________________ 98 સમર્થ-સમાધાન જે સગાસંબંધીને ત્યાં મેક હેય તે આહાર વ્યક્તિએ ત્યાં સુધી સ્વીકાર્યો ન હોય તે પહેલા આહાર લે. બહુઉજિત ધર્મવાળા તથા જબર જસ્તીથી વિશાળ પ્રમાણમાં આપેલા ઇત્યાદિ પ્રકારના આહારદિને અહિંયા અપ્રાસુક અને અનૈષય કહેલ છે. આ બાબત આચારાંગ દ્વિતીય મૃત સ્કંધના ભિન્ન ભિન્ન સ્થળે આવેલા પાઠથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. એ પ્રમાણે હેય ત્યારે જ ઘણી નિર્જરાનું કારણ બને છે. અહિંયા અમાસુકને અર્થ સજીવ " અને “અનૈષણીક અને અર્થ પ્રાણઘાતથી સાધુને માટે તૈયાર કરેલ આહાર એ અર્થ સર્વથા અસંગત છે. કારણ કે આ પ્રકારના આહાર આપનાર દાતા તો અલ્પ આયુષ્યનો બંધક અને સંયમનો ઘાતક થાય છે. પ્રશ્ન ૧૭૪૯-ભગવતી શ. 7 ઉ. 2 ના મૂળપાઠ અને ટીકા એ બંનેથી એ સ્પષ્ટ છે કે શ્રાવકના મૂળગુણું પ્રત્યાખ્યાન (અણુવ્રત) ન હોવા છતાં પણ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન હેઈ શકે છે, તથાપિ કઈ કઈ આધુનિક શ્રમશુદિ અણુવ્રત વગર કઈ પણ શ્રાવકના ગુણુવ્રત તથા શિક્ષાત્રત માનવા તૈયાર નથી. સિદ્ધાંત અનુસાર અણુવ્રતે વગર પણ ગુણવ્રત તથા શિક્ષાવત હેાય છે. પ્રશ્ન 1750 ભગવતી શ. 8 ઉ. 5 માં કર્માદાનોને જે અથ શ્રી અભયદેવસૂરિએ ટીકામાં કર્યો છે તે પ્રાચીન પરંપરા સાથે સંગત છે. તથા આવશ્યકચુર્ણ, આવશ્યક બૃહદવૃત્તિ, ધર્મસંગ્રહ, શ્રાવકધર્મ પ્રજ્ઞપ્તિ ટીક, પંચાશક સટીક, ધર્મરત્ન પ્રકરણ સટીક, પ્રવચન સારોદ્ધાર સટીક, વગેરે ગ્રંથે સાથે પ્રાયઃ મળે છે, તેથી આ સ્થળ પણ વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે. પ્રશ્ન ૧૭૫૧–અંતરદ્વીપના વિષયમાં ટીકાકાર તથા પ્રચલિત પ્રથામાં તે કહે છે કે ચુલહિમવંત તથા શિખર પર્વતની ચાર ચાર દાતાઓનું અસ્તિત્વ છે, પરંતુ આવું માનવું મૂળ પાઠથી વિરુદ્ધ જાય છે! કારણ કે મૂળ પાઠમાં ક્યાંય પણ દાતાઓને ઉલ્લેખ નથી. તે પર્વતની લંબાઈ તથા છવામાં પણ દાતાઓનું માપ આવ્યું નથી. તે પર્વતે પૂર્વ તથા પશ્ચિમ તરફ જબુદ્વિપની હદ સુધી લાંબા છે અને લવણ સમુદ્રને સ્પર્શ કરેલ છે, પરંતુ તે દાઢાએ લવણ સમુદ્રમાં ગઈ નથી, તેથી તે તેની દાતાઓ છે એમ કેમ માની શકાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org