SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે જવાબ – તિર્યંચ (પશુ પક્ષિ વગેરે) ઉપદેશ મેળવી શકે છે, એમ સૂત્રથી સાબિત થયેલ છે. અગર બલભદ્રજી દ્વારા હરણે ઉપદેશ મેળવ્યો હોય તે, આમાં અસંભવ જેવી વાત નથી. પ્રશ્ન ૯૩ –મસદેવી માતાએ હાથીની અંબાડી ઉપર ચડીને કેવળ જ્ઞાન મેળવ્યું, આ ઉલ્લેખ કઈ સૂત્રમાં છે ખરો? જવાબ –આરિસા ભવન અને સમુદ્ર વગેરેમાં પડતાં પડતાં પણ કેવળજ્ઞાન પામી શકે છે, તે હાથીની અંબાડી ઉપર રહીને કેવળજ્ઞાન પામ્યાની વાત, ટીકા અને અન્ય પુસ્તકકારે એ બતાવી, આમાં વાંધા ભર્યું શું છે? પ્રશ્ન ૯૪-ભરતેશ્વર અને બાહુબલિજીનું યુદ્ધ થયાનું શાસ્ત્રસંમત જવાબ –ભાઈ-ભાઈ અને પિતા-પુત્ર પણ અંદર અંદર લડી પડે છે, તે ભરતબાહુબલિ પણ લડયા હેય તે અસંભવ જેવી વાત શી છે ? પ્રશ્ન ૫ –ચોવીસ તીર્થકરેની વચ્ચેનું અંતર બતાવાઈ રહ્યું છે, તે શાસ્ત્રસંમત છે શું ? જવાબ –વીસ તીર્થંકરનાં ૨૩ જિનાંતર ભગવતીસૂત્ર શ. ૨૦ ઉ. ૮ માં બતાવેલ છે, તેમને કાલમાન (કાળ માપ) બીજી જગ્યાએ બતાવેલ છે, તે તેમાં વાંધા વાળી વાત કઈ છે ? પ્રશ્ન ૯૯ – જોસણ પર્વ આઠ દિવસ મનાવવાનું વિધાન કયાં સૂત્રમાં લખેલ છે? જવાબ –નિશીથ સૂત્રમાં કહ્યું છે કે પસણનાં દિવસે સાધુ કઈ પણ પ્રકારને જરા પણ ખોરાક ત્ય, તે તેને ચૌમાસી દંડ થાય છે. આ નિયમ પહેલાં અને આજે પણ એક જ દિવસને પળાય છે, બાકીના ૭ દિવસે તે તે માટેની આગળની તૈયારીના સ્વરૂપમાં સમજવા જોઈએ. પ્રશ્ન ૯૭–બત્રીસ સૂત્રમાં નન્દીસૂત્ર પણ છે અને એમાં બીજા કેટલાય સૂત્રે માન્ય રાખવાને ઉલ્લેખ છે, તે શું તેમને પણ માનવાં જોઈએ? જવાબ –નન્દીસૂત્રમાં લખેલ સૂત્રોમાંથી કેટલા ય તે અત્યારે હાજર છે જ નહિ અને ચેડાંક મૂળ સ્વરૂપથી હાજર નથી, પરંતુ તેનાં નામથી આચાર્યોએ રચેલાં છે. પ્રશ્ન ૯૮ –શું અભવ્ય જીવ, અવ્યવહાર-રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવે છે? જે કઈ કઈ વખત આવે છે, તે આ રીતે નીકળતાં નીકળતાં અનન્તકાલે અભવ્ય જીવ વ્યવહાર રાશિમાં બહુ વધી જશે. નીકળવાનું પ્રમાણ કયાં સૂત્રમાં છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy