________________
૭૪
સમર્થ-સમાધાન આરામાં ૬૪, તથા ત્રીજા આરામાં હું ભાગ સુધીમાં ૪૯ દિવસને છે. યુગલનું પાલન કરવાના દિવસને ખુલાસો ત્રીજા આરાના રુ ભાગ સુધી છે. આગળ નહિ. મરૂદેવી માતા તે ઘણાં જ મેડા જનમ્યા હતા. ભગવાન રાષભદેવ ગર્ભમાં આવ્યા ત્યારે મરૂદેવી માતાની ઉંમર ૧૭ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ ઓછી હતી.
પ્રશ્ન ૧૭૦૪-નિષેધનું પ્રાયશ્ચિત કેવી રીતે આવે છે? તથા આપે કહ્યું કે એકસ રે લેવડાવનારને નિશીથ સૂવાનુસાર ચુંમાસી પ્રાયશ્ચિત આવે છે. તો નિશીથમાં આવું વર્ણન જોવામાં આવ્યું નથી. - ઉત્તર-હું તે આ કૃત્રિમ વિજળીને સચિત માનું છું જ, પરંતુ પૂજ્ય આત્મા રામજી મહારાજ સાહેબે ખૂબ સંશોધન પછી વિજળીને સચિત સ્વીકારી છે. તેમને તે લેખ સંવત ૧૯૯૫ ના જેઠ સુદ ૧૫ ને દિવસે પ્રકાશિત થયેલ રતલામના નિવેદન પત્રમાં છપાયે છે. તેને લગતી કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે. વિદ્યુતવિજળી જેને પ્રગ આજ કાલ રોશની અને પંખો ચલાવવા માટે તથા અન્ય કામોમાં થઈ રહ્યો છે તે અચિત્ત અથવા સચિત્ત હવા સંબંધમાં જૈન સમાજમાં આજકાલ ભારે વાદવિવાદ ચાલી રહ્યો છે. કોઈ તેને સચિત્ત અને કેઈ તેને અચિત્ત કહે છે. કેટલાક વર્ષ પહેલા પંજાબના કેટલાક મુનિઓએ આ વિષય પર વિચાર કર્યો તે એ નિર્ણય થયું કે આ કૃત્રિમ વિજળી અચિત્ત પ્રતીત થાય છે. તે પ્રમાણે મેં પણ શેઠ જવાળાપ્રસાદજી દ્વારા પ્રકાશિત દશવૈકાલિક સૂત્રમાં મારા અનુવાદમાં એ જ પ્રમાણે લખ્યું હતું. ત્યારબાદ જ્યારે વિજળીઘરમાં જઈને ભારે શોધપૂર્વક નિરીક્ષણ કર્યું તે એવો નિશ્ચય થયું કે વિજળી સચિત છે, અચિત નથી.
લેખની ઉપરોક્ત પંક્તિઓથી વિજળીનું સચિત (તેઉકાય) હેવાનું સિદ્ધ થાય છે. એકસ રે અથવા રેડીમાં વિજળી અથવા બેટરીને પ્રગ ચાલુ રહે છે. જેથી તેઉકાયની વિરાધના થાય છે.
છેડી પણ તેઉકાયની વિરાધના કરનાર, કરાવનાર તથા અનુમોદન કરનાર સાધુસાધ્વીને માસી પ્રાયશ્ચિત નિશીથ સૂત્રના બારમા ઉદ્દેશામાં બતાવેલ છે. શાસ્ત્રકારે તે તેઉકાયની વિરાધનાનું સામટું પ્રાયશ્ચિત બતાવ્યું છે. એ વિરાધના ભલે એકસ રે થી હોય અથવા રેડિયેથી હય, અથવા ભિક્ષા વગેરે કઈ કાર્યથી હોય. જુદા જુદા નામા તે શાસ્ત્રકાર કયાં સુધી બતાવે. લાચારી, હાસ્ય, ઘમંડ, પૃષ્ઠતા વગેરે કાર્ય જોઈને, આલેચના સાંભળનાર હળવું ભારે પ્રાયશ્ચિત આપી શકે છે.
સેંકડો નિષેધ કરાયેલા કાર્યના પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં બતાવ્યા છે. તે નિશીથ સૂત્ર જેવાથી સારી રીતે માલુમ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org