SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે જવાબ :–ખાટાં હોવા છતાં પણ આંબળામાં કંઈક મધુરતા હોય છે. આંબળા ત્રણ પ્રકારનાં હોય છે. તેમાં ખીર” જાતિનાં આંબળા હોય છે. તે બીજા આંબળાની તુલનામાં વધારે મધુર હોય છે. પ્રશ્ન ૩૬૭૪–સ્થાનાંગના ચેથા સ્થાનમાં અનંતાનુબંધી વગેરે ચારેય કષાયમાં કમથી નરક વગેરેને બંધ બતાવ્યું છે અને ત્રીજા કર્મ ગ્રંથમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ચતુષ્કમાં એક એક ચતુષ્કમાં ચારે આયુષ્યનાં બંધ થવાનું બતાવાયેલું છે. આને મેળ કેવી રીતે હશે? જવાબ :–સ્થાનાંગ ૪ માં અનંતાનુબંધી વગેરે ચારે કષાયમાં કમથી નરક વગેરે ચારે આયુને બંધ નથી બતાવ્યું, પરંતુ ત્યાં તે અનંતાનું બંધી વગેરે ચારેયના ઉદયમાં ક્રમથી નરક વગેરે ચારેયમાં ગમન કરે છે–એવું બતાવ્યું છે. જેમકે- “અણપૂવિટે જીવે કાલે કરેઈ” એટલે કે તેમાં પ્રવેશેલે જવ કાળ કરે, તે એવું બતાવ્યું છે. આ પાઠથી નરક વગેરેનાં આયુનાં બંધ ન સમજતાં તેનાં ઉદયમાં જીવનું નરક વગેરેમાં જાવાનું સમજાય છે. તેમજ આ પણ ધ્યાનમાં રાખવું કે જ્યાં સુધી જીવનાં અનંતાનુબંધી કષાય રહેશે, ત્યાં સુધી ૧૬ જ કષાય રહેશે. ઉદય તે સેળમાંથી કોઈ પણ એક કષાયને જ રહેશે અને તે ઉદય પણ અંતમુહૂર્તથી વધુ નહિ રહે. કેમકે ૧૬ માંથી કોઈ પણ કષાયની ઉદય સ્થિતિ અંતમુહૂર્તથી વધારે નથી, અને પરિવર્તિત રૂપથી તે સેળ જ કષાય ચોથા ઠાણ કે ચૌદમ પદના હિસાબથી ૨૪ જ દંડમાં બતાવી છે. જેમકે-ચઉવિહે કે પણુત્તે તંજહા અણુતાણુબંધી કહે, અપચ્ચકખાણે કેડે, પશ્ચકખાણુનરણે કોઠે, સંવજલણણે કેહે, એવં શેરઈયાણું જાવ માણિયાણું ૨૪ એવં જાવ લોભે માણિયાણું ૨૪” તથા કર્મગ્રંથમાં પણ પ્રથમ ગુણસ્થાનમાં ૧૧૭ પ્રકૃતિને ઉદય બતાવ્યા છે. તેમાં પણ પહેલા ગુણસ્થાનમાં ૧૬ જ કષાયનો ઉદય સાબિત થાય છે. એથી અનંતાનુબંધી રહે ત્યાં સુધી ૧૬ અને અનંતાનુબંધી નાશ પામ્યા બાદ પ્રત્યાખ્યાની રહે ત્યાં સુધી આઠ કષાયની પ્રકૃતિને ઉદય પરિવર્તીત રૂપથી રહે છે. એથી અનંતાનુબંધી છુટવ્યા વિના, પ્રત્યેક કષાયના ઉદયમાં જીવ, નરક વગેરે ચારમાંથી કોઈ પણ આયુને બંધ સંગ મેળવીને કરી શકે છે. અભવ્ય જીવ, ચારે ગતિનાં આયુષ્ય બાંધે છે, પરંતુ તેનાં અનંતાનુબંધી તે છુટતા જ નથી, આ જ પ્રકારે ભવ્ય મિથ્યાત્વી પણ પ્રત્યેક કષાયના ઉદયમાં ચારે ગતિનાં આયુષ્ય બાંધી શકે છે. અનંતાનુબંધીને સર્વથા ક્ષય (ક્ષાયિક સમકિત) થયા પછી તો કર્મભૂમિને મનુષ્ય કઈ પણ ગતિનું આયુષ્ય નથી બાંધતો. બાકી અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાયને ક્ષય થયા પછી તે આયુષ્ય સર્વથા બાંધતા જ નથી. તથા જે કષાયમાં આયુ બાંધે, તે જ કષાયમાં મૃત્યુ થાય, તે પણ કોઈ ખાસ નિયમ નથી. આ પ્રકારે ચારે ચતુષ્કમાં ચારેય પ્રકારનાં આયુષ્યનાં બંધ હોવા છતાં પણ સ્થાનાંગે કહેલી વાતમાં કોઈ અડચણ નથી આવતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy