________________ 80. સમર્થ–સમાધાન વામાં આવી નથી, તથાપિ કોઈ એ ભાવ પ્રગટ કરે કે આ ચૂર્ણ અથવા તે ચૂર્ણ અથવા તે ભાષ્યનો નિર્ણય વિવાદાસ્પદ પ્રસંગમાં ખાસ કરીને નિર્ણાયક ભૂમિકાના રૂપમાં સ્વીકારવામાં અાવે છે. જેની અથ–આપત્તિથી એ અર્થ નીકળે છે કે શાસ્ત્રીય નિર્ણયરૂપ પ્રાસાદ (મહેલ) ચૂર્ણ વિના ઉભે રહી શકતું નથી. તે શું આ વાતને સ્થાનકવાસી જૈન સ્વીકાર કરી શકે છે? નિશીથ ચૂર્ણની મહત્તાનું દર્શન કરાવતા ભાગ 1 પૃ. 4 પંક્તિ 7, ૮માં લખ્યું છે કે વિવાદાસ્પદ પ્રસંગ પર ચૂર્ણને નિર્ણય ખાસ કરીને નિર્ણાયક ભૂમિકાના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. ઉત્તર-નિર્યુક્તિ વગેરેને પૂર્ણ પ્રામાણિક નહિ માનતા હોવા છતાં પણ તેમાં રહેલી સિદ્ધાંત અનુકૂળ વાતને ન માનવી એ ન્યાય ઉચિત નથી. તેઓ તે જૈન આચાર્ય છે. પરંતુ કોઈ અન્ય તિર્થોની વાત પણ જે સિદ્ધાંત અનુકૂળ હોય તે તેને માન્ય કરવામાં કેઈ હરકત નથી. આ વાત સૂયગડાંગ શ્રુતસ્કંધ-૧ અ. 14 ની ગાથા ૮માં સ્પષ્ટ બતાવી છે. સિદ્ધાંત અનુકુળ વાત હોય તે “ઘટદાસી ”ની વાતને પણ માન્ય કરવાને ભગવાનને આદેશ છે. અને સિદ્ધાંત વિરૂદ્ધ રાજા મહારાજા-તે એટલે સુધી કે ચકવતીની પણ વાત સ્વીકારી શકાતી નથી. જેમકે શ્રેણિક રાજા અને બ્રહ્મદત્ત ચક્રવતીની વાત સ્વીકારવામાં આવી નહિ.૪ જે કઈ શંકા કરે કે એ વિશાળ બુદ્ધિવાળા આચાર્યોએ કહેલી બાબતેની સમાલોચના આજના અ૯૫ બુદ્ધિવાળા માણસ કેવી રીતે કરી શકે ? તે આ બરાબર નથી, કારણકે આજના અ૫ બુદ્ધિવાળા માણસે તેમની વાતની સમીક્ષા માત્ર પોતાની બુદ્ધિથી કરતા નથી. ગણધર કૃત સૂત્રની સાથે તુલના કરતાં તેની સત્યતા-અસત્યતા સ્વયં પ્રમાણિત થઈ જાય છે. એમ કરવાનો અધિકાર અલ્પ બુદ્ધિવાળા માણસને પણ છે. એટલા માટે ગૌતમસ્વામી તથા આનંદ શ્રાવકનું ઉદાહરણ આપણી સામે છે. આ બાબત તે આગમના અભ્યાસીઓની છે, પરંતુ વ્યવહારથી પણ જોવામાં આવે છે કે ભેજન બનાવવામાં કુશલ એવા સેઈયાએ બનાવેલી રસોઈમાંથી કાંકરા, કાષ્ટ, તૃણ સાથે ન ખાતાં બહાર કાઢી નાખે છે. અથવા તે તે ભેજના અન્ય સમજી છેડી દે છે. તે એવો વિચાર નથી કરતે કે આટલા બધા હેશિયાર રઈયાએ બનાવેલી રસોઈમાં ક્ષતિ હું કેમ બતાવું ! ચૂર્ણ વિના શાસ્ત્રીય નિર્ણયરૂપ મહેલ ઊભો રહી શકતું નથી. આ કથન અસંગત * શ્રેણિક રાજાએ અનાથી મુનિને પ્રભન આપ્યું હતું તથા બ્રહ્મતે ચિત્તમુનિને કામગનું નિમંત્રણ આપ્યું હતું. પરંતુ તે સ્વીકારવામાં આવ્યું નહીં. સૂયગડાંગ અ. 3 ઉ. 2 ગા. 15, 16, 17. 18, 19, 20 માં પણ એ વાત કરી છે કે રાજા મહારાજાઓએ આપેલા આહાર, સાજ-સામાન વગેરેથી મુનિએ દૂર રહેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org