________________
સમર્થ–સમાધાન ભીખમચંદજીએ પ્રકાશિત કરેલ “ચવીશ તીર્થકરાંકા લેખાં” નામક પાનામાં ૨૦-૨૨ હજાર તથા ૪૦, ૪૪ હજાર લખ્યું છે તે ખરી રીતે સાધુ ૨૦ હજાર થયા કે બાવીસ હજાર થયા તથા સાધ્વીજી ૪૦ હજાર કે ૪૪ હજાર ? બબે સંખ્યાએથી સંદેહ ઉત્પન્ન થાય છે. તો કૃપા કરી સમાધાન કરશો, 1 ઉત્તર : બીકાનેર તથા અન્ય સ્થળેથી છપાયેલ પાનામાં તમે કહ્યું તેમ લખેલું છે. તથા મેઢેથી બોલનાર સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરે પણ એમ જ બોલે છે. ૩ર સૂત્રોના મૂળપાઠમાં તે અજીતનાથ ભગવાનના કેવળી, સાધુઓ તથા સાધ્વીઓનું વર્ણન નથી. પરંતુ આવશ્યક બૃહવૃત્તિના પ્રથમ અધ્યયનમાં, તથા પ્રવચન સારોદ્ધાર સટીકના ૨૧ મા દ્વારમાં તેનું વર્ણન આપ્યું છે. ત્યાં અજીતનાથ ભગવાનના ૨૦ હજાર સાધુઓ કેવળી થયાનું બતાવ્યું છે. આ મુખ્ય માન્યતા છે. કેઈ આચાર્ય ૨૨,૦૦૦ કહે છે. તેમાં મતભેદ છે. મુખ્ય માન્યતામાં ૨૦,૦૦૦ અને ૪૦,૦૦૦ સમજવા. મતાંતરમાં ૨૨,૦૦૦ તથા ૪૪,૦૦૦ બતાવ્યા છે. વધારે બળ મુખ્ય માન્યતા પર જ અપાયેલું છે.
પ્રશ્ન ૧૯૫૮: ૨૪ તિથ" કરમાંથી વધારે તિર્થ કરના કેવળી-સાધુઓની સંખ્યાથી કેવળી-સાધ્વીઓની સંખ્યા બમણી બતાવી છે, તે શું આ નિયમ છે ખરે? જેથી કેવળી સાધુએથી કેવળ સાધ્વીઓની સંખ્યા બમણું હોય?
ઉત્તર :- કેવળી સાધુઓની સંખ્યાથી કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી હોવી જ જોઈએ એ કેઈ શાસ્ત્રીય નિયમ નથી, પરંતુ આ ચોવીશીમાં બધા તિર્થંકરોના કેવળી સાધુઓ કરતાં કેવળી સાધ્વીઓની સંખ્યા બમણી હોવાનું ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે. તેથી ક્યારેક બરાબર બમણી, કયારેક એથી વધારે અને કયારેક એથી ઓછી પણ હોઈ શકે છે. આમાં કઈ હરકત જેવી બાબત નથી. છે પ્રશ્ન-૧૬૫૯ઃ શું મગફળી કંદમૂળ છે? કેઈ તેને કંદમૂળ ગણતા નથી તથા શું કંદમૂળના ત્યાગવાળા મગફળી, સુંઠ, હળદર વિગેરે ખાઈ શકે છે? શું એથી વ્રતમાં ભંગ નથી થતું? બટાટા, સુંઠ, ડુંગળી, લીલી હળદર વિગેરેમાં શેમાં પાપ વધારે હેય અને શેમાં પાપ ઓછું હોય ?
ઉત્તર ઃ વરસાદની ઠંડી હવા લાગવાથી થેલામાં પડેલી લીલી મગફળીમાં તથા મગફળીના દાણામાં અંકુર ઉત્પન્ન થાય છે, તેથી કંદમૂળ હોવા સંભવ છે. તથા તે જમીનના મૂળમાં જ ઉત્પન્ન થાય છે તેથી તેને કંદમૂળ સમજવી. કંદમૂળને ત્યાગ કરનારને ખાસ કરીને લીલી, કુણી વનસ્પતિ ખાવાને ત્યાગ હોય છે. એ અપેક્ષાએ જ તેને ત્યાગ કરાવવામાં આવે છે. તેથી સુકી સુંઠ તથા સુકી હળદર ખાવાથી તેના ત્યાગમાં હરકત આવતી નથી. પરંતુ લીલી સુંઠ (આદુ) તથા લીલી હળદર નિયમાનુસાર ખાઈ શકે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org