________________ ભાગ ત્રીજો આ ગાથામાં બતાવ્યું છે કે જે ક૯૫નીય કે અકલ્પનીયની શંકા પણ થઈ જાય તે મુનિ તે આહાદિ ગ્રહણ કરશે નહીં. ૩ામ છે જ પુછા , ક્ષg ળ વ જાણું सोच्च। निस्सं किय शुद्ध', पडिगाहिज्ज संजए // 56 // અથ–આહારદિની ઉત્પત્તિની બાબતમાં પૂછપરછ કરીને શંકા વગરનું લાગે તે જ તેને ગ્રહણ કરે, નહિ તે નહિ, આ જ સૂરના “છઠ્ઠા અ.ની ૪૭–૪૮મી ગાથાઓમાં અકલ્પનીય આહાર વિગેરે ગ્રહણ કરવાનું તે દૂર રહ્યું પરંતુ ગ્રહણ કરવાની ઈચ્છા પણ ન કરે. આગળ ૬૦મી ગાથામાં ગૃહસ્થના ઘરે બેસવાને નિષેધ હોવા છતાં પણ તેમાં ત્રણને માટે અપવાદ બતાવ્યું છે. તે જે સન્મતિ તર્ક વિગેરેના અધ્યયન અર્થે અકલ્પનીય ગ્રહણ કરવાને અપવાદ હોત તે શાસ્ત્રકાર તેને પણ અપવાદ બતાવત. ભગવતી શ 5. ઉ. ૬માં આધાકર્મ, ક્રિતકૃત, વગેરે દેષયુક્ત આહારને મનમાં પણ નિર્દોષ રામજે અને તેની આલોચના ન કરે તે તેને વિરાધક કહેલ છે. ચાલુ ટીકાકારે તો વિપરીત શ્રદ્ધારૂપ હોવાથી મિથ્યાવની પ્રાપ્તિ બતાવી છે. અહિંયા આપત્તિ તથા ગાદિ કારણથી લેવામાં નિર્દોષતા બતાવી નથી. પ્રશ્ન ૧૭૩૬-બાલ, વૃદ્ધ અને પ્લાન વિગેરેને માટે ભિક્ષાથે જવું ખુબ આવશ્યક હેય તે પણ, ઉચિત યત્ના પૂર્વક (કાંબલ ઓઢીને) વરસાદમાં ગમનાગમન કરી શકાય છે? ઉત્તર-પ્રશ્નમાં વરસાદમાં ભિક્ષાર્થે ગમન કરવાનું બતાવ્યું, પરંતુ તે શાસ વિરૂદ્ધ છે. દશવૈકાલિક અ.પ. ગા. ૮માં તેને નિષેધ છે. આ બાબતમાં કોઈ પ્રકારનો અપવાદ પણ બતાવ્યું નથી. દશ. અ૬. ગા. દમાં બતાવ્યું છે કે બાલ, વૃદ્ધ, રોગી સૌએ આ અઢાર સ્થાનોનું પાલન કરવું જોઈએ. વ્યવહાર ભાષ્ય ઉ.૭ ગા. 278 માં ધીમે વરસાદ પડતો હોય તે પણ જવાનો નિષેધ છે. પ્રશ્ન ૧૭૩૮-જેણે સંથારે કર્યો છે એવા ભિક્ષુને અસમાધભાવ થઈ જવાથી જે તેઓ સ્થિર ચિત્ત ન રહે અને આહારપાળું માંગે છે તેને અવશ્ય આપવા જોઈએ શું ? કવિશ્રીએ ઉપરોક્ત અપવાદ બતાવ્યું છે તે તે સિદ્ધાંત સમત છે કે નહિ? ઉત્તર-સંથારે કરનારનું ચિત્ત સંથારાથી વિચલિત થઈ ગયું હોય તે તેમની સાથેના ભિક્ષુ તેમના ચિત્તને સ્થિર કરવાનો પ્રયત્ન કરે, પ્રયત્નથી તેમનું ચિત્ત સ્થિર થઈ જાય તે બહુ સારું પણ જે સ્થિર ન થાય તે મુનિ તેને આહારદિ લાવીને આપી શકે છે, વિચલિત ચિત્તવાળાને બળાત્કારથી રોકવા એ મુનિધર્મ નથી. જો તેને આહાર વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org