________________
ચપન્ન મહાપુરુષોનાં ચરિત કાર્યની સિદ્ધિ થાય છે. દેવતાના આયુષ્યનો બંધ પડે છે, દેવતાઓ સાંનિધ્ય કરે છે. પરંપરાએ સિદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે. આ સાંભળી બ્રાહ્મણે કહ્યું, “હે ભગવંત! એમ જ છે, એમાં શંકા નથી.” એમ બેલી બ્રાહ્મણ મૌન રહ્યો. આ સમયે બાકીના લોકોને પ્રતિબંધ કરવા માટે ગણધર ભગવંતે પ્રભુને પૂછ્યું કે, “આણે શી હકીક્ત પૂછી? અને ભગવંતે શે જવાબ આપે?” ત્યારે ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! સાંભળ! અહીંથી બહુ દૂર નહિ એવું શાલિગ્રામ નામનું નગર છે. ત્યાં દાદર નામને બ્રાહ્મણ વસે છે. તેની પત્ની સેમા નામની છે. તેમને મુગ્ધભટ્ટ નામને પુત્ર છે. સિદ્ધભટ્ટની સુલક્ષણા નામની પુત્રી સાથે તેને વિવાહ થયે. બન્ને યૌવનવય પામ્યા, પિતાને અનુરૂપ ભેગે જોગવતા હતા. વખત જતાં તેમના માતાપિતા મૃત્યુ પામ્યા. પિતાને વારસામાં મળેલ વૈભવ ધીમે ધીમે ક્ષય પામે. પિતે આ કલેશ સહન કરી શકતું નથી, ભેજન–પ્રાપ્તિ પણ મુશ્કેલીથી થાય છે. આ પ્રમાણે પિતાનું સીદાતું ઘર દેખીને વૈરાગ્ય પામેલે તે બ્રાહ્મણ સહવાસ પરાભવને નહિ સહિત પત્નીને કહ્યા વગર દેશાંતરમાં ગયે. લેકની કાન-પરંપરાથી આ વાત સુલક્ષણાના જાણવામાં આવી.
પતિના પરદેશગમનના કારણે બ્રાહ્મણ અત્યંત શેકપૂર્ણ હૃદયવાળી વૈરાગ્યમાર્ગ પામેલી સંસારવાસથી કંટાળેલી રહેલી હતી. તે દરમ્યાન તેના પુણ્યપ્રભાવથી જ હોય તેમ અનેક સાધ્વીઓના પરિવારવાળી વિપુલા નામની મુખ્ય ગણિની સાધ્વી ચાતુર્માસ રહેવા માટે તેના ઘરની વસતિ માગીને રહેલાં છે. સુલક્ષણુ નિરંતર ધર્મદેશના શ્રવણ કરવાના યોગે મિથ્યાત્વપડેલ દૂર કરીને સમ્યકત્વ પામી. જીવાદિક પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજાયું. સંસાર-સમુદ્રને પાર પમાડવા સમર્થ જિનેપદિષ્ટ ધર્મ તેણે સ્વીકાર્યો. કષાયને ઉપશમ થયે. વિષયને વૈરાગ્ય ઉત્પન્ન થયા. જન્મ-મરણની પરંપરાથી કંટાળી તે જીવ પ્રત્યે અનુકંપાવાળી થઈ, પરલેક સુધારવાના નિશ્ચયવાળી બની. નિરંતર સાધ્વીઓની સેવા કરવામાં તત્પર બની. તેને ચાર માસ પૂર્ણ થયા. આણુવ્રત આપીને સાધ્વીજી વિહાર કરી ગયાં.
ઉપાર્જન કરીને તેનો ભર્તાર સ્વદેશમાં પાછા આવ્યું. યચિત સત્કાર કર્યો. પતિએ પૂછયું, “હે સુંદરિ! મારા વિયેગમાં તું કેવી રીતે રહી હતી ?” પત્નીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે પ્રિયતમ! તમારા વિરહમાં પીડાતી હતી, ત્યારે સાધ્વીજી સપરિવાર અહીં પધાર્યા હતાં. તેમનાં દર્શનથી તમારા વિરહનું દુઃખ વિસરાઈ ગયું. આ જન્મના ફલરૂપ સમ્યકત્વ-રત્ન મેળવ્યું. તેણે પૂછયું કે, “સમ્યકત્વ રત્ન કેવું હોય?” પત્નીએ પણ જિનેપદિષ્ટ ધર્મ કહ્યો. પુણ્યના પ્રભાવથી તેને પણ તે સમજાયે, એટલે તેણે પણ સમ્યક્ત્વરત્ન મેળવ્યું. કાલક્રમે તેમને પુત્ર ઉત્પન્ન થયે. લેકે વાત કરવા લાગ્યા કે, “આ શ્રાવ થયા અને પોતાની કુલપરંપરાથી આવેલા ધર્મને ત્યાગ કર્યો.”
કેઈક સમયે મુગ્ધભટ્ટ પુત્રને સાથે લઈને શિયાળાની ઠંડીમાં સવારે બ્રાહ્મણની પર્ષદાવાળી ધર્માગ્નિવાળી ભૂમિમાં ગયે. ત્યારે તેઓએ તેને બોલાવીને કહ્યું કે, “તું શ્રાવક બન્યું હોવાથી અમારી પાસે તારું સ્થાન નથી' એમ કહીને તેઓ યજ્ઞવેદિકાને વીટળાઈને ઊભા રહ્યા, અને તેઓએ તેનું હાસ્ય કર્યું. એ સમયે મુગ્ધભટ્ટને મનમાં ક્રોધ આવ્યું, પણ તેથી પરાભવ ન પામતાં “જે જિનકથિત ધર્મ સંસારસાગર પાર પમાડવા સમર્થ ન હોય, અરિહંત સર્વજ્ઞ તીર્થકર ન હય, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ ન હોય, જગતમાં સમ્યકત્વ એ પદાર્થ ન હોય, તે આ મારે પુત્ર અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org