SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો ( ૧૯૭ નરકમાં ૩ લેશ્યા બતાવી અને દેવતામાં ૪ લેસ્થાઓ મળે, તે આને ખુલાસો કરશે ? જવાબ:–(અ) ભગવતીજી શતક ૧ ઉદ્દેશક ૫ ના પાઠ પ્રમાણે નરકમાં કાધના ઉદયવાળા જીવ હંમેશાં હોય છે, આથી નૈરયિકમાં ક્રોધ–કષાય શાશ્વત છે, બાકીનાં ૩ કષાયના ઉદયવાળા જીવ કયારેક મળે છે અને કયારેક નહિ, પણ આટલા માટે આ ૩ કષાયવાળા જીવ નરકમાં અશાશ્વત છે. આ જ પ્રકારે દેવામાં લેભના ઉદયવાળા જીવ હંમેશાં હોય છે, બાકીનાં ૩ કષાયવાળા જીવ કયારેક મળે છે અને ક્યારેક નથી પણ મળતા. (બ) દ્રવ્ય–લેશ્યાની અપેક્ષા તે સાતમી નારકીમાં એક કૃષ્ણ—લેશ્યા જ હોય છે, પરંતુ સાતે નરકમાં મળીને કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યાઓ મળી આવે છે. ભાવ–લેશ્યાની અપેક્ષા તે દરેક નારકીમાં છ જ લેસ્થાઓ મળી શકે છે, જે સાતમી નરકના એકેન્દ્રિય જેમાં ગણીએ, તે કૃષ્ણ વગેરે ત્રણે વેશ્યાઓ છે. ભવનપતિ કે વ્યંતર દેવામાં તથા દેવલેકના એકેન્દ્રિય ની અપેક્ષા ચાલેશ્યાઓ મળે છે, પરંતુ સમુચ્ચય જેમાં તે છ જ લેશ્યાઓ હોય છે. પ્રશ્ન ૭૦૬ –સંવત્સરિના વિષયમાં શાસ્ત્રનું પ્રમાણુ બતાવશે કે તે શા માટે મનાય છે? જવાબ :–સંવત્સરિના દિવસે અધિકાશે જેને આયુષ્ય કર્મ બંધ થાય છે, આથી તે દિવસે પાપનું પ્રાયશ્ચિત કરવાનું તેમજ આત્માની વિશુદ્ધિને માટે આહાર વગેરેનો ત્યાગ કરી ધર્મની આરાધનામાં તલ્લીન રહેવું જોઈએ. આખા વરસના સંપૂર્ણ પાપનું પ્રાયશ્ચિત કરવાને માટે જ્ઞાનીઓએ ઓછામાં ઓછા એક દિવસ નક્કી કરવાનું જરૂરી માન્યું. આ કારણથી બીજા દિવસની અપેક્ષા આયુષ્ય બંધ વગેરે કારણથી તે દિવસની વિશેષ મહત્તા સમજી તે જ દિવસ નક્કી કર્યો. ઠાગ, સમવાયાંગ, કલ્પસૂત્ર અને નિશીથ વિગેરે સૂવે પ્રમાણે ઓછામાં ઓછું સંવત્સરિના દિવસે તે ચોમાસાનું નક્કી કરીને જીવ-રક્ષણ માટે ત્યાં જ રોકાઈ જવું જોઈએ. પ્રશ્ન ૭૦૭ –નિગ્રંથ સાધુને આહાર કહેવરાવવાથી નિર્જરા થાય છે કે પુણ્ય? જવાબ:ધર્મ અને નિર્ચ થનાં સ્વરૂપ ન જાણવાવાળા પણ જે શુભ ભાવથી નિર્ચને આહાર વગેરે વહાવે, તે તેને જરૂર પુણ્ય થાય છે. ધર્મનાં અભિમુખ અને સમ્યગદષ્ટિ જીવ જે નિર્ચને આહાર વગેરે વહેરાવે, તે તેને પુણ્ય અને નિર્જરા બનેય થાય છે. પ્રશ્ન ૭૦૮ –આઠ વેગ અને આઠ ઉપગ ક્યાં કયાં મળે, આને ખુલા વિસ્તારથી લખવાની કૃપા કરશો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy