________________
(૪) સગર ચક્રવર્તીનું ચરિત્ર દૈવયોગે ચંદ્ર પણ ખંડિત થાય છે. સૂર્યને પણ અસ્ત થાય છે. હતભાગી દૈવપરિણતિને કારણે કાળ કેને કેળી નથી કરતે? એક એક મનુષ્યને ઉંચતા ઉંચતા ખેદ પામેલો દુર્જન યમરાજા અગ્નિની જેમ એકીસાથે કાગવડે કરીને લઈ જવા તૈયાર થયે.
જંબુદ્વિપ નામના આ જ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં વિવિધ વર્ણના રસમૂહવાળાં ભવને વડે ઉજ્જવલ સજજનપુરુષના હૃદયની જેમ ઊંચા કિલ્લાવાળી, મહિલાના મનની માફક ઊંડી ખાઈઓથી પરિવરેલી “અધ્યા” નામની નગરી હતી.
આ નગરીમાં આ એક જ દેષ અથવા ગુણ જ છે કે, જે વસ્તુ જ્યાં અથવા ત્યાં છે અથવા જેવી રીતે છે, તે તેવી રીતે જ છે. સદા દિવસે પસાર થાય છે. તે નગરીમાં સમગ્ર રાજાઓના મુગુટમણિના ઘસારાથી લીસા બનેલા પાદપીઠવાળે, ઉન્મત્ત શત્રુઓને તાબે કરનાર, કામિનીના કટાક્ષ ફેંકવાનું લક્ષ્ય બનેલે, સમગ્ર ગુણેને આધાર, દાક્ષિણ્યનિધિ, દાન આપવાના સ્વભાવવાળે; ધર્મની રુચિવાળો, સર્વ શાસ્ત્રને અભ્યાસી, સર્વ કલાઓમાં નિષ્ણાત, આચારનું કુલગૃહ, વિનયનું સ્થાન, મર્યાદા રાખનાર, વિચક્ષણ, કરેલા ગુણને જાણકાર; સર્વને મિત્ર એ સુમિત્ર નામનો રાજા હતા. તે રાજાને સમગ્ર સુરાસુરની અને વિદ્યાધરની સુંદરીના સરખા રૂપ, ગુણ, અને શીલવાળી વિજયવતી નામની ભાર્યા હતી. તેની સાથે ભેગ ભેગવતાં કેટલેક કાળ પસાર થશે. કેઈક સમયે રાત્રિના છેલ્લા પહોરમાં વિજયવતી રાણીએ વદન દ્વારા ઉદરમાં પ્રવેશ કરતા સિંહકિશોરને દેખે. ક્ષેભથી ભય પામી કંપતા શરીરવાળી શયનમાંથી ઊભી થઈ. પતિએ પૂછયું કે, “હે સુંદરી! આટલી વહેલી કેમ જાગી? અને કઠોર પવનથી ઉંચી નીચી થતી દીપશિખાની માફક ધ્રુજતી તું દિશાઓ તરફ નજર કેમ કરે છે? ત્યારે તેણે જોયેલ સ્વપ્નનો યથાર્થ વૃત્તાન્ત પતિને નિવેદન કર્યો. તેણે પણ કહ્યું, “હે સુંદર ! તું સ્વસ્થ થા, મદોન્મત્ત શત્રુરૂપી હાથીનાં કુંભસ્થળ વિદારણ કરવામાં સમર્થ, પુરુષમાં સિંહ સમાન પુત્ર તને પ્રાપ્ત થશે. પતિના વચનથી આશ્વાસન પામેલી અને પુત્રલાભથી આનંદિત થયેલી તે ગર્ભનું પાલન કરતી હતી. નવ મહિના અને સાડાઆઠ રાત્રિ દિવસ પૂર્ણ થયા, ત્યારે તેણે સકલ લક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપે. રાજાએ ત્રણે ભુવનમાં આશ્ચર્યકારી વધામણાં કરાવ્યાં. પુત્રનું “સગર' એવું નામ પાડ્યું. પાંચ ધાવમાતાથી લાલન-પાલન કરાતે વૃદ્ધિ પામ્યો, એટલે કલાચાર્ય પાસે કળાએ ગ્રહણ કરવા માટે સેં. સમગ્ર કળાઓ અને શાસ્ત્રોના અર્થો ગ્રહણ કર્યા પછી અનંગવતી વગેરે આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. સુમિત્ર રાજાએ સગર પુત્રનો રાજ્યાભિષેક કરીને પરલેક-હિત સાધનાર ધર્માનુષ્ઠાનનું સેવન કર્યું. આયુધશાળામાં હજાર યક્ષેથી અધિષ્ઠિત ચક્રરત્ન પ્રગટ થયું. સગર રાજાને તેની વધામણી આપી. તેણે પણ તેને આઠ દિવસને મહોત્સવ કર્યો. કમસર ચૌદ રને પણ ઉત્પન્ન થયાં. તેમાં રને એકેન્દ્રિય છે, તે આ પ્રમાણે ચક્ર, છત્ર, ચર્મરત્ન, મણિરત્ન, કાકિણિરત્ન, અગરત્ન અને દંડન. સાત રત્ન પચેન્દ્રિય છે, તે આ પ્રમાણેઅશ્વરત્ન, હસ્તિરત્ન, સેનાપતિરત્ન, ગૃહપતિરત્ન, યુરેડિતરત્ન, વર્ધકિરત્ન અને સ્ત્રીરત્ન. ભરત ચક્રવતીના ચરિત્રમાં કહેલા ક્રમે બત્રીસ હજાર વર્ષે ભરતક્ષેત્ર સ્વાધીન કર્યું. નવ નિધિઓ ઉત્પન્ન થયા. રાજ્યાભિષેક મહોત્સવ પ્રવર્તાવ્યું. બત્રીસ હજાર રાજાઓ અને ચેસઠ હજાર સ્ત્રીઓ તેમની સેવા કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org