________________
વિષ્ણુધાનન્દ નામનું નાટક
૩૭
કુમાર- હું આર્યાં ! તેના શે દોષ ગણવા ? કારણુ કે, અવશ્ય બનવાના ભાવા ગમે તે પ્રકારે આગાહીનું સૂચન આગળથી કરે છે. ભવિષ્યકાળનાં નિમિત્તોની જે અવગણના કરે છે, તે જ દોષપાત્ર છે.” વળી– હુંમેશાં જે મન દનની ઉત્સુકતા કરી રહ્યુ હતુ, તે દન મળી ગયુ, તથા જેના સ્પર્શ સુખની અભિલાષા કરતા હતા, સર્વ દેવાધિક સ્પ-સુખ પણ પ્રાપ્ત થયું. તેના શબ્દો સાંભળવા માટે કર્ણા અત્યંત કુતૂહળ વાળા બન્યા હતા, તેઓ પણ તેના વચનામૃતથી પૂર્ણ થયા, જન્મનું સમગ્ર ફલ પ્રાપ્ત થઇ ગયું છે. હવે ભાવીમાં જે બનવાનું હાય, તે માટે અમે તૈયાર છીએ.
કંચુકી- હૈ કુમાર ! આવાં અમંગલ વચન શા માટે ખેલે છે ? માટે આપ હવે પધારો, હે વત્સે ! તું પણ જા અને તૈયાર થા.
( સવે ચાલ્યા અને ત્યાંથી બહાર નીકળ્યા. )
કંચુકીને હું પણ નગરલેાકોને રાજ-આજ્ઞા નિવેદન કરૂ. (ચાલીને) અરે નગરસેાકેા ! મહારાજાના તમને હુકમ છે કે– રાજકુમારીના વિવાહ–સમય નક્કી કર્યાં છે, તે નગરમાં ઘરે ઘરે અને દુકાને દુકાને અને દરેક માગેર્ગામાં ધ્વજાએ ઉંચી કરો, પતાકાઓ આંધા, તારણા તૈયાર કરો અને નગરને ાભાવાળું બનાવેા. (પાછે ફરીને અને અવલેાકન કરીને) ઘણુ માડુ' થયુ અને રાજકુળમાં મેટો કોલાહલ શબ્દ સંભળાય છે. તેથી હું જાણુતા નથી કે રાજકુળમાં શું બન્યું હશે ? મને નીકળ્યા સમય ઘણા થયેા છે, માટે રાજકુલ
તરફ જાઉ.
( આકાશમાં ) હા ! સંકટ, ધિક્કાર હૈ। આ સંકટને,
કંચુકી- (શકાવાળા) આ શુ છે ? (એમ કાન દઇને સાંભળે છે. ફરી પણ કષ્ટગર્ભિત શબ્દ સાંભળીને) અરે ! રાજધ્વનિ હોય તેમ સંભળાય છે. તે આ શુ હશે ? તે રાજાની પાસે જ જાઉં ! (એમ ત્યાંથી નીકળ્યેા)
(ત્યાર પછી ચિત્રલેખા નામની રાણી સાથે શાકમગ્ન રાજા અને વિલાપ કરતા પરિવાર પ્રવેશ કરે છે.) રાજા– (લાંબા નીસાસા મૂકીને ) અરે ! મંદભાગી હું હણાયા. નિરંતર અકાય કરવામાં રસિક ! હૈ અનાર્ય દેવ ! આવા અવસરે આવુ ક્રૂર કાર્ય કરવું તને યાગ્ય ન ગણાય. વિવાહ–સમયે નૃત્ય કરતા મદોન્મત્ત લેાકેાના સમૂહમાં મન થતા મણિરત્નાની ઉડેલી રજથી બ્યાસ, તૂટતી હારલતાની શ્રેણિમાંથી નીકળી પડતાં મુક્તાફળાથી પથરાયેલ, મદિરાપાન કરેલ મત્ત સ્ત્રીઓના જઘનસ્થળથી સરી પડતા કોરાએથી મલિન બનેલ મારૂ રાજભવન જે પ્રકારનું ઉત્સવવાળુ બન્યુ હતુ તે કોને વિસ્મય ન પમાડે ? દરેક દિશામાં ચારે બાજુ સુગંધી વાસચૂર્ણ ફેંકવાથી પૂરાઇ ગયેલ, ચંદન-કેસર-મિશ્રિત જળપૂ પિચકારીએ વડે સ્નાન કરતાં ધોવાઇ ગયેલ, વાજિંત્રોના શબ્દો અને નૂપુરના મધુર શબ્દોથી વ્યાપ્ત બની ગયું હતું, તેવા પ્રકારના લેાકેાનાં નેત્રોને આશ્ચર્ય ચક્તિ કરનાર પુત્રીના વિવાહ કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org