SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ] સમર્થ–સમાધાન જવાબ -શુભ પ્રકૃતિને જ પુણ્ય કહે છે, અશુભને નહિ, પરંતુ પુણ્યાનુબંધિપુણ્ય અને પાપાનુબંધી-પુણ્ય, આ બે ભેદ પુણ્યના બતાવ્યા છે. જ્ઞાનપૂર્વક અને નિદાન રહીત કુશળ અનુષ્ઠાન (બધા જેમાં દયા, વિરાગતા, વિધિ પ્રમાણે ગુરુની ભક્તિ-નિરઅતિચાર ચારિત્રનું પાવન વગેરે) થી પુણ્યાનુબંધિ-પુણ્ય થાય છે અને નિયાણ વગેરે દોથી દૂષિત ધર્મ-અનુષ્ઠાનથી પાપાનુબંધી–પુણ્ય થાય છે. પ્રશ્ન ૧૮૬ –(૧) એક વ્યક્તિ અંદર અંદરના ઝઘડાઓથી ગુસ્સે થઈને ફસી લગાવીને મરવા ઈચ્છે છે. બીજા ભાઈ એ તેની ફાંસી કાઢીને તથા સમજાવીને બચાવી લીધો. આમાં બચાવવાવાળાને પુણ્ય થયું કે પાપ ? (૨) એક આંધળો ખાડામાં પડી જાય છે અને બચાવવાને માટે બૂમો પાડે છે. કેઈએ તેની બૂમ સાંભળીને અને દયા ભાવથી પ્રેરાઈને કાઢ્યો, તે તેને પુણ્ય થયું કે પાપ? (૩) એક ગૌશાળાથી અડીને પડેલી ઘાસની ગંજીમાં આગ લાગી ગઈ. પશિઓએ ગાયના ટોળાંને ગૌશાળાને દરવાજો ખોલીને બહાર કાઢ્યું અને મૃત્યુથી બચાવી લીધું. આમાં બચાવવાવાળાઓને પુણ્ય થયું કે પાપ ? (૪) એક આંધળા ભિખારી ઉપર કૂતરાં તૂટી પડ્યાં, કેઈ દયાળુએ કૂતરાંથી આંધળાની રક્ષા કરી, તે રક્ષકને પુણ્ય થયું કે પાપ? (૫) એક માંસાહારી, ભજનને માટે, બકરાને મારી રહ્યો છે. કેઈ સુરૂ દયાળુએ તેને સમજાવીને કાયમને માટે હિંસા છોડાવી અને બકરાને જિંદગીભરને માટે અભયદાન દેવડાવ્યું, બકરાને બચાવવાથી તેને પુણ્ય થયું કે પાપ ? (૬) એક ખાલી વાસણમાં ઊંદર પડી ગયે, તે નીકળવા માટે અસમર્થ છે, તડપી રહ્યો છે. કેઈએ ઊંદર બચાવવાને માટે વાસણને ઊંધું કરી નાખ્યું, જેનાથી ઊંદર બચી ગયે. બચાવવાવાળાને પુણ્ય થયું કે પાપ? (૭) એક માણસ જંગલમાં પાણી વગર તડપી રહ્યો છે. તે જ વખતે એક દૂધ વેચવાવાળે, શહેરમાં જતાં ત્યાંથી નીકળે. તેણે તરસથી મરતાને દૂધ પીવડાવીને બચાવી લીધે. (૮) સરકારે લોકોનાં હિતને માટે દવાખાના ખેલ્યાં, જેમાં રેગી લેકેના ઈલાજ થતા રહે છે. તેમાં કઈ રેગીને જોઈને, કેઈ દયાળુને દયા આવી અને પથ્યને માટે (હલકા આહાર માટે) મદદ દીધી. (૯) પાઠશાળાઓમાં વિદ્યાદાનને લાભ સમજીને, ધનની મદદ દેવાય. (૧૦) પાકિસ્તાનથી દુઃખી થઈને આવેલા શરણથી ભાઈને, ઘર, ભજન અને કપડાં વડે મદદ કરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy