________________ સમર્થ–સમાધાન આયુષ્યવાળા જ હોય છે. આથી પણ સ્પષ્ટ છે કે પ્રત્યાખ્યાનવાળા વ્રતધારી પણ વૈમાનિક સિવાયનું બીજી કોઈ ગતિનું આયુષ્ય બાંધતા નથી. કર્મગ્રંથ, ગેમટ્ટસાર વગેરે ગ્રંથોમાં પણ તિર્યંચ અને મનુષ્યના આયુષ્ય કર્મને બંધ સમકિત અવસ્થામાં થયાનું બતાવતા નથી. પ્રશ્ન ૧૭૫૨--સંઘ વગેરેના કાર્યો માટે હિંસા કરવામાં, જીવ રક્ષા અર્થે જુઠું બોલવામાં ઈત્યાદિ કાર્ય વશ અપવાદ સેવનને કેઈમુનિ તથા ટીકાકાર ગ્ય બતાવે છે. અને તેને પ્રાયશ્ચિત્તનું ઠેકાણું બતાવતા નથી, પરંતુ આ વાત મૂળપાઠથી વિપરીત જાય છે. જેમ કે પુલાક લબ્ધિવાળા કેઈ સાધુ સંઘ આદિના કારણે તપ સંયમના હેતુ અર્થે હિંસા, જુઠ વગેરે આશ્રવદ્વાનું સેવન કરે છે. જે તે તેની આલોચના ન કરે તે વિરાધક છે. એમ શાસ્ત્રકાર ફરમાવે છે. જે શાસ્ત્રકારોને ઉપરોકત બાબત ઈષ્ટ હોય તે સંઘના કાર્ય માટે હિંસાદિ કાર્ય કરનારને આલેચના કર્યા વગર વિરાધક ( દુષિત) બતાવત નહિ તથા ભગવતી શ 25 ઉ. 7 માં દસ પ્રકારની પ્રતિસેવના બતાવી છે, તેમાં આપત્તિ (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ આપત્તિ) અને ભય (સિંહ વગેરેના થી કરેલા કાર્યને દેષયુક્ત માન્યું છે. પ્રવચન હલકું, ધમ તથા સંઘ પર સંકટનું આગમન એ પણ આપત્તિ અને ભયની અંતર્ગત છે. પરંતુ તે માટે કરેલા હિંસા-મૃણાદિ આચરણને શાસ્ત્રકારોએ નિર્દોષ માન્યા નથી. પ્રશ્ન ૧૭૫૪-સંજ્ઞી તિર્યંચ તથા મનુષ્યના લાગલગાટ (સળંગ) સાત આઠ ભવના શાસ્ત્રીય વર્ણનના વિષયમાં કેટલાક ટીકાકાનો મત છે કે સાત ભવ કર્મભૂમિના તથા આઠમે ભવ યુગલિકને હેય છે, તો આ વાત એકાંતરૂપ નથી. આઠે ય ભવ કર્મભૂમિના હોઈ શકે છે. પ્રમાણુને માટે ભગવતી શ. 24 જોઈ લેવું. યુગલિક ભવ ઉપરાંત દેવગતિ જ હોય છે. સંજ્ઞી તિર્યંચ તથા મનુષ્યની ઉત્કૃષ્ટ કાયઃ સ્થિતિ બતાવવા માટે જ યુગલિકનો ભવ આઠમે બતાવવામાં આવે છે. જે યુગલિકને ભવ આઠમ ન થતાં વચમાં બીજે ભવ થાય તે ઉત્કૃષ્ટ કાયઃસ્થિતિ હોતી નથી. કર્મભૂમિના મોટા (2) ભવ પણ આઠ કરોડ પૂર્વના જ હોય છે. વધારે નહિ, નાના ભવ થઈ જાય તે આઠ અંતમુર્હતના જ થઈ જાય, તથા વચમાં યુગલિક થઈને દેવ બની જાય તે પૂરા આઠ ભવ બને જ નહિ, પ્રશ્ન ૧૭૫૫-પંચેન્દ્રિય 7, 8 તથા 15 ભવ વધારેમાં વધારે કરી શકે છે, જેઓ એમ કહે છે કે તે શાસ્ત્ર સંગત નથી, કારણ કે પ્રજ્ઞાપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org