________________
ચેપન્ન મહાપુરુષોનાં ચરિત જગતમાં વ્યાપીને રહેલાં બાણે અમૂર્ત નથી, પુષ્પનાં નથી કે પંચમસ્વરની ગીતિકા સ્વરૂપ નથી, પરંતુ નક્કી આ રાજકુમારીના બ્રરૂપી ધનુષના કટાક્ષ વાળા નેત્રના ઉપરોક્ત ત્રણે ભાવ ઉત્પન્ન કરનારા છે, નહિંતર તેના નેત્રના ગુણ મને કેમ આકુળ-વ્યાકુળ કરે? (પ્રકાશમાં) હે મિત્ર! તને કેણે પકડ્યો છે ? ચંદ્રલેખા-નક્કી અમાએ. બન્દુમતી–એકાન્તમાં) સખી ચંદ્રલેખા! જે મારા દેહ ઉપર તારે અધિકાર છે, તે અહીં
જે કહેવા ચગ્ય હોય, તે સર્વ તું જ કહે. ચંદ્રલેખા-હે રાજપુત્રિ! અવસર યોગ્ય સર્વ હું કહીશ (પ્રકાશમાં) અમારી પ્રિયસખીનું પ્રતિબિંબ
કેમ આલેખ્યું? માટે અપરાધી બન્યો છે, તે માટે પકડ્યો છે. કુમાર–આ અપરાધ ગણાય છે, તે અમને ખબર ન હતી, જેમ કે આ તમારી પ્રિયસખી
અમારા ચિત્તને અત્યંત ખેદ કરાવનારી છે એમ ધારીને આલેખી છે. વિદૂષક-અ! અયોગ્ય વર્તન કરનારીઓ ! આ અમારા પ્રિય મિત્રને તમોએ કેમ આલેખે? ચંદ્રલેખા-જે નિમિત્તે અમારી પ્રિયસખીને તમે આલેખેલી છે. વિદૂષક-તે પછી બંને ગુનેગારોનું હું સમાધાન કરી આપું. (એમ કહીને નાયક-નાયિકાના
હાથ પરસ્પર મેળવી આપે છે. બધુમતી–હે આર્યપુત્ર! હાસ્ય કર્યું હતું. તમારૂં આગ્રહશીલપણું સમજાયું, તે હવે
હાથ છોડો. નાયક-લાંબા કાળથી સ્વપ્નમાં જે સ્પર્શની અભિલાષા કરી હતી અને તેને લંબાવ્યું હતું,
હવે અત્યંત આનંદ કરાવનાર એ તે હાથ પ્રાપ્ત થયા પછી કેવી રીતે મુક્ત કરાય? ચંદ્રલેખા-કુમાર! સમજી શકાતું નથી કે કંચુકી શું કહેશે? એથી મારું હૈયું ધડકી રહ્યું છે. વિદુષક-અરે! કંચુકી જે કહેવાનું હશે તે કહેશે, પરંતુ પાણિગ્રહણ તો થઈ ચૂકયું. (ત્યાર
પછી કંચુકી પ્રવેશ કરે છે. કુમાર હસ્ત છોડી દે છે.) કંચુકી–તમારા ભાગ્યની વૃદ્ધિ થાઓ. સર્વ સત્ય હકીકત મેં મહારાજાને નિવેદન કરી દીધી છે.
રાજાએ પણ હર્ષથી જ્યોતિષીને બોલાવીને લગ્ન-મુહુર્ત પૂછ્યું. તેણે પણ આજને જ નજીકન લગ્ન–સમય નિવેદન કર્યો. ત્યાર પછી પરિવાર સહિત રાજા અને અંતઃપુર વિવાહ-સામગ્રી તૈયાર કરવા મંડી પડ્યા છે. માટે તમે વધૂ-સહિત પધારે. સૌભાગ્યવતી સ્ત્રીઓ તમારા આગમનની રાહ જોઈને રહેલી છે. વ્યગ્ર મહારાજા પરિવાર સહિત હમણાં તરત રાહ જોઈને ઉભેલા છે. માટે વધૂસહિત જવાની ત્વરા કરે. કાલ આવે
છે. અહહ ! અમંગળ આવી પડયું, લગ્ન-સમય તે થઈ ગયો.” (વગેરે બેલે છે.) બધુમતી- અરે હતાશ ! તારૂં વચન નિષ્ફલ હે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org