________________
vvvvvvvvvvvvvvvv
રાજ્ય-લક્ષ્મીનું સ્વરૂપ, સૂર્ય, ચંદ્રનું મૂળ વિમાન સાથે આગમન
૪૨૧ વાળી આ રાજ્યલક્ષ્મી અત્યંત નિશ્ચલ થતી નથી. આ રાજ્યલક્ષ્મી અનુરાગવાળી પ્રકૃતિથી પરિપાલન કરવા છતાં પણ જોરદાર પવનથી કંપતી ધ્વજા પંકિતની જેમ કોઈ પ્રકારે સ્થિર થતી નથી. રાજ્યલક્ષમી સ્વભાવથી પ્રકાશમાન, અત્યંત મહર પદવાળી હવા છતાં અંતમાં અગ્નિ-જવાલાની જેમ જવલિત થઈને શાંત થાય છે. ગંભીર અને વિશાળ પાત્રો જેના વડે પરિપૂર્ણ થયાં છે, વૃદ્ધિ-પ્રસાર પામ્યાં છે એવી જળભરપૂર શરદની નદી ગ્રીષ્મ સમયે ખાલી થાય, તેમ રાજ્યલક્ષ્મી પણ ભરપૂર હોવા છતાં કાલાંતરે ખાલી થાય છે. આ રાજ્યલક્ષમી હમેશાં સેંકડો ઉપાયથી સેવિત દરરોજ પોષણ કરાએલ હેવા છતાં જેનું કેવળ શ્રવણ થાય છે, એવી કોયલની જેમ ત્યાગ કરનાર થાય છે. તણખલાના છેડે લટક્તા જળબિન્દુ સરખા ચંચળ સ્વભાવવાળી આ રાજ્યલક્ષમીએ કેને નથી સૂરાવ્યા ? તે કહો.
તે મેં પણ પવનવડે કંપાયમાન કમલિનીના-પત્રપુટ પર રહેલા જળબિન્દુ સરખી અસ્થિર રાજ્યલક્ષ્મી માટે આ નગરીને પરેશાન કરી, તે જુઓ. ત્યાર પછી નગરીને ઘેરે દૂર કરીને
ઉદયન’ બાળકુમારનો રાજ્યાભિષેક કરીને, સમગ્ર મંત્રીઓ અને પ્રજા વર્ગને તેની સેંપણી કરીને “ચંડઅદ્યત” રાજા પોતાની “ ઊજ્જયિની” નગરીએ ગયે. મૂળવિમાન સહિત સૂર્ય-ચંદ્રનું પ્રભુવંદનાથે આગમન
કેઈક સમયે દેવે અને અસુરેથી નમન કરાતા વીર ભગવંત કમસર વિહાર કરી, ધમપદેશ આપીને ભવ્ય સ ઉપર અનુગ્રહ કરતા “રાજગૃહ' નામના નગરે પધાર્યા. ત્યાં પહેલાં જણવેલા ક્રમથી દેવ-સમુદાયે બનાવેલા સમવસરણમાં સમગ્ર તિષ–ચકના અધિપતિ પૂર્વભવમાં ઉપાર્જન કરેલા સમ્યક્ત્વના પ્રભાવથી પ્રાપ્ત કરેલી દિવ્ય દ્ધિ-સમૃદ્ધિ અને ભેગથી તૃપ્ત થએલા સૂર્ય અને ચંદ્ર જગદ્ગુરુને વંદન-નિમિતે ઉત્પન્ન થએલી ભક્તિના અનુરાગથી ચિંતવવા લાગ્યા કે- દેવસમુદાયે ઉત્તર કિયરૂપ કૃત્રિમ યાન, વાહન–વિમાનપરિવારના આડંબર પૂર્વક પ્રભુને વંદન કરવા માટે જાય છે. તો હવે આપણે તે જ્યોતિષ વિમાનના અધિપતિ છીએ. શા માટે જ્યોતિષપ્રભાવાળા વિમાનરનમાં બેસીને પિતાના વિમાન સહિત ન જઈએ? એમ વિચારીને બંને સૂર્ય-ચંદ્ર પોતાના વિમાન સહિત ભગવંત પાસે ગયા. પિતાના પ્રદેશમાંથી નીચે ઉતર્યા. જ્યારે વિમાનયુગલ નીચે ઉતરતું હતું, ત્યારે કેવું દેખાવા લાગ્યું? પિતાની નિર્મલ પ્રભાના વેરાતા કિરણ-સમૂહથી યુક્ત, નિર્મલ મણિમય ભિત્તિના અંતરમાં રહેલી વિવિધ કાંતિથી મનેહર, સ્વચ્છ ઈન્દ્રનીલમણિમય સ્તંભેથી રચિત વિશાળ ઊર્થભાગવાળા, જેમણે ઉત્કર્ષ પ્રાપ્ત કરેલા છે, એવી, વિશાળ પૂતળીઓવાળા, વેગના કારણે લહેરાતા અને લટકતા ઘણુ ઘટના પ્રગટ ટંકારવાળા, દ્વારભાગમાં રહેલાં, વિકસિત કમળથી જેનાં મુખો ઢાંકેલાં છે, એવા મંગળકળશવાળા, લહેરાતા ચંચળ અગ્રભાગપર ઝૂલી રહેલા વીંજાતા સુંદર ચામરેવાળા, ઉપરના ભાગમાં બાંધેલી ફરકતી વિવિધ વર્ણવાળી ધ્વજાઓ થી રમણીય દેખાવવાળા, વિવિધ પ્રકારનાં વાગી રહેલાં વાજિંત્રો અને સંગીતથી મનહર, વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણથી સજજ દેવાંગના–સમૂહવડે સંપૂર્ણ શોભાવાળાં બંને વિમાને આકાશમાંથી નીચે ઉતર્યા.
એ પ્રમાણે વેગવાળા ગમનથી વ્યાકુળ થએલા ઘોડાની લગામ ખેંચનાર કુદ્ધ સારથિન ભયથી સંકુચિત કરેલી ગ્રીવા અને શ્વાસ કાઢતી નાસિકાના અગ્રભાગમાં લગ્ન અને વિશાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org