________________
ભરત ચક્રવતીએ સ્વાધીન કરેલા છખંડે વાળી પૂજા કરી. તે પછી ચક્રના માર્ગને અનુસરતા ભરતરાજા વરદામ નામના સમુદ્રના દક્ષિણ તરફના તીર્થે ગયા. ત્યાં પણ તે જ ક્રમે વરદામતીર્થના અધિપતિએ પત્નદાન વગેરેથી પૂજા કરી. ફરી પણ પશ્ચિમદિશા તરફના પ્રભાસતીર્થમાં ગયા, ત્યાં પણ તે જ કમથી પશ્ચિમ સમુદ્રના અધિપતિએ તેની પૂજા કરી.
સિંધુરાજાએ અનેક સેના અને રત્નો સહિત આપેલી સિન્ધદેવી કન્યા સાથે લગ્ન કરીને ફરી વૈતાદ્યપર્વત કુમાર દેવને વશ કરીને સુષેણ સેનાપતિએ ચર્મરત્નના પ્રયોગ વડે સૈન્ય અને વાહનોને ત્યાંથી ઉતારીને સિધુના નિષ્કટને સાધ્યા. ત્યાર પછી તમિસા ગુફામાં કિરિમાલ યક્ષની અનુમતિથી દંડરત્ન વડે તમિજા ગુફાના મુખને ઉઘાડીને કાકિણી રત્નવડે મધ્યાહ્નના સૂર્ય સરખા અંધકારને નાશ કરવા સમર્થ એવાં ઓગણપચાસ માંડલાં આલેખીને ઉન્મગ્નગા, નિમગ્નગા નદીઓનું ઉલ્લંઘન કરી ભરતક્ષેત્રના ઉત્તરખંડને જિતવા માટે ભરત મહારાજાએ પ્રવેશ કર્યો. ભીલ સાથે યુદ્ધ પ્રવત્યું.તેઓ હાર્યા એટલે મેઘકુમાર દેવની આરાધના કરી. સાંબેલા સરખી જાડી ધારાથી મેએ વરસવાનું શરૂ કર્યું. ભરત ચક્રવર્તીએ નીચે ચર્મરત્ન અને પર છત્રરત્ન તે બેની વચ્ચે સૈન્યનેસ્થાપન કર્યું. ત્યાં શાલિનામના ચેખા સવારે વાવેલા હોય, તે પાછલા પહોરમાં પાકીને તૈયાર થાય છે એ પ્રમાણે તેને ખોરાક આપે. ત્યારપછી આમિગિક દેવોએ મેઘમુખ દેને સમજાવ્યા. તેમના વચનથી ભિલ્લે આધીન થયા. સેનાપતિએ ઉત્તરસિધુનો નિષ્ફટ સાથે. ત્યાર પછી નાના હિમવંત પર્વત ઉપર બોરોર વેજને બાણ ફેંકર્યું. એટલે બાણમાં લખેલું નામ દેખવાથી શાન્ત થયેલા નાના હિમવાન ગિરિકુમાર નામના દેવે આવીને રને અર્પણ કર્યા. ફરી ભરતરાજાએ પિતાનું નામ લખેલ બાણ રાષભકૂટમાં ફેંકયું. સુષેણ સેનાપતિએ ગંગાનદીના નિકૂટ પાર કરાવ્યાં. ત્યાર પછી ભરતાધિપે ગંગાના કાંઠા પર છાવણું નાખીને ગંગાદેવીની સાથે ભેગ ભેગવતાં હજાર વર્ષ પસાર કર્યા. ત્યાર પછી નમિ અને વિનમિ સાથે બાર વર્ષ યુદ્ધ પ્રવર્લ્ડ. હારેલા વિનમિએ સ્ત્રીરત્ન અને નમિએ વિવિધ પ્રકારનાં રત્નનાં ભેણાં કર્યા. ત્યારપછી ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટ્યમાલ નામના યક્ષને સ્વાધીન કર્યો. ખંડપ્રપાતા ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે સૈન્ય વડે ગંગા નદીના કાંઠાના પ્રદેશ પર આક્રમણ કરતાં નાગકુમાર દેથી અધિષ્ઠિત નવ મહાનિધાનો હાજર થયાં. તે આ પ્રમાણે–૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ કાલ, ૪ મહાકાલ, ૫ માણવ, ૬ શંખ, ૭ સર્વરન ૮, મહાપદ્મ અને ૯ પિંગલ. આ નવે નાગકુમારેએ આવીને ભરત મહારાજાને કહ્યું કે,–“હે મહાસત્ત્વશાલી ! તમારા પુણ્યથી આકર્ષાઈને ગંગાના મુખમાં રહેલા માગધતીર્થમાં વાસ કરનારા અમે આપની સેવામાં હાજર થયા છીએ. માટે હે ભાગ્યશાળી ! અક્ષયનિધિવાળા અમને પ્રાપ્ત કરીને સ્વસ્થ હૃદયથી ઈચ્છા પ્રમાણે દાન આપે કીડા કરે અને તેનો ભેગવટો કરે. ફરી સેનાપતિએ દક્ષિણ ગંગાનિકટમાં સૈન્ય ઉતાર્યું. આ કમથી ભરત મહારાજાએ સાઠ હજાર વર્ષે છ ખંડ સ્વાધીન કર્યા. અને મોટા પરિવાર સહિત આડંબરપૂર્વક વિનીતાનગરીએ પહોંચ્યા. બાર વરસ સુધી રાજ્યાભિષેક ચાલે. પછી તપાસ કરી કે, કયા મારા ભાઈઓ નથી આવ્યા ? વળી ફિક્કા અને દુર્બળદેડવાળી સુંદરી ભગિનીને જોઈ. આવા પ્રકારની દેખીને સેવકને પૂછયું કે, “આવી અવસ્થા કેમ થઈ?? સેવકે કહ્યુંહે દેવ! આયંબિલેથી. આ સાંભળી રાગ ઓરસરી ગયે, રજા આપી એટલે ભગવંતની પાસે જઈને સુંદરીએ દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org