________________
ચપન્ન મહાપુરુષોનાં ચરિત કરી કે-હે દેવ! જો કે આપ તે સમગ્ર શાસ્ત્રના પરમાર્થને સમજનારા, લેકવ્યવહાર જાણનાર, રાજનીતિના રહસ્યથી પરિચિત છે. આપને ઉપદેશ આપે છે તે મારૂં ચપળપણું છે, છતાં આપને મારા પ્રત્યે પક્ષપાત અને બહુમાન હોવાથી વિનંતિ કરું છું કે-હે દેવ! અખંડિત પ્રતાપવાળે સૂર્ય હંમેશા દશે દિશામાં પિતાનું તેજ ફેલાવે છે અને સુખમાં દિવસ પસાર કરે છે, તેજ-રહિત, બીકણ હરણને હૃદયમાં સ્થાન આપનાર ઉજ્જવલ ચંદ્રની શોભા બે દિવસ પણ એક સરખી રહેતી નથી. નિરંતર હથિયાર ધારણ કરનાર હથેલી માફક ઘણુ કાજળવાળી, અશ્રુથી ભીંજાયેલી, શત્રુ-રમણીઓની આંખો શ્યામ બની જાય છે.
બીજું હે દેવ! પૈસા આપીને વશ કરેલી એકરાત્રિની વેશ્યાને બીજે સ્વામી થાય, તે શરમ કરાવનાર થાય, તે પછી કુલકમાગત વડીલે વડે પ્રતિષ્ઠિત, સમગ્ર લેકમાં પ્રસિદ્ધ પૃથ્વી–લક્ષમીને સ્વામી બીજે કેવી રીતે હોઈ શકે? માટે હે દેવ! મદોન્મત્ત હાથીઓના મદજળરૂપ સતત મેઘવૃષ્ટિના અંધકારવાળા, તેજીલા અશ્વોની કઠોર પરીવડે ઉખડેલ અને ઉછળેલ રજથી ઉજ્જવલ સુદઢ પાયદળ સેનાનીઓના હાથમાં રહેલી તીક્ષણ–ચમકતી તરવાર રૂપ ચમકતી વિજળી સરખાં, ચાલતા મેટા રથસમૂહથી ચૂરાતા પૃથ્વીપીઠથી ઉત્પન્ન થયેલ નિર્દોષના ગજરવવાળા, વર્ષારંભના દિવસે સરખાં તમારાં સૈન્ય ભરતક્ષેત્રમાં વિચરે. “જ્યાં સુધી દર્પથી ધુરાને અવગણતા, રથિક–સારથિઓ વડે ત્વરાથી દડાવેલ ઘોડાના સમૂહવાળા, સારા સ્વર કરતા શ્રેષ્ઠ રથના સમૂહો ભરતનાં માર્ગમાં જતા નથી, તથા જ્યાં સુધી ભારે મદ ઉત્પન્ન થવાથી જેમના ગંડસ્થળામાંથી મદજળ ઊછળી રહેલાં છે, જેમણે સહજ અધીર આંખ બેલેલી છે એવા મત્ત માતંગે(હાથી)ને શત્રુઓ જતા નથી, તથા જ્યાં સુધી કઠોર ખરીના પ્રહારથી ઉછળેલ રજ-પટલવડે સૂર્ય—ચંદ્રને મર્દન કરનારા, ત્વરાપૂર્વક ચલાવાતા ઘડાઓને તમારા શત્રુઓ જોતા નથી, એ પ્રમાણે જ્યાં સુધી તીક્ષ્ણ તરવારેથી દીપતા, તમારા સમર્થ પદાતિઓ( પાયદળો ) ભારતમાં સંચરતા તેઓને જોવામાં આવતા નથી, ત્યાં સુધી તમારા શત્રુઓ છે.”
આ સાંભળીને ચક્રપૂજા કરીને ભરત મહારાજાએ સમગ્ર દિશાઓ જિતવા માટે ભેરી વગડાવી. આખા પૃથ્વીમંડલને એકમુદ્રાંતિ કરવા માટે ચક્રની પાછળના ભાગે ભરત મહારાજાએ પ્રયાણ કર્યું. નિરંતર પ્રયાણ કરતાં કરતાં માગધતીર્થથી અધિષિત ગંગાનદીના મુખથી અલંકૃત પૂર્વના સમુદ્ર પહોંચ્યા. ત્યાં એક ઉપવાસ વડે સુસ્થિત યક્ષની આરાધના કરીને તેની રજાથી રથ વડે સમુદ્રમાં બાર યેાજન અવગાહીને ત્યાં રહીને પિતાના નામથી અંક્તિ બાણ ગ્રહણ કર્યું. ધનુષ સાથે જોડીને સમુદ્ર સમુખ ફેંકર્યું. માગધતીર્થના અધિપતિ નાગકુમારના ભવનમાં પડ્યું. તે બાણને દેખીને માગધાધિપતિ કે પાયમાન થયે. હોઠ કરડી. ભકુટિ ચડાવી ભયંકર બનેલા નાગકુમારે કહ્યું-“આ વળી યમરાજાના પરણું બનવાની કણ અભિલાષા કરે છે કે, જે મારા ભવનમાં બાણ ફેકે છે?” નામાંક્તિ બાણ જેઈને નામ વાંચ્યું. જાણ્યું કે-ભરતાધિપતિ ભરત નામના પ્રથમ ચક્રવતી ઉત્પન્ન થયા છે. ત્યાર પછી તે ચૂડારત્ન સહિત બાણુને ગ્રહણ કરીને ચક્રવતી પાસે આવ્યો. ભરતાધિપતિને જોયા. યોગ્ય ઉપચારથી સન્માન કર્યું. ચૂડારત્ન અને બાણ સમર્પણ કર્યું. તીર્થાધિપતિએ કહ્યું કે, હું તમારે પૂર્વ દિશાનું રક્ષણ કરનાર છું. ભરત મહારાજાએ તે વાત માન્ય કરી. તેની આઠ દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org