________________ 88 સમર્થ–સમાધાન આપવામાં ન આવે તે પણ તેનું ચિત્ત ચલિત થવાથી તેને ભાવ-સંથારે તે રહ્યો જ નહિ. અપવાદને ભૂષણ કહેવું ન જોઈએ. પ્રશ્ન ૧૭૩૮-પૂ. શ્રી ધર્મદાસજી મહારાજે તેમના શિષ્ય સંથાર લઈને ડગી ગયા, તેમને તેઓશ્રીએ ખુબ સમજાવ્યા, પરંતુ જ્યારે તેઓ માન્યા નહિ તો તેમને પાટ ઉપરથી ઉતારી દીધા. તથા ધર્મની હાનિ ન થાય તે માટે તેઓ પોતે સંથારો લઈને સંથારાની પાટ પર બિરાજ્યા. પરંતુ તેઓશ્રીએ તેમને આહાર પણ લાવીને આપ્યા નહિ, તે શું આ ઉચિત હતું? ઉત્તર-પૂ. શ્રી ધર્મદાસજી મ. સા. એ તથા તેમના બીજા મુનિઓએ સંથારાથી ચલિત થયેલા મુનિપર બળાત્કાર (જબરજસ્તીથી રેકવાનું કર્યું ન હતું તેમજ તે મુનિ સાથેનો સંબંધ પણ વિચ્છેદ કર્યું ન હતું. ચલિત થતાં જ તેમને આહારદિ લાવીને દેવામાં નારાજી સમજત તો તેઓ તેમની સાથે સંભોગ કેમ કરત! કારણકે અનુમોદનરૂપ કાર્ય તેમણે કર્યું જ છે. સંથારાથી ચલિત થઈને નિયમભંગ કરનારે પિતાની શુદ્ધિ માટે આલોચના કરવી ઉચિત છે. વ્યવહાર સૂત્ર ઉ૦ 2 થી એ સ્પષ્ટ થાય છે કે તે (સંથારાથી ચલિત) મુનિને ગણુથી અલગ ન કરે પરંતુ અગ્લાન ભાવે તેમની સેવા કરે. પૂજ્યશ્રી ધર્મદાસજી મ.સા. તથા તેમના આજ્ઞાનુવર્તિ સંતે એ આગમ અનુસાર જ કર્યું હતું. આહાર લાવવા માટે તે મુનિ પિતે ગયા અથવા બીજા મુનિ ગયા, એ તો પ્રસંગ અનુસાર કરી લીધું હશે પરંતુ તે મુનિ સાથે સંબંધ વિચછેદ ન કર્યો તેથી તેમણે મર્યાદાનું પાલન કર્યું. પૂ.શ્રી ધર્મદાસજી મહારાજ સાહેબે તે મુનિની જગ્યા પર સંથારો કર્યો એ તેઓશ્રીની મહાન વિશેષતા હતી. જે તે સંથારો ન કરત તો પણ આગમ મયદાનું ઉલંઘન થતું નથી. સંથારો કરીને તે મહાપુરૂષે જૈનધર્મનું ગૌરવ વધાર્યું છે. તેમના માટે અપવાદને કોઈ પ્રશ્ન જ ન હતો. કારણ કે અપવાદનું સેવન તે સંથારાનો ભંગ કરનાર મુનિએ કર્યું હતું. અપવાદનું સેવન ન કરનારની સાધના અધુરી છે, વિકૃત છે, એકાંત છે, એકાંગી છે. એમ કહેવું એ સિદ્ધાંત વિરૂદ્ધ છે. અપવાદ લાચારી છે. તેનું સેવન અનિવાર્ય નથી. બને ત્યાં સુધી અપવાદનું સેવન ન કરવું, એ જ શ્રેયસ્કર છે. તેનું સેવન કર્યા વિના સાધના અધુરી છે, તેમ કહેવું એ, સૂત્રને વિદ્રોહ કરવા જેવું છે. ગજસુકુમાર આદિ અનેક મુનિએ અપવાદનું સેવન કર્યા વિના જ મોક્ષમાં ગયા છે. તે પછી તેમની સાધના અધુરી કેમ કહી શકાય! પ્રશ્ન ૧૭૩૯-પ્રસંગ આવતા શાસ્ત્રને અનુકુળ જે મુનિ નાવમાં બેસે છે, નદી ઉતરે છે, વૃક્ષાદિને સહારે લે છે, તેમને શું કઈ પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org