________________ સમર્થ-સમાધાન ags આ પાઠને બીજી જગ્યાએ આ પ્રમાણે અર્થ છે. કાળે વે, ગાળે રૂરિ નો વાં અર્થ - જાણો કેવા છતાં પણ હું જાણું છું એમ ન કહે અથવા મોન રહે. આ અર્થ કરવાથી આ શબ્દો (વટેમાર્ગુને પુછવાથી એ જેના સંબંધમાં કંઈ પણ ન કહે, ન બતાવે, તેના પ્રશ્નને કેઈ પણ પ્રકારથી સ્વીકાર ન કરતાં મૌન જ રહે. પરંતુ જાણવા છતાં પણ હું જાણું છું એમ ન કહે. તાત્પર્ય એ છે કે જાણવા છતાં પણ હું જાણું છું એવું ન કહેતાં મૌન જ રહે)ની સાથે બરાબર મેળ બેસે છે. પરંતુ આ ઉપરાંત અહિંયા બીજા પણ ચાર આલાવા આવ્યા છે. તેમાં પણ ત્રીજા આલાવામાં “અહિંથી ગામ કેટલે દુર છે?” તથા ચેથામાં અમુક ગામ અથવા નગરને ક માર્ગ છે?" આ પ્રશ્નના સંબંધમાં પણ આ જ પઠ છે. જે ઉપરોક્ત પાઠને અર્થ જુઠું બોલવું એવો કરવામાં આવે તે અહિંયા જીવરક્ષા સંબંધી ખાસ કઈ પ્રસંગ નથી. તે ત્યાં કયા પ્રસંગને લઈને જાડું બેલશે ! તેથી સાધુને એ કલ્પ છે કે ગૃહસ્થ સંબંધી આવા પ્રસંગોપર કંઈ પણ ન કહેતાં મૌન રાખે. એલા માટે આ પાઠને અસત્ય બલવાને અભિપ્રાય બાંધવે એ ઠીક નથી. તથા ઉદાસીનતાની દષ્ટિએ આ અર્થ પણ બેસે છે. જેમકે લેકવ્યવહારમાં કઈ બાબત જાણતા હોવા છતાં પણ તેના સમર્થક ન બનતાં “હું જાણતું નથી.” એમ કહ્યાં કરે છે. આનું તાત્પર્ય એ છે કે આ બાબતમાં હું કહીશ નહિ એ જ પ્રમાણે અહિંયા પણ તે પથિકને કહે કે હું જાણતા નથી. અર્થાત્ હું સાધુ છું, તેથી આ બાબતમાં હું કંઈ કહી શકતું નથી. ( પ્રતિસેવનાને દસમો ભેદ વિમસા (વિમર્શ) છે. જે કોઈ આચાર્ય આલેચનાના પ્રસંગે શિષ્યની પરીક્ષા માટે જાણતા હોવા છતાં પણ “આ મેં સારી રીતે સાંભળ્યું નથી.” એમ કહે તે તેને પણ દેષના ભાગીદાર માનેલ છે. આમાં એકાંત શિયના હિતને માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે. છતાં પણ તેઓને દોષના ભાગીદાર ગણવામાં આવે છે, એવી જ રીતે મૃગ વગેરેને વિષયમાં સાચી વસ્તુ છુપાવીને બીજું જ બોલવામાં તે સંબંધી માયામૃષા દેશના ભાગીદાર કેમ ન ગણાય ! એજ પ્રમાણે કોઈ સાધુ અન્ય સાધુની સેવામાં ગયા હોય તે પણ તે ગમનાગમન સંબંધી પ્રાયશ્ચિતના ભાગીદાર બને છે. આમાં એકાંત પરહિત બુદ્ધિની અપેક્ષા હોવા . છતાં પણ વિરાધનાની આશંકાથી પ્રાયશ્ચિત બતાવેલ છે. તે પછી મૃગ વિગેરેને માટે જાણીબુજીને અસત્ય ભાષા બોલવામાં આગમ આજ્ઞા કેમ હોઈ શકે? આ વિચારણીય છે. - આ રીતે આગમમાં અનેક જગ્યાએ અસત્ય તથા મિશ્ર ભાષા બોલવાનો નિષેધ કર્યો છે. અને તેવું બેલનારને અસમાધિ અને સબળદોષના ભાગીદાર બતાવ્યા છે. અને - સંકટ પ્રસંગે અસત્ય તથા મિશ્રભાષીને પણ પ્રાયશ્ચિત ન લીધું હોય તે વિરાધક માનેલ છે. તે પછી કોઈ પણ સ્થિતિમાં અસત્ય તથા મિશ્રભાષાનો પ્રયોગ શાસ્ત્ર સંમત છે એમ કેમ માની શકાય ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org