SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૨૧ જવાબ:- ડાંડીનું માપ ૩૨ અંગુલ (આંગળી અને ફળિયેનું ૮ અંગુલ હોવાનું નિશીથ ઉ. ૫ ના અર્થ માં લખેલ છે. પ્રશ્ન ૮૦ –હિંસા કેટલી જાતની છે અને તે ક્યા સૂત્રના આધારે છે? જવાબ – હિંસા-દ્રવ્ય અને ભાવરૂપ બે ભેદથી હોવાનો ઉલ્લેખ ભગવતી સૂત્ર શતક ૧ ઉ. ૩ ના અર્થમાં છે. તે સિવાય વિવિધ પ્રકારથી પણ હિંસાના ભેદ હોઈ શકે છે. પ્રશ્ન ૮૧–ભગવાન મહાવીર પ્રભુને સમ્યકત્વની પ્રાપ્તિ કયા ભવમાં થઈ અને તેનાથી પ્રાપ્ત થઈ? સમ્યકત્વ પ્રાપ્ત થયા બાદ કેટલા ભ કરીને તીર્થકર થયા? આ વાત સૂત્રના આધારે બતાવે. જવાબ:–ભગવાન મહાવીરને “નયસારના ભવમાં મુનિરાજની પાસે ધર્મજ્ઞાન સાંભળવાથી સમ્યકૃત્ત્વની પ્રાપ્તિ થઈ. સમ્યકત્વ પ્રાપ્તિનાં અસંખ્યાત ભવની પછી તીર્થકર થયા. જેને ખુલાસે દષ્ટિવાદના ચોથા ભેદમાં હતું. હવે તે ત્રિશષ્ઠિ–શલાકા પુરુષ ચરિત્ર” માં જોવા મળે છે. પ્રશ્ન ૮૨–નામ વગેરે ચાર નિક્ષેપને અર્થ શું છે? જવાબ –નામ નિક્ષેપ—જેમ કે કોઈનું નામ મહાવીર, પાર્શ્વકુમાર વગેરે. સ્થાપના નિક્ષેપ-મૂળ વસ્તુને ફેટ, ચિત્ર, મૂતિ વગેરે. દ્રવ્ય નિક્ષેપ–ભાવની શૂન્યતાને દ્રવ્ય કહે છે. જેવી રીતે પ્રતિક્રમણ શિખવાવાળે, શીખી લીધા પછી તે ભાષા વગેરે બેલે છે. ભાવ નિક્ષેપ—ઉપગવાળું. પ્રશ્ન ૮૩ –અઢાર પાપમાં દેશથી કેટલા અને સર્વથી કેટલા જવાબ :–દેશથી ૧-૩, ૪. બાકી ૧૫ સર્વથી. પ્રશ્ન ૮૪–પાંચ મેટા વતેમાં દેશથી કેટલા અને સર્વથી કેટલા? જવાબ :–દેશથી ૧, ૩, ૪, સર્વથી ૨, ૫. પ્રશ્ન ૮૫૪ –એક વખત વિરહ પડી ગયા પછી ફરીથી કેટલા વખત પછી વિરહ પડે છે? જવાબ –આવલિકાના અસંખ્યાતમા ભાગમાં તે ફરીથી વિરહ પડે જ છે. પ્રશ્ન ૮૬ લાગલગાટ કેટલા વખત સુધી સિદ્ધપુરુષે ઉત્પન્ન થતા રહ્યા? જવાબ –લાગલગાટ ૮ સમય સુધી ઉત્પન્ન થતા રહે તે ૯ મા સમયમાં તે વિરહ પડે જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy