________________ સમર્થ-સમાધાન અનેક પ્રસંગે પર પણ અનેક સ્થાન પર ઉપરોક્ત આહારદિને નિષેધ કરેલો જણાય છે. જેમ કે વ્યવહાર ભાષ્ય તૃતીય વિભાગ પદ-૧૧૧, 112 ગાથા 130, ૧૩૨માં પાસસ્થાને અધિકાર બતાવતાં, શય્યાતરપિંડ, રથાપનાપિંડ, અભિહડ પિંડ વગેરેને કારણે કે વિના કારણે ભેગવનારને દેશતઃ પાસસ્થા કહેલ છે. વ્યવહાર સૂત્ર ચતુર્થ વિભાગ ઉ. 2 સૂ. 5-6 ભાષ્ય ગાથા-૬૪ પરિહાર (પ્રાયશ્ચિત) લેનાર ગ્લાનિને પામી અથ શ્રુધા પિપાસાથી પીડિત અનૈષણિક ભોગવનારને માટે પ્રાયશ્ચિતનું કારણ બતાવ્યું છે. દશ. અ. 6 ગાથા-૬ માં બાલવૃદ્ધ, સગી, નિગી વગેરે બધાને મહાવ્રત, પિંડ વિશુદ્ધિ વિગેરે અઢાર બોલ અખંડ પાળવાનું કહ્યું છે. અહિંયા રોગી વિગેરેને માટે પણ સ્પષ્ટરૂપે નિષેધ છે. આચારસંગ અ. 8 ઉ. 2 માં વર્ણન છે કે આ ધાકમી અશુદ્ધ આહાર સાધુ ન લે. અને ગૃહસ્થ ગુસ્સે થઈને તેને મારે અથવા બીજાને કહે કે આ સાધુને મારે, કુટો, છેદે, બાળે, લૂંટો, જીવનરહિત કરે ઈત્યાદિ સંકટ તે ગૃહસ્થ દ્વારા આવી પડે તે પણ તે સાધુ તે સંકટને સહન કરે તથા આધાકમી આહાર લે નહિ. આવી અસહ્ય આપત્તિ સમયે પણ શાસ્ત્રકારે કઈ પ્રકારને અપવાદ બતાવ્યું નથી. તે પછી ક્ષુધા પીડિત વિગેરે દશામાં આ ધામ આહારદિ ગ્રહણ કરવાનું કેવી રીતે માન્ય હોઈ શકે! બૃહત્ કલ્પ સૂત્રના 4 થા ઉદ્દેશામાં વર્ણન છે કે અચિત્ત અનૈષણિય આહારપાણી આવી જતાં છેદે પથાપનીય ચારિત્ર જેને દેવાનું છે, એવા નવદીક્ષિત સાધુ હોય તે તેને તે આહાર આપી દે અને જો એ નવદીક્ષિત ન હોય તે તે આહાર પરઠવવી દે, પરંતુ રોગી અથવા ભૂખથી પીડાતાને તે આહાર આપી દેવાને અપવાદ રાખે નથી, તો પછી ક્ષુધા પીડિત જેવી દશામાં આધાકમી આહારને ગ્રહણ કરવાનું કેમ કહી શકે ! ભગવતી શ. 25 ઉ. 7 માં અતિસેવના (દોષ લાગ)ના દસ પ્રકાર બતાવ્યા છે. તેમાંથી એથે ભેદ “આતુર” અથવા ક્ષુધા તૃષાની પીડાંથી વ્યાકુળ થઈને તથા પાંચમ ભેટ આપત્તિ તેના ચાર ભેદ (1) દ્રવ્યાપત્તિમાસુકાદિ દ્રવ્યની અપ્રાપ્તિ. (2) ક્ષેત્ર આપત્તિ અટવીની પ્રાપ્તિ થવાથી. (3) કાલ આપત્તિ દુકાળ વિગેરે સમયે (4) ભાવાપત્તિ-રોગાદિ પ્રાપ્ત થવાથી-આ કારણોથી દેષ લાગે છે. જે ક્ષુધા તથા રોગના કારણે સદેષ આહારને અપવાદ હેત તે અહિંયા તેને દોષિત કેમ કહેત! ભગવતી શ. 5 ઉ. 6 માં આધાકર્મ કીતકૃત વગેરે દોષયુક્ત આહારને મનમાં પણ નિર્દોષ સમજે તથા આલેચના ન કરે તે તેને વિરાધક કહેલ છે અને ટીકાકારે તે વિપરીત શ્રદ્ધા કહેવાથી મિથ્યાત્વની પ્રાપ્તિ બતાવી છે. અહિંયા આપત્તિ તથા રોગના કારણે લેવામાં નિર્દોષતા બતાવતા સૌને માટે વિરાધના (મિથ્યાત્વની પ્રાપ્તિ) બતાવી છે. આ રીતે અનેક જગ્યાએ સકારણ પણ આધાકમી લેવાનું સિદ્ધ થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org