________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ભરત–બાહુબલીનું યુદ્ધ
મહારાજ્યાભિષેક પૂર્ણ થયે એટલે ભરત મહારાજાએ અઠ્ઠાણું ભાઈઓ પાસે ડૂત મેકલ્યા અને કહેરાવ્યું કે- જો તમે રાજ્યલક્ષ્મીને ઈચ્છતા હે, તે મારી આજ્ઞાને અનુસરનારા થાઓ અને પિતાજી તરફ બહુ આદરવાળા થયા છે, તે તેમના માર્ગે જાવ. ભરતને આ સંદેશે સાંભળીને સર્વે ભાઈઓ તીર્થંકર પાસે ગયા. ઋષભસ્વામી ભગવંતે પણ સમ્યક પ્રકારે પ્રતિબંધ આપીને પ્રતિધ્યા અને દીક્ષા આપી. ફરી પણ ભરત મહારાજા મંત્રીની સાથે મંત્રણ કરવા લાગ્યા કે ભરતખંડ સ્વાધીન કર્યો, શત્રુઓને નિર્મૂળ કર્યા, જગમાં આજ્ઞા ફેલાવી, હવે મારે જે કરવાનું હોય તે કહે કે, “હવે શું સાધવાનું બાકી રહેલું છે?” આ સમયે યોગ્ય અવસર પ્રાપ્ત થવાથી સુબુદ્ધિમંત્રીએ કહ્યું,-“ એ વાત બરાબર છે, પરંતુ ઉપઘાતથી ઉત્પન્ન થનાર વેર અને ઉપકાર કરનાર હંમેશા બંધુ થાય છે, કારણ કે મિત્ર અને શત્રુપણાની અવસ્થા કાર્યની અપેક્ષાએ થાય છે. માટે હે દેવ! મહાપરાક્રમવાળે પિતાના બળના ગર્વથી સમગ્ર શૂરવીર પુરુષને તિરસ્કાર કરતા આ બાહુબલીભાઈ તમારી સાથે શું બંધુપણાને કે બીજા પ્રકારને નેહ રાખે છે ? તેમાં જે બંધુપણાને સંબંધ રાખતા હોય તે સુંદર છે, પરંતુ જે તેનાથી ભિન્ન–શત્રુપણને સંબંધ રાખતા હોય તે ભરતખંડને જિત્યે કેમ ગણાય ? શત્રુને નાશ કરેલે કેવી રીતે કહેવાય ? અખલિત આજ્ઞા પણ કેવી રીતે મનાય ? તેના વર્તનથી મને માટે સંદેહ ઉત્પન્ન થાય છે, તે વિચાર કરીને દેવે આજ્ઞા જણાવવી.” ભરતે કહ્યું, “તારા મનનો અભિપ્રાય સમજી ગયું છું, માટે તેની પાસે આજે જ દૂત મેકલીને તેના વ્યવસાયને નિવેડે લાવીએ.” એમ કહીને સુવેગ નામના દૂતને બેલાવ્યું. તેને બરાબર સમજણ આપીને બાહબલી પાસે મોકલ્યા. ત્યાર પછી તે ગામ, ખાણ, જંગલ, ખેડ, મડબ આદિનું લંઘન કરી તક્ષશિલા નગરીએ ગયે. અનુક્રમે બાહુબલીના ભવનના દ્વારે પહોંચે. મોટા પ્રતિહારી છડીદારથી સમાચાર જણાવીને સભામંડપમાં પ્રવેશ કર્યો. બાહુબલી રાજાના પગમાં પડીને ઊભે થયે એટલે રાજાએ બતાવેલ યથા યોગ્ય આસન ઉપર બેઠે. દૂત સાથે વાર્તાલાપ
ડીવાર પછી બાહુબલીએ પૂછ્યું કે “જેના કુશલથી સમગ્ર જીવલેકનું કુશલ હોય એવા મહાયશવાળા મારા બંધુનું નિરંતર કુશલ વતે છે ? જે બીજા રાજ્યોને જિતને એક છત્રછાયામાં રહીને શેભતી રાજ્યલક્ષમી કેઈએ પણ મલિન કર્યા વગરની તેવી જ ધારણ કરે છે ને ? ચાર સમુદ્રરૂપ કંદોરાના આભૂષણવાળી પૃથ્વી–રમણને વહન કરતાં મસ્તકથી જેમ માળા વહન કરાય તેમ તેમની આજ્ઞા તે જ પ્રમાણે વહન કરાય છે? જે કરવાથી શીલ, આચાર, કુલની વ્યવસ્થા, કીર્તિની તુલના થાય છે, તેવા ક્યા શુભકાર્યમાં પ્રભુને પ્રેમારંભ વતે છે ? તે જણાવ. ઘણાઓને પ્રાર્થના કરવા યોગ્ય વૈભવવાળ, મહાપ્રતાપયુકત પરિવાર સહિત મારા બંધુના દિવસે સુખમાં પસાર થાય છે ને? ખરેખર, આજે હું સુખનું ભાજન બન્ય, મારી રાજ્યલક્ષમી આજે સફલ બની કે દુવિનીત નકામી વાત કરતાં કરતાં આજે મારા ભાઈએ મારું સ્મરણ કર્યું. માટે હે દૂત ! અમારા સરખાને યાદ કરવાનું મહારાજને શું કારણ પડ્યું ? તે જણાવ.” આ પ્રમાણે બાહુબલીએ પિતાનું કથન પૂર્ણ કર્યું, એટલે ભરતના દૂત સુવેગે બેલવાને આરંભ કર્યો–કુમાર ! આમ કેમ બેલે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org