________________
૧૪૮ ]
સમય –સમાધાન
પ્રશ્ન પર૦ઃ—ભગવતી શ. ૯ ૯ ૩૧ માં આ જ પ્રકરણમાં આગળ કહેવાયુ છે કે
44
સેણુ' પુળ્વામેવ સમ્મત્ત પડિવજ્જઈ, સમ્મત' પડિલજ્જિતા સમણુધમ્સ' રીયઇ, સમણધમ્મ રાયઇત્તા ચરિત્ત' પડિવજ્જઇ, ચરિત્ત...પડિવજ્જિત્તા લિંગ પડિવજ્જઈ, '
અહીંયા ‘લિંગ’ શબ્દનો શું અર્થ છે? શુ' દ્રવ્ય-લિગ છે કે ભાવલિગ છે ? એટલે કે વ્યક્તિ પહેલાં બાવા, જોગી વગેરે કાઈ વેશમાં હતી ? શુ' તે જૈન સાધુને વેશ (રોહરણ, મુહપત્તી વગેરે) પહેરી લે છે અથવા ભાવલિંગનું પરિવર્તન થાય છે? જો તે દ્રવ્ય-લિંગનુ પરિવર્તન કરે છે, તો શુ` કેવળજ્ઞાન થવા પહેલાં વેશપરિવર્તન કરી શકે છે. જો વેશપરિવન કરી લે છે, તે પછી બીજોને દીક્ષા કેમ નથી દેતે ? ઉપદેશ કેમ નથી દેતા ? જો ભાવ લિંગ અથ કરીએ, તે ભાવલિંગ શુ' પરિવર્તન કરે છે ?
'
જવાબ :—‹ સેણું પુળ્વામેવ....લ ગપડિવાઈ.” આમાં લિંગ શબ્દના અભિપ્રાય ભાવ ’થી છે. જે પ્રકારે તે ભાવથી ચારિત્ર સ્વીકાર કરે છે, તે જ પ્રકારે મુનિવેશ (રોહરણ, મુહપતી વગેરે) પણ ભાવથી સ્વીકાર કરે છે, એટલે કે તે પેાતાના વર્તમાન લિંગ ને હેય ( છેાઢવા ચેાગ્ય ) અને જૈન મુનિ-લિંગને (યતના વગેરેમાં સહાયક થવાથી ) ઉપાદેય ( આદરવા ચાગ્ય ) સમજે છે. આ જ દૃષ્ટિથી શાસ્ત્રમાં લિંગ-પરિવન બતાવ્યું છે. હેય—ઉપાદેયની ભાવના તેમાં ઉત્પન્ન થવાથી જ આ લિંગ પરિવર્તન બતાવવાનો સંભવ છે. તથા ભાલિગ જ્ઞાન વગેરે- જ્ઞાનાદિ ભાવસ્યા હતામેવ ભાવાત્ ” એટલે કે ખરાબ જ્ઞાન વગેરેને છોડીને સારૂં જ્ઞાન વગેરેને સ્વીકાર કરવા--ભાત્રલિંગ પરિવર્તન છે. તથા સમિતિ ગુપ્તિ વગેરેનાં પાલનને ભાવલિંગ (ચિહ્ન )ના સ્વીક:ર કર્યો-સમજવું જોઈ એ.
પ્રશ્ન પર૧ઃ—મરુદેવી માતાને કેટલા યુગલ ( જોટાં બાળકો ) ઉત્પન્ન થયાં?
જવાબ ઃ—એક જ યુગલ જનમ્યુ.--એવેા સંભવ છે.
પ્રશ્ન પ૨૨ :—મલ્લિનાથ ભગવાનને, રાત્રિએ તે બધાં કલ્પ થતાં હતાં, જે બીજા' સાધ્વીઓને થાય છે?
જવાબ ઃ—મલ્લિનાથ પ્રભુ કપાતીત હોવા છતાં પણ છદ્મસ્થેનાં વિકાર, વિચાર અને વ્યવહારની રક્ષાને માટે રાત્રિએ પુરુષોની પરિષદમાં ન રહેતાં, સાધ્વીએની પરિષદમાં રહેતા હતા. સૂત્રમાં તેમની અભ્યંતર પરિષદ સાધ્વીઓની જ બતાવી છે. એટલા માટે રાત્રિએ તેમનુ આ વિષયમાં સાધ્વીની રીત પ્રમાણે જ રહેવાનુ` સંભવ છે, ઉપરાંત તેમની વૈયાવૃત્ય પણ સાધ્વીએ જ કરતાં હતાં. બીજું કાઈ અંતર જાણવામાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org