________________
૪૨૭
પન્ન મહાપુરુષોનાં ચરિત જેમ ખજ સૂર્યના પ્રકાશના ઉત્કર્ષને, તેમ સર્વજ્ઞાપણાના અભિમાનથી અવલોકન કરનાર તેઓ ભગવંતને ઉત્કર્ષ પામી શક્તા નથી. ત્રણ લોકમાં રહેલા તમામ પદાર્થોનું જ્ઞાન જેમની પોતાની હથેળીમાં રહેલા આમળા માફક પ્રત્યક્ષ છે, તો પછી બીજા પ્રશ્નોની ગણના જ કયાં રહી? નિર્મલ કેવલજ્ઞાનનું સ્વરૂપ આમ નકકી હોવાથી લેક કે અલેકમાં એવો કઈ પદાર્થ નથી કે, તેનાથી ન જાણી શકાય, નિર્મલ સ્કુરાયમાન કેવલજ્ઞાનના પ્રકાશથી સૂર્યની જેમ જિનેશ્વરે અજ્ઞાન-અંધકારને સર્વથા દૂર કરીને ભુવનને પ્રકાશિત કર્યું. આ પ્રમાણે અતિશય નિર્મલ મુખચંદ્રવાળા ભગવંતના દર્શનથી પ્રકાશિત કરેલા ભુવનતલમાં જિનેન્દ્ર વડે ચંદ્રની જેમ લેકે આનંદ પમાડાય છે. [૧૬] ઉદયન કુમારને રાજ્યાભિષેક
આ બાજુ પ્રદ્યોત રાજા પ્રભુના પ્રભાવથી શાન્તરવાળે થયે. મૃગાવતીએ પિતાના બાળપુત્રને ખેળામાં મૂક દેખીને તથા “આ બાળક તમને ભળાવું છું. એ મૃગાવતીના વાક્યને યાદ કરીને, ભગવંતની ધર્મદેશનાથી સંસારનું નાટક જાણીને ચારે બાજુથી ઘેરાએલી આહાર, ઈમ્પણું, ધાન્ય, જળ વગેરે નિત્યોપયોગી વસ્તુઓ જેમાં ક્ષીણ થએલી છે, પ્રવેશનિગમન જેમાં બંધ થએલા છે, દેવની પૂજા, પરોણુની પૂજા, પણ લેકોએ જેમાં બંધ કરી છે, શરીર-સ્થિતિ ટકાવવી મુશ્કેલ થઈ છે, પતિએ પણ પોતાની પત્નીઓને ત્યાગ કરી ગયા છે. એવી “કૌશામ્બી” નગરીની દુર્દશા દેખીને પશ્ચાત્તાપ કરે તો તે વિચારવા લાગ્યું કે“અહો! આ રાજત્વનું અભિમાન તે હંમેશાં શાંતિને ઉત્પન્ન કરનાર નથી. સૂર્યનાં કિરણોની પ્રભાથી વીટાએલ સૂર્યની જેમ અવશ્ય તેનો અસ્તમાં જ છેડે આવે છે. કારણ કે, પિતાનાં બલથી પ્રયત્ન પૂર્વક પાલન કરવા છતાં પણ વ્યભિચારી સ્ત્રીની જેમ રાજ્યલક્ષમી વિકાર ઉત્પન્ન કરનારી થાય છે. દુષ્ટ પિશાચીની જેમ છિદ્ર અન્વેષણ કરવામાં તત્પર બનેલી હોય છે, ચતુર વેશ્યાની જેમ દુઃખે કરીને આરાધી શકવાના સ્વરૂપવાળી હોય છે, દુષ્ટ વિજળીલતાની જેમ ક્ષણમાં દેખાય અને તરત જ અદશ્ય થાય છે. શરદઋતુની સંધ્યાના આકાશના રંગ સરખી મુહૂર્તમાત્ર રમણીય રાજ્યલક્ષ્મી હોય છે. દુરાચારી આ રાજ્યલક્ષમીથી કણ નથી છેતરાય? પ્રગટ મોટી ગજઘટાથી પરિપાલન કરવા છતાં-રક્ષણ કરવા છતાં પણ દૂર ચાલી જાય છે. ચંચળ ઘેડાની કઠોર ખરી વડે ઉખેડવાને કે આક્રમણના ભયથી ડરેલી હોય તેમ રાજ્યલક્ષમી શીધ્ર સરી જાય છે. નવીન તીક્ષણ ખધારાના પ્રહારથી છેદવાના ભયથી હોય તેમ પલાયન થાય છે. કમલવનમાં સંચરનારને નાલના કાંટા વાગવાના કારણે વેદના થાય અને સ્થિર પગલાં મૂકી શકે નહિં, તેમ રાજ્યલક્મી ક્યાંય પણ સ્થિરપદને નિયમન કરતી નથી.
આ રાજ્યલક્ષમી ચરણોમાં અત્યંત બાંધેલી અને મૂલમાં અત્યંત નિશ્ચલ હોવા છતાં પણ હાથીઓના કાન વડે જાણે અફળાઈને વિના કારણુ બીજાની અભિલાષા કરે છે. અનુરાગ વિવિધરંગથી ભરપૂર પ્રયત્નપૂર્વક ઉપાસના કરેલી હોવા છતાં હાથ જોડીને નમસ્કાર કરાએલી પ્રદોષકાળની સંધ્યા જેમ રાજ્યલક્ષમી નષ્ટ થાય છે. શ્લેષાર્થ હોવાથી અનુરાગ, પ્રયત્ન પૂર્વક રક્ષણ, નમસ્કાર કરાએલી હોવા છતાં રાજ્યલક્ષ્મી નાશ પામનારી છે. દુર્જનની પ્રીતિની જેમ આરંભમાં રસવાળી, અંતમાં રાગરહિત થવાના કારણે રસહીન, ચંચળ અને ઉદ્ધત સ્વભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org