________________
૩૪
ચેપન્ન મહાપુરુષનાં ચરિત ચંદ્રલેખા–હે પ્રિયસખિ! તારા મનોરથ-વૃક્ષને પુગમ થતે મને દેખાય છે, તે પણ
હજુ હૃદય શંકાવાળું જ છે? નથી સમજી શકાતું કે આ વિષયમાં શું પરિણામ આવશે ?” બધુમતી–મને પણ કુમાર-હે કંચુકિન! પિતાની પાસે મેં એક લેખવાહક મોકલ્યો છે, તે સમાચાર આવતાં સુધી
રાજ્યાઈની વાત રહેવા દો, કન્યા ગ્રહણ કરવી, તે તે યુક્ત છે. રાજાની સાથે સંબંધ
કરે, તે ઉચિત છે, પરંતુ અન્ય તરફ પ્રવતેલું ચિત્ત બીજાને આપવું શકય નથી. બધુમતી–અહાહા! મંદભાગ્યવાળી હું હણાઈ, પ્રિયનાં આવાં વચન સાંભળીને હજુ મારા પ્રાણ ચાલ્યા જતા નથી !
(મૂચ્છ પામવાને અભિનય કરે છે.) ચંદ્રલેખા-અરે! ભદારિકાને શાન્તિ થાવ, શાન્તિ થાવ. કદાચિત તમારામાં જ અનુરાગવાળા
“આ વળી બીજી છે. એમ માનતા કુમાર આમ મંત્રણા કરે છે. બધુમતી–એટલાં મોટાં મારાં ભાગ્ય ક્યાંથી હોય? અથવા દૈવના વિલાસથી એ પણ માન્ય
કરવું પડે. (પછી નીસાસા નાખે છે.) વિદૂષક–હે મિત્ર! આ રાજા અખંડિત-શાસનવાળા છે, તેમની આ પહેલી પ્રાર્થના છે, તે રાજાનું
વચન અમાન્ય કરવું યોગ્ય નથી. કુમાર-હે કંચુકી! જે તારે આટલે આગ્રહ છે, તે પછી રાજાજીને નિવેદન કર કે રાજા જે પ્રમાણે આજ્ઞા કરશે, તે પ્રમાણે કુમાર કરવા તૈયાર છે.
(કંચુકી પાછે હઠીને ત્યાંથી નીકળે છે.) વિદૂષક- (એક ચિત્ર દેખીને ) અરે મિત્ર! તમને અહીં કોઈએ ચિતરેલા છે. કુમાર- (ઈને) બરાબર. કોણે વળી કયા કારણે આ ચિત્રામણ આલેખ્યું હશે? વિદૂષક–હું સર્વ હકીક્ત જાણું છું. કુમાર- હે મહામંત્રી ! જે જાણતા હોય તે કહી નાખ. વિદૂષક-એમાં જાણવા જેવું શું છે? આ કંચુકીએ જે વાત તમને નિવેદન કરી, તે રાજપુત્રીએ જ
હમણું તમને ચિતર્યા. કારણ કે પછી સાથે રંગે ભરેલી મંજૂષા પણ અહીં રહેલી છે.
કારણ તે અનુરાગ પ્રગટ કરવા સિવાય બીજું શું હોય? કુમાર-પિતાનું વિજ્ઞાન–ચાતુર્ય જણાવવા માટે આ ચિત્રાલેખન કર્યું છે. પૂર્વે ન દેખેલા
પુરુષ-વિષયમાં અહીં અનુરાગને સંબંધ ક્યાંથી આવ્યું? વિદૂષક-હે કુમાર! આપણે ઉદ્યાનમાં ગયા હતા, તે અવસરે જેને દેખી હતી, તે જ જો આ
હોય તે. શું દૈવના વિલાસમાં આની સંભાવના ન કરી શકાય? કારણ કે “જે હદયથી ચિંતન કરાતી નથી, તેમ યુક્તિથી ઘટી શક્તી નથી, પરંતુ આશાઓને નાશ કરનાર જુદા પાડનાર અને સંગ કરાવનાર વિધિ દૈવની ગતિ કઈ વિચિત્ર જ છે. તે હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org