીકાકારે અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ કરેલા બિંબ શ્રી ગૌતસ્વામીના સમય સુધી વિદ્યમાન રહેશે એમ કહેલ છે તે તે કેવી રીતે? ઉત્તર-ટીકાકારનું આ કથન બરાબર નથી, સૂત્ર વિરુદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૮-ઉપાશ્રયમાં પીપળે ઉગે તે ઉખાડી નાંખ; ભમરા, મધમાખીના જાળાં હઠાવવા વગેરે બૃહદ કપના ચૂર્ણ" કતોનો મત સાવધ તથા સૂવ વિરૂદ્ધ છે કે નહિ? ઉત્તર-આવું કહેવું કે કરવું એ પાપપૂર્ણ છે અને ધર્મ વિરુદ્ધ છે. પ્રશ્ન ૧૭૬૯-જિન કલ્પીને કેટલા જ્ઞાન થઈ શકે છે? શું તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શન થઈ શકે છે? ઉત્તર-જિનકપીને બે, ત્રણ, અથવા ચાર જ્ઞાન થઈ શકે છે, કેવળજ્ઞાન થતું નથી. હા, કપાતીત અવસ્થા ધારણ કરે તે કેવળજ્ઞાન થવું સંભવિત છે. આ ભાવ ભગવતી શ 25 ઉ. ૬માં છે. પ્રશ્ન ૧૭૭૭-શું, ચક્રવતિની જેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવની સેવા પણુ દેવ કરે છે? ઉત્તર-વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણ ખંડના અધિપતિ હોય છે, તેથી માગધ વગેરે સ, સ.-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org