________________
૩૫
વિબુધાનન્દ નામનું નાટક
મિત્ર! આ જ ચિત્રવર્તિકા–પીછી વડે હદયગત પ્રિયાની પ્રતિમાને અવકન કરતા તમે આ છબીની સમીપમાં આલેખન કરે. કારણ કે રતિ–રહિત એકલે રતિનાથ
કામદેવ કદાપિ શેજા પામતો નથી. કુમાર-તું જેમ કહે તેમ કરૂં. (એમ કહીને ચિત્રામણ શરૂ કર્યું)
ચંદ્રલેખા–પ્રિયસખી! હમણાં સાચી વાતને ભેદ પ્રગટ થશે. જે કઈ પણ કૃતાર્થ તેના
હૃદયમાં સ્થાન પામી હશે, તે પ્રગટ થશે. કુમાર-(ચિત્ર આલેખન કરીને અને તેના તરફ બારીકીથી નજર કરતો) હે મિત્ર! તેના આબેહુબ
રૂપને મળતું ચિત્રામણ સર્વથા કરવાની મારી શક્તિ નથી. જે. વિધાતાએ પણ ઘુણાક્ષરન્યાયે આને ઘડી છે, બાકી તે તેને માટે પણ આવું રૂપ તૈયાર કરવું અશક્ય છે, તે પછી મનહર અંગવાળી આ યુવતીનું રૂપ નિર્માણ કરવું, તે મારા સરખા અજ્ઞા માટે તે સર્વથા અશક્ય જ ગણાય, હે મિત્ર! રખે કેઈ બીજી સંભાવના કરે, માટે હવે
આપણે અહીંથી ચાલ્યા જઈએ. વિદૂષક-ચાલે એમ કરીએ. ચાલ ચાલે તમે. ચંદ્રલેખા-પ્રિયસખિ! તેઓ તે ગયા, માટે આપણે જોઈએ કે તેણે કઈ હદય-પ્રિયાનું
ચિત્ર આલેખ્યું છે? (ત્યાં જઈને દેખીને) ચંદ્રલેખા-પ્રિયસખી! તને જ ચિન્નેલી છે. તે પહેલાં મેં જે મંત્રણા કરી હતી, કુમારે આલેખન
કરીને મારી તે સર્વ મંત્રણને સાચી પાડી છે. તે હવે પ્રિયસખી તું શાન્ત થા અને ધીરજ રાખ.
(બંધુમતી હર્ષવાળી અને લજ્જાવાળી થઈ કુમાર-હે મિત્ર! કઈ આપણુ અવિનયની સંભાવના કરશે, માટે જઈને આપણે આલેખેલ
ચિત્રને ભૂંસી નાખ. વિદૂષક–એમ કરૂં. (ઉપર ચડ્ય, ચંદ્રલેખાએ પકડ્યો, ત્યાર પછી ગવાક્ષમાં રહેલો તે કુમારને
બૂમ પાડે છે અને પિકાર કરે છે) અરે પ્રિય મિત્ર! મને અહીં કેઈએ પકડ્યો છે, તે
કુમારે જાતે આવીને મને મુક્ત કરાવે. (કુમાર તેમ કરે છે. ચંદ્રલેખા સહિત બધુમતી ઉપર ચડતા તેને જુવે છે, અને પરસ્પર અનુરાગ પ્રગટ થાય-તેવી ચેષ્ટા કરે છે.)
કુમાર (મનમાં)–અહો ! અતિશયવાળા ગુણેનો એક સ્થાને મેળાપ! ચંદ્રસરખા મુખવાળી આ રાજકુંવરીએ પિતાની મુખ-કાંતિવડે ચંદ્રને, નેત્રથી નીલકમળને, ગતિથી હંસને, હથેલીથી અશેકનાં નવીન પત્રોના ગુણને જિતી લીધા. સુંદર સુવર્ણના તરતના ઘડેલા બે કુંભ જેવા બે સુંદરસ્તને શોભી રહેલા છે. કામદેવના મંદિર સરખા નિતંબ અને કેળના થાંભલા સરખા બે સાથળો પ્રગટ મનનું હરણ કરે છે. એટલું જ નહિ, પરંતુ કામદેવના સ્તંભન, મેહન આદિ કરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org