SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ] સમર્થ–સમાધાન જવાબ :–બધાં ગ્રહોનાં વિમાન ચન્દ્રથી ઊંચા જ છે એવી વાત નથી, પણ રાહુ-કેતુનાં વિમાન નીચે પણ છે. તેથી પર્વરાહુના વિમાનથી ગ્રહણ થાય છે અને નિત્યરાહુનાં વિમાનથી ચન્દ્ર મંડળની હાનિ-વૃદ્ધિ દેખાય છે. પ્રશ્ન ૫૮૭:–ભગવતી શ. ૧૮ ઉદેશે ૧૦ માં કહ્યું કે મશક વાયુકાયથી સ્પેશિત છે પરંતુ વાયુકાય મશકથી સ્પેશિત નથી, આવું લખ્યું, તે આનું શું કારણ છે? .. જવાબ –મશકમાં વાયુ છે, એટલા માટે મશકને હવાથી વ્યાપ્ત બતાવી, પણ હવાની અંદર મશક ન હોવાનાં કારણે હવાને મશકથી અવ્યાપ્ત બતાવી છે. પ્રશ્ન પ૮૮–ભગવતી શ. ૧૯ ઉ. ૪ માં એકેન્દ્રિયને મહાશ્રવ, મહાવેદના, મહાકિયા અને મહાનિર્જરા વગેરે ૧૬ ભાગ લીધા, તે શું એકેન્દ્રિય જીવ પણ મહાનિર્જરા કરી શકે છે? જવાબઃ—કઈ તીવ્ર વેદના વગેરેના પ્રસંગ ઉપર શુભ અધ્યવસાયે (પરિણામ) થી કર્મોની વધારે ઉદિરણા વગેરે થઈને મહાનિ થવાની સંભાવના છે. પ્રશ્ન પ૮૯ –નિવૃત્તિને શું અર્થ છે, ભગવતી શ. ૧૯ ઉ. ૮ માં આ શબ્દ આવ્યું છે? જવાબ –કામની સમાપ્તિ ક્રિયાનાં સાધનને “કરણ” કહે છે અથવા કાર્યના પ્રારંભને કરણ અને સમાપ્તિને નિવૃત્તિ કહે છે. પ્રશ્ન ૫૯૦ –નિર્જરાના ભેદમાં બેટું ધ્યાન અને અપ્રશસ્ત મન, વચન કેમ લીધા? જવાબ –અશુભ ધ્યાનને ત્યાગવાને માટે જેવી રીતે–“અદાણિ વજિતા” આ સૂત્ર-વાકયથી આ સ્પષ્ટ સાબિત થાય છે અને અપ્રશસ્ત મન વગેરે પણ ત્યાગવાને માટે જ બતાવાયા છે. જેવી રીતે-“તહપગાર મ ણે પધારેજા” આ સૂવ વચનથી આ સાબિત થાય છે. પ્રશ્ન ૫૯૧ –અપકાયમાં ૭ બોલ હોય છે, તે શું તમસ્કાયમાં પણ ૭ બેલ હોય છે? જવાબ –તમસ્કાયને શેડો ભાગ (લગભગ) તિરછા લેકની હદ સુધી બેઈન્દ્રિય વગેરે જીવોની સંભાવના છે, આગળ નહિ. પ્રશ્ન પત્ર –ભરત વગેરે ઉત્તમ પુરુષનું બાલ્ય–વય કયારે પૂરું થાય છે અને અંગે ક્યારે જાગે છે? જવાબ:–શાસ્ત્રીય દષ્ટિએ ૧૬ વરસની ઉંમરવાળા ગચ્છમાં અગ્રેસર થઈને વિચરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy