SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૧૩૩ સહીત ૧૦૦૦ સાધુ પણ ત્યાંથી જ મોક્ષ પધાર્યા, પછી તેમનું નામ કેમ ન આવ્યું ? જવાબ:–૧૩ ઢાળને ૮ મી ઢાળમાં “થાવગ્રા સુત “સુક સેલગ આદિ” એવું કહ્યું છે. આમાં જે સુક શબ્દ છે, તે શુકદેવજી વગેરે હજારને માટે છે, આ રીતે ત્યાં ૨૫૦૦ જ બતાવ્યા છે. પ્રશ્ન ક૬૮–સલીલાવતી વિજય જમ્બુદ્વીપનાં પશ્ચિમ મહાવિદેહમાં છે, આવી ઊંડી વિજય મહાવિદેહ ધાતકી ખંડ અને પુષ્કરા દ્વીપમાં છે કે નહિ? જવાબઃ–પાંચે સલીલાવતી વિજ્યમાંથી માત્ર જમ્બુદ્વીપની સલીલાવતી વિજય જ હજાર જેજનની ઊંડી છે, બાકીની નહિ. આ ૧૯મા સમવાયાંગથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૪૬૯-ક્ષીર-સમુદ્ર, ધૃતસમુદ્ર અને વારૂણસમુદ્ર એક-એક જ છે કે વધારે છે? તે સમુદ્ર અઢી દ્વીપની બહાર નજીક છે કે દૂર? ૧૪માં નંદીશ્વર દ્વીપની આ બાજુ છે કે પેલી બાજ? જવાબઃ–વાણી (મદિરાઃદારૂ) ક્ષીર અને ધૃત જેવા રસાલા સમુદ્ર એક એક છે. આ સમુદ્ર નંદીશ્વર દ્વીપની પહેલાં છે. માત્ર ગણતરીમાં પુષ્કર ત્રીજા, વારુણી ચેથા, ક્ષીર પાંચમા અને ધૃત છઠ્ઠા છે. પ્રશ્ન ૪૭૦ –ભવનપતિદેવતા પહેલી નરકનાં ૧ લાખ ૮૦ હજાર જોજનના પીંડના પિલાણમાં રહે છે, પરંતુ ભવનપતિ દેવતા, નારકીનાં ઉપરના ભાગમાં છે કે નીચેનાં? જવાબઃ–પહેલી નરકના ૧૩ પાથડા અને ૧૨ આંતરા (થડાથી પાથડાની દુરાઈને (ધરપણું) અંતર કહે છે) છે, ૧૩ જ પાથડામાં નેરિયા છે, પરંતુ આંતરામાં નથી. ઉપરનાં બે આંતરાને છોડીને નીચેનાં ૧૦ આંતરામાં અસુકુમાર વગેરે દસ ભવનપતિ અનુક્રમથી રહે છે. પ્રશ્ન ૪૭૧ –જુભક દેવામાં આઠનાં કામ તે નામથી માલૂમ પડે છે, પરંતુ નવમા અને દસમા ભક દેવનાં નામ અને કામ શું છે? જવાબનવમા જાંભક દેવનું નામ વિદ્યા (વિજા) અને દસમાનું નામ અવ્યક્ત (અવિપત્ત) અંભક છે. ૯ વિદ્યા જાસ્મક-વિધાઓની રક્ષા કરવાવાળા દેવ. ૧૦ અવ્યક્ત જંત્મક–સામાન્ય રુપથી બધા પદાર્થોની રક્ષા કરવાવાળા દેવ, ક્યાંક કયાંક તેના સ્થાનમાં અધિપતિ જંત્મક પાઠ પણ આવે છે. પ્રશ્ન ૪૭૨ –લાકમાં ચાર સ્થાન ૪૫ લાખ જોજનનાં છે. જેમાં સિદ્ધશિલા અને અઢી દ્વીપ-આ બે થયા, બાકીનાં બે કયા છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy