SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૬ ] સમર્થ-સમાધાન અને ઉ૫ત્તિના વચ્ચમાં સમયનું અંતર ન પડે, તે પણ જીવ આહારક રહી શકે છે? અને એક જ સમયમાં મરણ ઉત્પન્ન થવાનું સિદ્ધાંતથી વિરૂદ્ધ તે નહિ હોય ? જવાબ –જે જવ, પ્રથમ સમયમાં જુગતિથી ઉત્પન્ન થઈને આહાર લઈ લે છે, તે વચમાં અનાહારક નથી થતા. તે આહારક જ રહે છે અને જે બીજા વગેરે સમયમાં આહાર લે છે, તે વિશ્વમાં અનાહારક થાય છે. શ્રી ભગવતી સૂત્ર શ. ૭ ઉ. ૧ નાં પઢમ સમય સિય આહારએ સિય અણુહારએ” વગેરે પાઠ જેવાથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે. તથા જે જીવ ઈલિકા–ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે પહેલાં આહાર લઈને પછી ઉત્પન્ન થાય છે અને જે દડા ગતિથી ઉત્પત્તિ સ્થાનમાં જાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર લે છે. આ જાતની ઉત્પત્તિમાં પણ જે પ્રથમ સમય આહાર લે છે, તે જ આહાર કરીને આહારક રહી શકે છે. વચ્ચમાં અનાહારક નથી રહેતા. આ વાત ભગવતી સૂત્રનાં શ. ૧૭ ઉ. ૬ થી ૧૧ અને શ. ૨૦ નાં ઉ. ૬ને જોવાથી સ્પષ્ટ થઈ જાશે | (જીવ પિતે તે એક સમયમાં બે ક્રિયા નથી કરી શકતા, પરંતુ કર્મ પ્રેરિત બે કિયા થાય, તે તેમાં આશ્ચર્યની શું વાત છે? એમ તે જવને પ્રતિ-સમય ભિન્ન પ્રકૃતિનાં સાત કે આઠ કર્મ બંધાતા જ રહે છે.) પ્રશ્ન ૪૫૪ –અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંતમુહર્તાના આયુષ્ય વાળા તિર્યંચ મરીને કઈ નરકમાં જાય છે અને અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના પર્યાપ્તાની હોય છે કે નહિ? જવાબ:–અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંત મુહૂર્તનાં આયુષ્યવાળા તિર્યંચ મરીને ૭ મી નરક સુધી જઈ શકે છે. તિર્યંચનાં પર્યાપ્તાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની પણ હોઈ શકે છે. તિર્યંચમાં તે આવા જીવ પણ હોય છે, જેનું આયુષ્ય તે કરડ પૂર્વનું હોય છે, પરંતુ અવગાહના તે અંત સુધી અંગુલના અસંખ્યાતમા ભાગની જ રહે છે. આ વાત ભગવતી શ. ૨૪ ઉ. ૧ થી સાબિત છે. પ્રશ્ન ૪૫૫ –સમ્યગૃષ્ટિ મનુષ્ય અને તિર્યંચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં મનુષ્યના આયુષ્યને બંધ કરે કે નહિ? જવાબ-સમ્યગદષ્ટિ મનુષ્ય અને તિર્યંચ, સમ્યગદષ્ટિ અવસ્થામાં એક વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, આના સિવાય બીજું કોઈ આયુષ્ય નથી બાંધતા, આ વાત અનેક શાસ્ત્રીય પ્રમાણેથી સાબિત છે. પ્રશ્ન ૪૫૬ –ધન, સંપત્તિ વગેરે અનુકૂળ સામગ્રીનું પ્રાપ્ત થવું પુણ્યનું ફળ અને તેને વિયેગ થે, ગરીબાઈ, વિષમતા વગેરે દુઃખ પાપનું ફળ છે. આવી માન્યતા બરાબર છે ? અને આને માટે શાસ્ત્રીય આધાર છે શું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy