________________
ભાગ ત્રીજો
ઉત્તર-ભગવાન વાષભદેવના ૧૩, શાંતિનાથજીના ૧૨, નેમનાથના ૯, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ તથા મહાવીર સ્વામીના ખાસ ખાસ મોટા ભવ ૨૭ તેમજ આ પાંચ તિર્થંકરના ૧૩ + ૧૨ - ૯ + ૧૦ + ૨૭ = ૭૧ ભવ થયા. બાકીના ૧૯ તીર્થકરેના ત્રણ ત્રણ ભવ થયા. ૧૯ ૪૩ = ૫૭ થયા. બધા મળીને ૭૧ + ૫૭ = ૧૨૮ ભવોનું વર્ણન ત્રિષષ્ઠી સ્લાખા પુરુષ ચરિત્રમાં કર્યું છે.
પ્રશ્ન ૧૨૯-કેટલા તીર્થકરેએ કેટલી કેટલી તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી કેટલા તીર્થકરેએ આહાર કરતા દીક્ષા ધારણ કરી?
ઉત્તર-સુમતિનાથ ભગવાને નિત્ય ભક્ત (આહાર કરતાં) વાસુપૂજ્યજીએ ઉપવાસથી, મલ્લિનાથ તથા પાર્શ્વનાથે અઠ્ઠમથી અને બાકીના ૨૦ તીર્થકરોએ છડુની તપસ્યા સાથે દીક્ષા લીધી, એવું વર્ણન સમવાયાંગ સૂત્રમાં આવેલું છે.
પ્રશ્ન ૧૭૦૦-સાધુએ મચ્છરદાની બાંધવી એ શું શાસ્ત્ર સંમત છે?
ઉત્તર-નિશીથ, બૃહકલ્પ વગેરેમાં સાધુ-સાધ્વીને માટે પડદે બતાવેલ છે. તેને શબ્દાર્થ આ પ્રમાણે છે. યવનિકા, પ્રચ્છાદન પઠ્ઠી તે રાખવાથી (પ્રાણુઓની રક્ષા ) રેગાવસ્થા, બ્રહ્મચર્યની રક્ષા વગેરે કારણેથી સાધુ (ગચ્છવાસી) પડદે રાખી શકે છે. મચ્છરદાની બાંધી શકતા નથી.
પ્રશ્ન ૧૭૮૧-શું, સાધુ હાસ્પિટલમાં એકસ-રે લેવડાવી શકે છે?
ઉત્તર-સાધુને માટે એકસ રે લેવડાવવામાં નિષેધ છે. એકસ રે લેનારને નિશીથ અનુસાર ચમાસી પ્રાયશ્ચિત આવે છે.
પ્રશ્ન ૧૭૦૨-ઉદાયન રાજાએ પુત્રને રાજ્ય ન આપતાં ભાણેજને રાજય આપ્યું તો તેનું કારણ શું હતું?
ઉત્તર-ઉદાયન રાજાએ ભગવાનને કહ્યું કે હું પુત્ર અભિચીકુમારને રાજ્ય આપીને દીક્ષા લઈશ. જ્યાં સુધી તેઓ ભગવાનની સેવામાં હતા ત્યાં સુધી તે તેમને વિચાર ઉપર પ્રમાણે હતે. પછી રસ્તામાં જતાં તેમને વિચાર થયે કે અભિચીકુમાર મારે એક પુત્ર ઈષ્ટ તથા પ્રિય છે એટલા માટે હું એને રાજ્ય આપું તે રાજ્યના કામકાજમાં તથા કામગોમાં મૂછિત થઈને સંસાર સાગરથી પાર ન ઉતરી શકે તથા એમ જ ભવભ્રમણ કરે. આ વિચારથી તેને રાજ્ય ન આપતા ભાણેજને રાજ્ય આપ્યું.
પ્રશ્ન ૧૭૦૩–જ્યારે ભગવાન રાષભદેવનો જન્મ થયો ત્યારે મરૂદેવી માતાની ઉંમર કેટલી હતી? તથા જબુદ્વીપ પનતિમાં વર્ણવેલા ૪૯, ૫૯ તથા ૬૯ આંકડાને શે આશય સમજ?
ઉત્તર-૪૯, ૫૯, ૬૯ જે આંકડા તમે કહ્યાં તે કદાચ યુગલના પાલનને માટે કહ્યાં હશે. પરંતુ યુગલ પાલનના દિવસને કમ, પહેલા આરામાં ૪૯ દિવસ, બીજા
સ. સ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org