________________ ભાગ ત્રીજો આધાકર્મ વગેરે દોષયુક્ત આહારદિને આગમમાં સર્વત્ર નિષેધ છે, અને સકારણ અવસ્થામાં પણ આધાકમી આહાર લેવાની આજ્ઞા નથી. પ્રાસંગિક શાસ્ત્રીય વિષયનું સંક્ષિપ્ત નિરૂપણ એજ સિદ્ધ કરે છે. આચારાંગ મૃત સ્કંધ-૨માં એવું વર્ણન છે કે સાધુ-સાધ્વીને માટે બનાવેલ દેષયુક્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર પાત્રાદિ તથા “પુરિસંતર કડ” (બીજાને સોંપેલ) વિગેરે કોઈ પણ પ્રકારનું લેવાને પૂરેપૂરે નિષેધ છે. સૂત્રકૃતાંગ અ. 9. ગા 14 અ. 11. ગા. 13, 14 15, તથા અ. 17, ૧૮માં વિશદરૂપે સદોષ આહાર વગેરે લેવાનું ખંડન કર્યું છે. એ જ સૂત્રમાં ઉલ્લેખ કરતાં, અ. 1 ઉ. 1 ગા. ૧ના વર્ણનથી એ સિદ્ધ થાય છે કે પૂતિકર્મ દોષ સેવન કરનાર બને (ગૃહસ્થ તથા સાધુ) પક્ષોનું સેવન કરે છે. તાત્પર્ય એ છે કે તે સાધુ ગૃહસ્થ તુય છે. આ સૂત્રની દસમા અ.ની ૧૧મી ગા માં આધાકમીની ઈચ્છા કરવાનો પણ નિષેધ કર્યો છે, તે પછી તેને ગ્રહણ કરવાની વાત જ કયાં રહી ? ભગવતી શ. 1. ઉ. ૯માં આધાકમ ભેગવનાર, કર્મને ગાઢ કરે છે. અને અનાદિ અનંત સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે. કારણ કે શ્રુત ચારિત્રરૂ૫ આત્મધર્મનું ઉલ્લંઘન કરે છે તથા ધર્મનું ઉલંઘન કરતાં પૃથ્વીકાય આદિની અનુકંપા નહિ કરનાર બને છે! આ જ પ્રમાણે શ. 18 ઉ. 10 વગેરે જગ્યાએ અનૈષણિય આહારને અભક્ષ કહેલ છે તેમજ પ્રશ્નવ્યાકરણ, ઉત્તરા. અ. 20, દશવૈ. અ. 3 ગા–૧૦ વિગેરે સૂત્રોમાં અનેક જગ્યાએ આધાકમ વગેરે દોષયુક્ત આહારને ગ્રહણ કરવાને નિષેધ કર્યો છે. અને તેના કડવા ફળ બતાવ્યા છે. પરંતુ સામાન્ય કે વિશેષ ગમે તેવા કારણમાં ગ્રહણ કરવાનો ઉલ્લેખ કર્યો નથી. આથી સ્પષ્ટ છે કે આ (આધાકર્માદિનું ગ્રહણ) શાસ્ત્ર સંમત નથી. તથાપિ જે સાધુ તેને ગ્રહણ કરે છે, તેને તે દોષ તથા પ્રાયશ્ચિતના અધિકારી માન્યા છે, એટલા માટે નીચેના શાસ્ત્રીય પ્રમાણે જેવા યોગ્ય છે. (1) સમવાયાંગમાં–અસમાધિ અને સબલ દોષ (ર) દશાશ્રુતસ્કંધમાં–અસમાધિ અને સબલ દોષ (3) નિશીથમાં પ્રાયશ્ચિત વર્ણન. આમ હોવા છતાં પણ સૂયગડાંગના ૨૧મા અ. ની ગા. ૮-૯ની ટીકામાં લખ્યું છે કે જેઓ શાક્ત રીતિથી આધાકદિનો ઉપભોગ કરે છે તેને કર્મબંધ થતું નથી. જેઓ તેનું ઉલ્લંઘન કરતાં આધાકમદિને ઉપભોગ કરે છે તે કર્મબંધને ભાગીદાર થાય છે. પરંતુ ક્ષુધા પીડિત સાધુ અવ દશામાં તેને ઉપભેગ કરે તે તે શાસ્ત્ર વિરૂદ્ધ નથી. આ જ પ્રમાણે બધા અનાચારની બાબતમાં સમજવું જોઈએ—એવું ટીકાકારે બતાવીને આધાશ્મી દોષયુક્ત આહાર સકારણ ગ્રહણ કરવાની સ્થાપના કરી છે. અને આ પ્રમાણે કરનારને નિર્દોષ બતાવેલ છે. આ વિધાન યુક્તિયુક્ત નથી. કારણ કે આગમમાં આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org