________________
૬૩
ભાગ ત્રીજો બટાટા, ડુંગળી, સુંઠ, હળદર વિગેરે લીલેરી તે કંદમુળ જ છે. લીલી સુંઠ અને લીલી હળદરને કંદમૂળ તથા વ્યવહાર દષ્ટિની અપેક્ષાએ સરખી જ ગણવામાં આવે છે. ભાવની અપેક્ષાએ નિશ્ચય તો જ્ઞાની જ જાણે છે.
પ્રશ્ન ૧૬૦ : બધા જ અનંતવાર નવ રૈવેયકમાં ઉત્પન થયા. આ કથન શું વ્યવહાર રાશિની અપેક્ષાએ કહ્યું છે?
ઉત્તરઃ હા. બધા જ અનંતીવાર નવ પ્રિયકમાં ઉત્પન્ન થયાનો ઉલ્લેખ વ્યવહાર રાશિ વિષે જાણો. અવ્યવહાર રાશિવાળા જીવ તે માત્ર સુક્ષ્મ નિગોદમાં જ હોય છે.
પ્રશ્ન-૧૬૬૧ : જેમણે સમતિથી પતિત થઈને મિથ્યાત્વ અવસ્થામાં વૈમાનિથી વ્યતિરિક્ત આયુષ્ય બાંધ્યું, તો શું તેઓ મૃત્યુ પ્રસંગે નિશ્ચિત રૂપે વિરાધક જ હોય છે?
ઉત્તર જેઓએ યુક્તપ્રકારે આયુષ્ય બાંધ્યું હોય, તેઓ મૃત્યકાળમાં નિશ્ચયથી વ્રતના આરાધક હોતા નથી. મિથ્યાત્વ અવસ્થામાં આયુષ્ય બાંધીને ફરીથી તેઓ સમકિતી બનીને તથા સમકિતીપણામાં કાળ કરીને ચારમાંથી કઈ પણ ગતિમાં જઈ શકે છે; પરંતુ તેઓ દેશ કે સર્વચારિત્રના આરાધક નથી હોઈ શકતા.
પ્રશ્ન ૧૬૬૨; વિરાધકને અર્થ શું મિથ્યાત્વની પ્રાપ્તિ સુધી સમજ?
ઉત્તર : વિરાધક દેશવ્રતીના, સર્વવ્રતીના તથા સમકિતને પણ હોઈ શકે છે. બધા વિરાધકે મિથ્યાત્વની પ્રાપ્તિ સુધી પહોંચે એ નિયમ નથી. આયુષ્ય બંધ કે મૃત્યુ પ્રસંગ વિગેરેનું લક્ષ કરીને આરાધક કે વિરાધક સમજવામાં આવે છે.
પ્રશ્ન-૧૬૬૩ : આહારક સમુદઘાત કરતી વખતે “કષાય-કીલ અપ્રતિરસેવી હોય છે કે પ્રતિસેવી હોય છે?
ઉત્તર : કષાય કુશીલ નિર્ગથ અપ્રતિસેવી જ હોય છે. એવું ભગવતી શ–૨૫ ઉ. ૬ માં બતાવ્યું છે. જ્યાં સુધી તે અપ્રતિસેવી રહે ત્યાં સુધી કષાય કુશીલ ગણાશે. તથા પ્રતિસેવી થતાં જ પુલાક, બકુલ, તથા પ્રતિસેવના-કુશીલ વિગેરેમાંથી કઈને કઈમાં તેના પરિણામ અનુસાર તેની ગણના થશે. આ તે સ્પષ્ટ છે કે બધા પ્રકારના નિર્ચ થાનું સ્વરૂપ તેમના પરિણામ અનુસાર જ હોય છે. હવે આમાં પ્રશ્ન એ થાય છે કે આહારક સમુદ્રઘાત કષાયકુશીલ” નિગ્રંથમાં જ હોય છે. બીજામાં નહિ અને આ સમુદઘાત કરતા જીવને વિરાધનાના કારણે ત્રણ, ચાર, અથવા પાંચ ક્રિયાઓ લાગે છે. તેથી તે પ્રતિસેવી પણ થતો હશે. પરંતુ ખરી રીતે વાત આવી નથી, તેને ઉત્તર આ પ્રમાણે લાગે છે કે કષાયકુશીલમાં જ આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે અને જે જીવ આહારક સમુદઘાતનો પ્રારંભ કરે છે તે કષાય કુશીલપણુમાં જ પ્રારંભ કરે છે. ત્યાર પછી તેનામાં વિરાધનાના પ્રસંગ પર બકુશ અથવા પડિસેવન થવા સંભવ છે. તેથી કષાયકુશીલને અપ્રતિસેવી જ સમજ. એ આગમ અનુસાર બરાબર જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org