________________
સમર્થ-સમાધાન તેરણ સુધી આવ્યા હતા. ભગવાનને વિચાર લગ્ન કરવાનો હતે જ નહિ. લગ્ન કર્યા વગર ભગવાન તોરણથી પાછા ફરવાથી તેમના દિલમાં માંસ પ્રત્યે ઘેર અરૂચિ ઉત્પન્ન થઈ. જેના કુટુંબમાં એક જૈન હોય તેના કુટુંબમાં બધાય જૈન હોય એ એક નિયમ નથી. કારણ કે ધર્મ પ્રત્યે રૂચિ જીના ક્ષે પશમ આદિ કારણુથી હોય છે. મહાશનકજી પોતે મટા શ્રાવક હતા, છતાં તેમની રેવતી નામની પત્ની ગૌમાંસાહારી હતી. કોઈ સાધારણ જૈન કુટુંબના માણસે પણ પરંપરાગત જ્ઞાતિમાં આચરણ હોવાથી એ આહાર ખાનાર મહેમાનને માટે જાતિ રિવાજને કારણે તૈયાર કરે છે. પરંતુ પોતે ખાતા નથી. જેમકે કંદમૂળ અથવા લીલેતરી નહિ ખાનાર કુટુંબ પણ મહેમાનેના સ્વાગત માટે એ ચીજો બનાવે છે.
આ પ્રશ્ન ૧૬૭૧-જો રામતીએ જ જૈન ધર્મ પાછળથી સ્વીકાર્યો તે પછી તે જૈન પ્રવજ્યા અંગીકાર કરવા કેમ તૈયાર થઈ? તેને બંધ કેણે આપ્યો હતો?
ઉત્તર-ભગવાન નેમનાથને કેવળજ્ઞાન થયાના ખબર મળવાથી કૃષ્ણ વાસુદેવ, રાજેમતી વગેરે ભગવાન પાસે ગયા. ધર્મદેશના સાંભળી તથા શ્રી કૃષ્ણ વાસુદેવે રાજેમતીની ભગવાન પ્રત્યેની અત્યંત પ્રીતિનું કારણ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને ફરમાવ્યું કે હું તથા રાજેમતી આઠ ભવથી લગાતાર સાથે હતા. આ કારણથી તેણે મારા પર અત્યત પ્રેમ રાખે છે. પ્રભુના વિરાગ્ય ઉપદેશથી તથા ભવનું વર્ણન સાંભળવાથી રાજેમતીને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને એ જ કારણ રાજેમતીને જૈન દીક્ષા લેવાનું નિમિત્ત બન્યું.
પ્રશ્ન ૧૬૭૨-ઉગ્રસેન શ્રીકૃષ્ણના દાદા હતા. તે પછી રાજેમતી અને નેમનાથની સગાઈ કેવી રીતે થઈ? શું તે જમાનામાં આમ થતું હતું ? જે ઉગ્રસેન શ્રીકૃષ્ણના દાદા હતા, તો તેઓ જૈન ધર્મથી સર્વથા અપરિચિત હોય એ બાબત પણ સંભવિત લાગતી નથી. જો તેઓ પરિચિત હતા, તે ભલા, માંસને પ્રબંધ કેમ કર્યો? શું તે જમાનામાં જૈનો પણ શિકાર કરતા હતા ? તથા માંસ મદિરાનું સેવન કરતા હતા ? જો હા, તો તેમને જૈની કેમ મનાય ? - ઉત્તર-ભગવાન નેમનાથના પિતા દસ સગા ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈના પુત્ર નેમનાથજી તથા સૌથી નાના ભાઈ શ્રીકૃષ્ણ વાસુદેવ હતા. તેથી તેઓ સગા ભાઈ ન હતા. જે કૃષ્ણના મામા કે દાદાની છોકરી પણ હોય તે ભગવાન નેમનાથને લગ્ન કરવામાં શી હરકત હૈય! ઉગ્રસેન કૃષ્ણ વાસુદેવના સગા દાદા કે મામા ન હતા. રાજવંશએમાં મામાની દીકરી સાથે લગ્ન કરવાનો રિવાજ પહેલાં હતું. અને આજે પણ છે. પત્ર જૈન હોય અને દાદા પણ જૈન હોય એ એકાંત નિયમ નથી. અનેક લાકે જૈન ધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org