SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ત્રીજો 103 પ્રમાજંયતિ, પ્રમાાં ભાજનાદિ ઉદ્ગુણાતિ) આ મૂલ અને છાયા બનેમાં પાત્રને માટે બહુ વચન હવાથી ઓછામાં ઓછા ત્રણ પાત્રે તે સાબિત થાય છે. આ પાઠના ટમ્બાર્થમાં ત્રણ પાત્ર ખેલી પણ દીધા છે તથા આગળ મત્તવાળ પરિ " પાઠ છે, અર્થાત્ ભગવાને ભાત-પાણી સાથે જ બતાવ્યા તેથી પણ એકથી વધારે પાત્ર સાબિત થાય છે, કારણ કે ભાત અને પાણી એક જ પાત્રમાં ન હતા. તથા એને માટે એ જ પાઠની ભલામણ ભગવતી 11, 9 વિપાક અ 2 ઉપાસક દશા-૧, અંતગડમાં અતિમુક્તને અધિકાર વગેરેમાં આપી છે. ભગવતી શ. 15 માં આનંદ શ્રાવક, અંતકાદશાંગમાં અર્જુનમાળી તથા અનુ. તરવવાઈમાં ધના અણગાર વગેરે મહામુનિઓને માટે પણ આ પાઠની જ ભલામણ આવેલી છે. બૃહત્ક૯પના ત્રીજા તથા નિશીથના 14 મા ઉદ્દેશામાં સ્પષ્ટરૂપે ત્રણ પાત્ર બતાવ્યા છે. તે ભગવતીના પાઠ તથા અર્થથી ટમ્બાકારને આ અર્થ બરાબર છે. ભગવતી શ. 2 ક. 1 માં “ઉત્ત-જીવન હૂંતિ” બાને અર્થે “વસ્ત્ર અને પત્ર” કર્યો છે. અહિયા પણ બહુવચન જ છે.. ઈત્યાદિ પ્રમાણે જોતાં શામાં છે અનેક જગ્યાએ “nિહૂ vaશબ્દ આવ્યું છે તે જાતિવાચક સાબિત થાય છે. દશ. અ. ૪માં સકાયની યતનામાં “હિરા સિવ ઉપર વા” અલગ પાઠ આવ્યું છે. એથી સ્વયં શાસ્ત્રકારે પાત્રક તથા માત્રક (પાતરા તથા માતરા) અલગ અલગ બતાવ્યા છે, છતાં એમ કહેવું કે માત્રક રાખવું એ આચાર્યોએ પાછળથી બતાવ્યું છે, આ કેવી રીતે સંગત હૈઈ શકે? પ્રશ્ન ૧૭૫–ભગવતી શ. 1 ઉ. ૬માં સુક્ષ્મ અપકાય હમેશા પડે છે એનું વર્ણન છે. દિવસે તે તે સૂર્યની ગરમીથી ઉપર જ નષ્ટ થઈ જાય છે. પરંતુ રાત્રિમાં તે નીચે આવે છે. એટલા માટે કેટલાક મુનિઓનું એવું કથન છે કે મુનિએ રાત્રે અછાયામાં (ઉપરના ભાગમાં ઢાંક્યા વગરની જમીન) પૂજવું ન જોઈ એ, કારણ કે અપકાયના જીની વિરાધના થાય છે. પરંતુ તેમનું આ કથન શાસ્ત્ર અનુકુળ નથી. ગમન પ્રવૃત્તિ કરતાં સાધુએ ઇયસમિતીમાં સતત સાવધાન રહેવું જોઈએ એવું વિધાન છે. તદનુસાર ઈસમિતીમાં દિવસે જોઈને તથા શત્રે પુંજીને ચાલવાનું વિધાન છે. તથા ઉધાર પ્રસવણ સમિતિમાં પણ રાત્રિએ પૂજ્યા વિના નહિ પરઠવવાનું વિધાન છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાન છે. ઉપરોક્ત શાસ્ત્રીય વિધાનમાં ક્યાંય પણ અપવાદને સ્થાન નથી. જો કે નિરંતર સમ અપકાય વરસે છે, છતાં પણ પૂજવાને નિષેધ કર્યો નથી. એટલું જ નહિ પણ આ બાબત પર ભાર આપે છે કે જ્યારે પણ કામ પડે ત્યારે રાત્રિમાં પૂજ્યા વગર ન ચાલે અને પરડે પણ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy