________________
ભાગ ત્રીજો
ઉત્તર-નરકના આયુષ્યને બંધ થયા પછી સંયમ લેનાર અથવા ચારિત્ર મેહનીય કર્મના પ્રબળ ઉદયથી ધર્મથી વિચલિત પરિણામવાળે જીવ મનઃ પર્યાવજ્ઞાન તથા ચૌદપૂર્વથી પડવાઈ (પતિત) થઈને તથા મુનિપણથી પતન પામીને નરકમાં જઈ શકે છે!
પ્રશ્ન ૧૯૮૩-ભગવાન વભદેવના જીવે ધના સાર્થવાહના ભવમાં યુગલિયા મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. તો તે આયુષ્ય સમકિત અવસ્થામાં બાંધ્યું કે મિથ્યાત્વ અવસ્થામાં? ખુલાસે ફરમાવશે ?
ઉત્તર-ભગવાન ઋષભદેવના જીવને ધન્ના સાર્થવાહના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઈ હતી. પરંતુ સમકિતી દશામાં મનુષ્ય અને તીચ, વૈમાનિક સિવાય બીજી કઈ ગતિને બંધ કરતાં નથી એવું ભગવતી શ. ૩૦થી સ્પષ્ટ છે. તથા એક જીવને એક ભવમાં પશમ સમાત હજારો વાર આવે છે ને જાય છે. આ બાબત અનુયોગ દ્વાર સૂત્રની ટીકામાં છે. તેથી પત્તા સાર્થવાહે સમતિ ગેરહાજરીમાં આયુષ્ય બાંધ્યું, એમ સમજવું. તથા તેઓ મરીને યુગલિક મનુષ્ય થયા.
પ્રશ્ન ૧૬૮૪-ચોથે આરે. દુષમ-સુષમ કેમ કહ્યો છે?
ઉત્તર-પૌગલિક સુખની અપેક્ષાએ વધારે દુઃખ અને થોડું સુખ એવા કાળને દુષમ-સુષમ નામને કાળ કહે છે.
પ્રશ્ન ૧૬૮૫ નરક વગેરે ૨૪ દંડકની પ્રરૂપણ કેમ કરી?
ઉત્તર-સમજાવવા માટે વાક્ય પદ્ધતિને દંડક કહે છે. અર્થાત દ્રષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, ગ, ઉપગ, લેશ્યા, સમુદઘાત, ઈન્દ્રિય, અવગાહના, સ્થિતિ, કાયસ્થિતિ, પ્રાણુ વગેરે અનેકરૂપે સાંસારિક જીનું સ્વરૂપ સુગમતાથી સમજાવવા માટે જ્ઞાનીઓએ જેના આવા દંડક (વાકય પદ્ધતિ) રૂપ વિભાગ કરીને બતાવ્યા છે.
પ્રશ્ન ૧૬૮૬–સાધુએ ગૃહસ્થ પાસે યાચના કરીને અઢાર પ્રકારના સ્થાન લેવાનું કયાં બતાવ્યું છે? તથા તે અઢાર સ્થાન કયા છે?
ઉત્તર-પ્રશ્ન વ્યાકરણ સૂત્રના ત્રીજા સંવર દ્વારની પ્રથમ ભાવનામાં ૧૮ સ્થાન બતાવ્યા છે. તથા “gવમાફ ” શબ્દથી આ પ્રકારના અન્ય સ્થાને બતાવ્યા છે. (૧) દેવકુલ (૨) સભા (૩) પરબ (૪) સંન્યાસી લેકોના મઠ (૫) વૃક્ષના મૂળ (૬) આરામ (૭) કંદરા (ગુફા) (૮) આગર (લેખંડનું ઉત્પત્તિ સ્થાન) (૯) પર્વતની ગુફા (૧૦) ચુને બનાવવાનું સ્થાન (૧૧) ઉદ્યાન (૧૨) રથશાળા (૧૩) ઘરને સામાન રાખવાની જગ્યા (૧૪) મંડપ (૧૫) શૂન્યઘર (૧૬) સ્મશાન (૧૭) પર્વતની નીચેનું ઘર (૧૮) દુકાન
પ્રશ્ન ૧૬૮૭–અઢાર પ્રકારની લિપિઓ કઈ કઈ કહી છે? ઉત્તર-પન્નવણના પ્રથમ પદમાં બ્રાહ્મી લિપિ લખવાના નીચેના અઢાર ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org