SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે [ ૮૫ પ્રશ્ન ૩૬ –-પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવક જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ ૧૫ ભવમાં મોક્ષ જાય છે, તે શું વચમાં કેઈક વખત મિથ્યાત્વમાં ચાલ્યા જાય તે પણ આમ જ માનવું જોઈએ? જવાબ –આ નિયમ મિથ્યાત્વમાં જવા વાળાઓને માટે નથી. અન–આરાધકને માટે ભવેની નિયમિતતા નથી, તે વધારેમાં વધારે કંઈક ઓછું અર્ધ પુદ્ગલ-પરાવર્તન (અનંતભવ) પણ કરી શકે છે અને ફરી મિથ્યાત્વ છૂટીને સમ્યકત્વ પ્રાપ્ત કરી લે તો, આરાધક થઈને, તરત જ મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન ૩૩૭ –ગુણસ્થાન ૮, ૯ અને ૧૦ ના વિષયમાં કહ્યું છે કેનવકારસીથી માંડીને વરસીતપને સારૂં સમજે અને શક્તિ પ્રમાણે કરે ? તે પ્રશ્ન એ છે કે આ ગુણસ્થાની સ્થિતિ તે થેડી છે, પછી તપ કેવી રીતે કરે ? જવાબ: –જેમાં નવકારસીથી માંડીને વરસીતપમાંથી કઈ તપ ચાલુ હોય, તે તપ ચાલુ રહેતાં તે જીવ, શ્રેણી ચઢતાં ૮ કે ૯ માં અને ૧૦ માં ગુણસ્થાનમાં ચાલ્યો જાય, ત્યારે તેનું તે જ તપ ગણાશે–ભલેને સ્થિતિ ઓછી હોય. જેવી રીતે કેઈએ માસખમણ કર્યું હોય, પરંતુ તે મુહૂર્ત પછી કે પ્રહર અથવા એક બે દિવસની પછી કાળ કરી જાય, તે ભાવ અપેક્ષાએ માસિક તપ થવાનું મનાય છે, એ જ રીતે અહીંયા પણ સમજવું. પ્રશ્ન ૩૩૮૪–મિથ્યદૃષ્ટિની આગત ઉદની કે ૩૭૧ ની? જવાબ:-૩૭૧ ની હોઈ શકે છે. આમાં પાંચ ભેદ અનુત્તર વિમાનનાં પણ લીધેલાં છે, હજીસુધી અનુત્તર વિમાનમાં કઈ પણ દેવ મિથ્યા દ્રષ્ટિ નથી હતા, તે પણ ત્યાંથી નીકળીને મનુષ્ય થયા બાદ, તેમનામાંથી કઈ છેડા સમયને માટે મિથ્યાત્વમાં ચાલ્યા જાય, તે આ અસંભવિત નથી. પ્રશ્ન ૩૩૯-અભિનિવેશિક મિત્વનું સ્વરૂપ શું? જવાબ :–અતત્વ આગ્રહ, યથાર્થ જાણતા હોવા છતાં પણ ખોટા આગ્રહને વશ થઈને પકડી રાખેલા અસત્ આગ્રહને ન છોડે-સત્યનો સ્વીકાર ન કરે. પ્રશ્ન ૩૪૦ –રસનેન્દ્રિયનો વિષય કઈ રીતે સમજે? જવાબ –હુકકાની નળી બહુ લાંબી પણ હોય છે, પરંતુ તેમાંથી થઈને પણ તમાકુ વગેરેનો રસ આવી શકે છે, આ રીતે સમજે જોઈએ. પ્રશ્ન ૩૪૧ –નારક અને દેવભૂમિનાં રંગ ગંધ વગેરે અહીંયાના કયા આરાના રંગ ગંધ વગેરેનાં સમાન સમજવા જોઈએ? જવાબ તેમના રંગ વગેરેને અહીંયાના રંગ વગેરે સાથે મેળ નથી મળતું, કેમકે નચ્છ ભૂમિનાં રંગ વગેરે તે અહીંયાના દુષમાદષમ આરાથી પણ વધુ અનિછ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy