________________
ભાગ ત્રીજો
પ્રશ્ન ૧૭૧૩-આઠમ, ચોદ, લીલોતરી વગેરેને ત્યાગ હેય તથા ક્યારેક આ તિથિઓ વધી જાય તે પચ્ચખાણુ કઈ તિથિના માનવા ગ્ય છે?
ઉત્તર-તિથિ વધતા બન્ને તિથિઓ પાળે તે ઘણું ઉત્તમ છે. નહીંતર પહેલી તિથિ તે અવશ્ય પાળવી જ જોઈએ. આ રીતે તિથિ પાળવાનો રિવાજ પ્રાયઃ ચાલુ પણ છે.
પ્રશ્ન ૧૭૧૪–કઈ કઈ ભાઈ એ પ્રશ્ન કરે છે કે તમારો મત (સ્થાનકવાસી) લોકાશાહથી શરૂ થયે. પહેલા ન હતા, તે તેને પ્રત્યુત્તર શું છે?
ઉત્તર–વીર નિર્વાણુના કેટલાક વર્ષો બાદ બાર વર્ષનો ભયંકર દુકાળ પડયે હતો. તે વખતે સાધુઓને શુદ્ધ ભિક્ષા મળવી મુશ્કેલ બની ગઈ હતી. આ કારણથી સાધુસમાજમાં શિથિલતા આવી ગઈ તથા તે શિથિલતા વધતી ગઈ. આ શિથિલતાને દુર કરવા માટે લોકશાહે ભગવાનના માર્ગનું શાસ્ત્રાનુસાર શુદ્ધ સ્વરૂપ બતાવ્યું, તેથી તેઓ શુદ્ધ ધર્મના ઉદ્ધારક હતા પરંતુ તેમણે કેઈ ને સમાજ બનાવ્યું નથી તેથી લેકશાહથી જ આ માર્ગે ચાલે છે, તે વાત બરાબર નથી, શુદ્ધ દષ્ટિએ જવાથી શુદ્ધ (નિર્વઘ) માન્યતા તથા માર્ગ તે આ જ છે.
પ્રશ્ન ૧૭૧૫-દક્ષિણની હવા તે સારી લાગે છે તથા તેને ખરાબ અને હલકી કેમ બતાવી છે?
ઉત્તર-ઉત્તર દિશા તરફ મહાવિદેહ ક્ષેત્ર હોવાથી હમેશા તીર્થકર ભગવાન બિરાજે છે. તથા પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે. સૂર્યને પરમાણું શુદ્ધ હોય છે. તેથી અન્ય દિશાઓની અપેક્ષાએ આ દિશાઓને શુભ માનવામાં આવી છે. દક્ષિણની હવા અનુકૂળ લાગે એ વાત અલગ છે.
પ્રશ્ન ૧૭૧૪–તીર્થકરેના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાની ગણના તે કરવામાં આવી છે. જ્યારે આજના સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા આદિની ગણુનાની દરકાર કરતા નથી. તે તીર્થકરને પરવા હતી શું ?
ઉત્તર-આજના મોટા ભાગના સાધુ-સાધ્વીઓને તે પોતપોતાના શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા જાણવાની લાલસા વધારે રહે છે. પરંતુ તીર્થકર તે વિતરાગ હોય છે. તેઓ તેની જરા પણ લાલસા રાખતા નથી. તેઓ તે જ્ઞાનબળથી ધર્માનુરાગીઓની જેટલી સંખ્યા દેખે છે તેટલી બીજામાં ધર્મ જાગૃતિ થવાની દષ્ટિથી બતાવી દે છે. આજના સાધુઓની પાસે એવું જ્ઞાન બળ ન હોવાથી ઈચ્છા હોવા છતાં પણ સંખ્યા બતાવી શક્તા નથી.
પ્રશ્ન ૧૭૧૭-કયાંક કયાંક સાધુઓને ભગવાન કહ્યા છે. તે તે કયા કારણથી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org