________________
અજિતસ્વામી તીથંકરનું ચરિત
૧
ખળી જાઓ' એમ કહીને તેને ખેરના અંગારાથી ભરેલી યજ્ઞવેદિકામાં ફેંકયા. તરત જ હાહારવ શબ્દ–ગર્ભિત કેાલાહુલ ઉછળ્યે કે, અરે! આ અનાર્ય પોતાના પુત્રને ખાળી નાખ્યા, બાળી નાખ્યા.’ એમ ખેલતી બ્રાહ્મણાની પદા ક્ષેાભ પામી. આ સમયે નજીકમાં રહેલ કોઈ વાણવ્યંતર દેવતાએ સમ્યક્ત્વના પ્રભાવથી આકર્ષિત થઈ કરકમલ-સંપુટમાં ઝીલી લઈ ને તથા અગ્નિની ઉષ્ણતા દૂર કરીને પુત્રનું રક્ષણ કર્યું. આ વ્યંતરીએ પૂર્વભવમાં સાધુપણાની વિરાધના કરેલી હાવાથી હલકા દેવલાકમાં ઉત્પન્ન થઈ હતી, એટલે કેવલી ભગવંતને પેાતાના સુલભ એધિપણા માટે પ્રશ્ન કર્યા, તેના પ્રત્યુત્તરમાં કેવલી ભગવ ંતે કહ્યું કે, તારે સમ્યક્ત્વના પ્રભાવ વધે તેવા ઉદ્યમ કરતા રહેવુ" તે કારણે સમ્યક્ત્વના પ્રભાવ વધારવામાં પ્રયત્નવાળી તે દેવી અવધિજ્ઞાનથી આ વૃત્તાન્ત જાણીને ત્યાં નજીક આવીને રહેલી હતી. તે દેવીએ તે દંપતીના પુત્રનું રક્ષણ કર્યું", સમ્યક્ત્વના પ્રભાવ પ્રગટ કર્યાં. આ આશ્ચય દેખીને વિસ્મયથી પ્રફુલ્લિત ખનેલા નેત્રવાળા બ્રાહ્મણ-સમુદાય શાંત થયા. બ્રાહ્મણીએ પતિને કહ્યું કે, આ કાર્ય તમે ઠીક ન કર્યું, કદાચ દેવતાનું સાંનિધ્ય ન હેાત અને પુત્ર ખળીને મૃત્યુ પામ્યા હોત તેા શું જિનર્દેશિત ધર્મનું અસ્તિત્વ મળી જતે ખરૂં ? તે આવા ખાલકના સરખા વર્તનથી શે લાભ ?’ એમ કહીને લેાકસમૂહ તથા પતિને સમ્યક્ત્વમાં સ્થિર કરવા માટે આ બ્રાહ્મણી તેમને લઈ ને મારી પાસે આવી છે. હે દેવાનુપ્રિયા ! બ્રાહ્મણે આ પ્રમાણે પૂછ્યું અને મેં પણ સમ્યક્ત્વને પ્રભાવ જણાવ્યા. આ સાંભળીને તેનું સમ્યક્ત્વ સ્થિર થયું તથા પદામાંથી કેટલાકાએ તેના સ્વીકાર કર્યાં, અજિતનાથ ભગવંત પણ વિધિપૂર્વક પૂર્વાંગન્યૂન પૂર્વ લક્ષ ચારિત્રપર્યાય પાળીને તેમાં ખારવર્ષ ન્યૂન વલિ-પર્યાય પાળીને સમ્મેતપર્વતના શિખર ઉપર ગયા. ત્યાં ચાર હજાર સાધુઓના પરિવાર સાથે એક માસનુ પાદપાપગમન અનશન કરીને, ભવપગ્રાહી કમે ખપાવીને સિદ્ધિગતિ પામ્યા.
ચાપન્ન મહાપુરુષ–ચરિતમાં ત્રીજા મહાપુરુષ અજિતસ્વામી તીર્થંકરનુ` ચરિત્ર પૂર્ણ થયું. [૩]
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org