________________ 20 ભાગ ત્રીજો લખ્યું છે કે " આ વાણી આજના કોઈ ભૌતિકવાદીની નથી, પરંતુ ઘણું જુન યુગના મહાન આધ્યાત્મવાદીની છે, જેમાં આધ્યાત્મિકતાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. ઉત્તર- ઘનિર્યુક્તિ”ના રચયિતા શ્રી ભદ્રબાહસ્વામીને આધ્યાત્મિકતાની ચરમ સીમા પર પહેલા કહેવામાં વિચાર થાય છે. કારણ કે ચારિત્રની અપેક્ષાએ તે તે સમયે સામાયિક અને છેદો પસ્થાપનીય એ બેજ ચારિત્ર હતા, બાકીના ત્રણ ચારિત્રને વિછેદ હતું. ગુણસ્થાનકની અપેક્ષાએ સાતમા ગુણરથાનકથી આગળ ન હતા. ઉપશમ તથા ક્ષપક બને શ્રેણીઓ બંધ હતી. જ્ઞાનની અપેક્ષાએ તે સમયે મન:પર્યવ જ્ઞાન તથા કેવળજ્ઞાન તે હતું જ નહિ. અવધિજ્ઞાનમાં પરમ અવધિજ્ઞાનને વિચ્છેદ હતે. શ્રુતજ્ઞાનમાં પણ સંપૂર્ણ દષ્ટિવાદના જ્ઞાતા તથા સર્વાક્ષર સનિપાતિ ન હતા. સમક્તિની અપેક્ષાએ આયુષ્યબંધની પહેલા ક્ષાયિક સમકિતી પણ હતા જ નહિ. આયુષ્યના બંધ પછી પણ તેમને ક્ષાયિક સમકિત પ્રાપ્ત થયું હોય એ નિર્ણય અહિંવાળા તે કઈ કરી શકે નહિ. ઈત્યાદિ બાબતેને વિચાર કરવાથી એમ તે કેવી રીતે કહી શકાય કે તેઓ આધ્યાત્મિક્તાના ચરમ શિખર પર પહોંચેલા સાધક હતા. છઘસ્થપણાની ચરમ સીમા પણ કેવળજ્ઞાન પૂર્વે ક્ષણ સુધી હોય છે, જે તેઓને પ્રાપ્ત થઈ ન હતી. નિર્યુક્તિ વગેરે જે કઈ હોય, પરંતુ તેમાંની જે વાત ગણધર કૃત સૂત્રથી વિપરીત જતી ન હોય તે માન્ય છે. અને તેથી જે વિપરીત હોય છે તે માન્ય નથી. શ્રી ભદ્રબાહુ વામી ચૌદ પૂર્વધર હતા. જે ઘનિયુક્તિ તેમની બનાવેલ હોત તે ગણધર કૃત સૂત્રથી વિપરીત વાતે તેમાં ન હોત. પરંતુ તેમના નામથી પ્રસિદ્ધ કરાયેલા ગ્રંથમાં ગણધર કૃત સૂત્રથી વિપરીત વાતે દેખાય છે. આથી એ વિચાર થાય છે કે તેમના નામથી કઈ બીજાએ આ ગ્રંથ બનાવ્યું હોય અથવા તેમના બનાવેલા ગ્રંથમાં ફેરફાર કર્યા હોય. આવી સ્થિતિમાં પૂર્વાચાર્યોએ તે ગ્રંથને માન્ય કર્યો નથી, તે પણ તેને ભૂલ કેવી રીતે કહી શકાય ? આવી સ્થિતિમાં ભૂલ ન હોવા છતાં પણ ભૂલ બતાવવી તથા તે ભૂલને સુધારવા માટે કહેવું અને તે સમાજને જ સ્થાપિત બતાવે એ શું તે સમાજની સાથે (જેમાં તેઓ સ્વયં બેઠા છે.) વિદ્રોહ નથી? શ્વે. મૂ. 5 આચાર્ય પાર્ધચંદ્રજી વગેરેએ પણ નિર્યુક્તિની કેટલીયે બાબતોને સ્વીકાર નથી કર્યો, શું મૂર્તિપૂજક, શું સ્થાનકવાસી, કોઈ પણ વ્યક્તિ હોય, તટસ્થવૃત્તિવાળી વ્યક્તિને ગણધર કૃત સૂત્રથી વિપરીત બાબતે માન્ય હેતી નથી. તેથી સ્થાનકવાસી સમાજ પર લાંછન લગાડવું અનુચિત છે. પ્રશ્ન ૧૭૨૯-સ્થાનકવાસી જૈન પરંપરામાં મૂલ આગમ ઉપરાંત તેના ઉપર રચેલી નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અવચૂરી વગેરે પ્રામાણિક માન સ. સ. -11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org