________________ ભાગ ત્રીજો એકાંતરૂપે આવી વાત નથી. સૂત્રે પુસ્તકારૂઢ થઈ ગયા પછી પણ અનેક બાબતે એવી છે કે જે ગુરૂગમની આવશ્યકતા રાખે છે. ગુરૂગમ વિના તેનું યથાર્થ સ્પષ્ટીકરણ થઈ શકતું નથી. બધા સૂત્રે મુદ્રિત હેવા માત્રથી બધાય સૂત્રે અધ્યયન કરવા યોગ્ય થઈ ગયા હોય. પ્રશ્ન ૧૭૩૩-ગું સાધુમાગી આમ્નાય (માન્યતા) એવી છે કે જે ઉત્સર્ગમાં પ્રતિષિદ્ધ છે, તે કારણુ ઉત્પન્ન થતાં કપનીય (ગ્રાહ્ય) હેય છે. આમ કરવામાં કોઈ પ્રકારનો દોષ પણ નથી. જે આ માન્યતા સ્થાનક્વાસીઓની નથી તે મૂર્તિપૂજકેની આ અબ્રહ્મચર્ય સુધીની કપનીય તેમજ ગ્રાહ્ય બનાવી દેનારી આમનાયને સ્થાનકવાસીઓએ પ્રચાર કરો એ શું સંગત છે? ઉત્તર-ઉપરત કથન સૂત્ર વિરૂદ્ધ છે. કારણ ઉપસ્થિત થતાં પણ હિંસા, જુઠ વિગેરે કઈ પણ પાપનું સેવન ન થતું હોય તેવાં કાર્યો તે કલ્પનીય (ગ્રાહ્ય) હેઈ શકે છે. પરંતુ જેમાં પાપોનું સેવન થતું હોય તેને નિર્દોષ માની શકાય નહિ. જે અપવાદમાં હિંસાદિ પ્રવૃત્તિ ન હોય તેમાં પ્રાયશ્ચિત નથી. જે અપવાદોમાં હિંસા, મૃષા, માયા વિગેરેની પ્રવૃત્તિ હેય-આવા અપવાદોની પ્રવૃત્તિ હોવા છતાં પણ પ્રાયશ્ચિત લેવું પડે છે. જેમકે નદી ઉતરવી, વરસતા વરસાદમાં મળ-મૂત્રના ત્યાગ માટે જવું, અનાભોગ (અનુપ ગ)થી પણ અપવાદ સેવન થઈ ગયાનું જાણુતા ગૌતમસ્વામીની જેમ પ્રાયશ્ચિત લેવું જોઈએ, એજ પ્રમાણે કેટલાક અપવાદ પ્રાયશ્ચિતને યોગ્ય છે, કેટલાક વગર પ્રાયશ્ચિતના છે. અને કેટલાક અપવાદોનું સેવન સર્વથા નિષિદ્ધ છે. જેમકે રાત્રિભેજન મૈથુન, આધામ સેવન, સચિતકાય ભક્ષણ વગેરે વગેરે, તેથી અપવાદ સેવનમાં દોષ નથી એવું એકાંત કથન કરવું એ શાસ્ત્ર વિરૂદ્ધ છે. ભગવતી શતક-૨૫ ઉ. ૭માં પ્રતિસેવના (દેષ લાગ)ના દસ ભેદ બતાવ્યા છે. જેમાં રોગ, પીડા, આપત્તિ વગેરે પણ છે. રોગાદિ અવસ્થા તેમજ આપત્તિ વખતે પણ અપવાદનું સેવન કરતાં શાસ્ત્રકાર દોષ બતાવે છે, તેથી અપવાદ સેવનને નિર્દોષ કહેવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે. સ્વચ્છેદ મતિ કલ્પના છે, સ્થાનકવાસી જૈનનું નામ ધરાવનાર વ્યક્તિ દ્વારા બધા અપવાદ સેવનને નિર્દોષ પ્રચારિત કરવા એ સમાજ દ્રોહ છે. શુદ્ધ વિચારધારાવાળા સ્થાનકવાસીઓએ તે શું મૂર્તિપૂજક વિજય વિમલ ગણિએ “Tછાર પન્નાની ટીકામાં સંનિધી રાખવામાં (વાસી) ચારમાસનું ગુરૂ પ્રાયશ્ચિત, આત્મસંયમવિરાધના, આજ્ઞાભંગ વિગેરે દેષ ગૃહસ્થ સમાન બતાવ્યા છે. પ્રશ્ન ૧૭૩૪-શું આ કથન સિદ્ધાંત અનુકૂળ છે? “કેઈમહત્વપૂર્ણ સ્થિતિ ન હેય, મૃત્યુ તરફ જવામાં સમાધિભાવને ભંગ થાય છે, જીવનના બચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org