________________
સમર્થ સમાધાન પ્રશ્ન ૧૭૦૯-સુબાહકુમારનો લેચ કરતી વખતે હજામે મોઢા પર કપડું બાંધ્યું છે તેનું કારણ શું સમજવું ?
ઉત્તર-રાજકુમાર વગેરે મોટા પુરૂષના જીવન પ્રાયઃ સુખ સામગ્રીમાં વૃદ્ધિ પામેલા હોય છે. તેઓને છેડીક પણ ખરાબ ગંધ અનિષ્ટ લાગે છે તેથી હજામ વગેરે તેમના સંપર્કમાં ખૂબ સાવધાનીથી વર્તે છે. હજામત કરતી વખતે હજામને સામે બેસવું પડે છે. તેથી તેમના મુખ, નાકની ખરાબ હવા તે રાજકુમારને અપ્રિય ન લાગે તેથી તેણે મેઢા પર કપડું બાંધ્યું.
પ્રશ્ન ૧૭૧૦-જયારે સુબાહુકુમારે દક્ષાની આજ્ઞા માંગી ત્યારે તેમની માતા અચેત થઈ પછી સચેત થઈ આ અચેત અવસ્થામાં સચેત અવસ્થાની અપેક્ષાએ વધારે સુખ માન્યું, તેનું કારણ શું હતું?
ઉત્તર-સચેત અવસ્થામાં તે પુત્ર વિગના દુખને અનુભવ થઈ રહ્યો હતે. પરંતુ અચેત અવસ્થામાં તેમને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. તેથી આ અવસ્થા સુખદાયક લાગી. જેમકે કોઈ, પુત્ર-વિયેગના કારણે એ વિચાર કરે છે કે આના કરતાં પુત્રને જન્મ ન થયે હેત તે સારું.
પ્રશ્ન ૧૭૧૧-જ્યારે સુબાહુકુમાર દીક્ષા માટે રવાના થયા, તે આજુબાજુ ચમ્મર વિંજનારી તરુણુઓ કેમ હતી? શું સંયમ અથીઓને માટે આ ઉચિત કહી શકાય ?
ઉત્તર-દીક્ષા સમયે આજુબાજુ જે તરુણીઓ હતી તે સંભવતઃ તેમની સ્ત્રીઓ હતી. તેઓ પોતાનું કર્તવ્ય બજાવી રહી હતી. વિરાગ્યની દષ્ટિએ તો પુરુષનું રહેવું ઉચિત હતું, પરંતુ સ્ત્રીઓ પિતાનું કર્તવ્ય છોડવા ઈચ્છતી ન હતી. તથા સુબાહુકુમાર પણ ફક્ત આટલા માટે જ તેમને ઉત્સાહ ભંગ કરવા ઇચ્છતા ન હતા.
પ્રશ્ન ૧૭૧૨-સુબાહકુમારને સંથારો સીઝયા પછી સાધુઓએ આવીને ભગવાનને ખબર આપ્યા ત્યારે સંથારે કરનારે ભગવાન અથવા ગણધરેની પાસે જ સંથારો કેમ ન કર્યો? કે જ્યારે ભગવાન અથવા ગણધર આદિ સાધુઓ પાસે સંથારે કરવાથી વધારે શાંતિ મળી શકતી હતી?
ઉત્તર-ભગવાન તથા ગણધરની પાસે અનેક લેકની અવરજવર તથા વાંચનાપૃચ્છના વગેરે કાર્ય ચાલતું રહેતું હતું એટલા માટે ત્યાં સંથારે કરનારને પોતાના પરિણામની ધારાને ઉન્નત બનાવવાનું કામ કઠિન હતું. પરિણામેની ધારા ઉન્નત બનાવવા માટે એકાંત જગ્યાની આવશ્યક્તા રહે છે. એટલા માટે તેમણે એકાંતમાં સંથારે લીધે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org