________________
૪૯
મહારાણી મૃગાવતીની દીક્ષા કમલેના પત્રપુટવાળી પુષ્પવૃષ્ટિ કરી. તે જ ક્ષણે તૈયાર કરેલા નિર્મલ રજત, સુવર્ણ અને શ્રેષ્ઠ મણિ–
રના બનાવેલા વિવિધ અટારીઓ અને ઝરૂખાવાળા ત્રણ કિલ્લાઓની રચના કરી. ગૂલતા મનહર ચામર-સમૂહ અને મુક્તાવલિ-સહિત ચાર દિશામાં શોભતા ચાર પ્રવેશદ્વારની રચના કરી. સુંદર અરુણ અને નીલવર્ણવાળાં અનેક પત્રો પરસ્પર અથડાવાથી થતા શબ્દોવાળું, પુષ્પોની સુગંધથી આકર્ષાએલા ભમરાઓએ કરેલા ગુંજારવવાળું અશોકવૃક્ષ સ્થાપન કર્યું. તેની નીચે બે બાજુ ચામરધારી દેવે વડે ઢળાતા ચામરવાળાં, આકાશભાગમાં રહેલા ત્રણ છત્રોના વલયવાળાં સિંહાસનેની રચના કરી.
આ પ્રમાણે વિવિધ પ્રકારની રચના અને ધ્વજા-પતાકાની શ્રેણિથી શોભાયમાન ભગવંતનું ઉત્તમ સમવસરણ દેવતાઓએ તૈયાર કર્યું. આ પ્રમાણે સમવસરણ તૈયાર થયું, એટલે ઈન્દ્ર મહારાજાએ સવંદરથી હાથમાં કાષ્ટિકા ગ્રહણ કરીને દેવથી કરાતા જય જયકાર શબ્દ બંધ કરાવીને દેવેની ભીડ અટકાવી એટલે ભગવંત સિંહાસન ઉપર બિરાજમાન થયા. પૂર્વે જણાવી ગયા, તે, દે, અસુરે, મનુષ્ય અને તિયની પર્ષદામાં ભગવંતે ધર્મ દેશના શરુ કરી.
આ સમયે મૃગાવતીને ખબર પડી કે, “બહાર ભગવાન સમવસરણમાં બેસીને ધર્મદેશના આપે છે.” એટલે મહાવૈરાગ્યમાં રંગાએલી તે ભગવંતનાં સમવસરણમાં તેમની સમીપમાં આવી. વિનયપૂર્વક ધરણિતલ પર મસ્તક,સ્પર્શ થાય તેમ વંદના કરી નજીકના સ્થળમાં બેઠી, ધર્મ દેશને શ્રવણ કરવા લાગી. એક સ્થળે ધર્મ શ્રવણ કરતા પ્રદ્યોત રાજાને પણ જોયે.
. ધર્મ, દેશના પૂર્ણ થઈ ત્યારે મૃગાવતીએ ચંડપ્રદ્યોત રાજાને કહ્યું કે, જે તમે કહેતા-રજા આપતા હે , પ્રવજ્યા અંગીકાર કરું. રાજાએ “ભલે” એમ કહીને અનુમતિ આપી. ત્યાર પછી પિતાના બાળકને રાજાના મેળામાં સ્થાપન કરીને ભગવંતની પાસે ગઈ. મૃગાવતીને અભિપ્રાય જાણુને આર્ય “ચંદના” સાથે “મૃગાવતી” ને તેની પ્રથમ શિષ્યા કરીને દીક્ષા આપી, બીજી પણ અનેક રાજકન્યાઓને દીક્ષા આપી.
ત્યાંથી ક્રમસર વિહાર કરતા ભગવંત “રાજગૃહ' પધાર્યા. ત્યાં વૈભાર” પર્વતની નજીકમાં સમવસરણ થયું. એ સમાચાર શ્રેણિક રાજાએ જાણ્યા, ભગવંત પાસે શ્રેણિક સમ્યક્ત્વ પામ્યા. પુરુષદત્ત, પૃથ્વીન, નંદિષણ આદિ કુમારોએ દીક્ષા લીધી. પછી “શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં પણ સમવસરણ થયું, પ્રસેનજિત” વગેરે રાજાઓને પ્રતિબંધ પમાડ્યા અને કેટલાક દિવસની સ્થિરતા કરી. તે અવસરે ઘણુ મંત્રોની અદ્ધિવાળા અને સર્વજ્ઞપણાના અભિમાની એવા ગોશાલ, વિશાલ, વિશાખિલ, પારાશર પરિભ્રમણ કરતા કરતા તે જ શ્રાવસ્તી નગરીમાં આવ્યા. મંત્ર-તંત્ર-યુક્ત બાહ્યઋદ્ધિ પ્રાપ્ત કરવાના કારણે ઈન્દ્રજાળિયાની જેમ તત્વ ન સમજનાર એવા ભેળા લોકોને આકર્ષણ કરવા લાગ્યા. તેમાંથી વિશાખિલ, વિદ્યાબલના ગર્વ વહન કરતા દર્પથી મદોન્મત્ત થએલા ગોશાલ, ભગવંતની પાસે આવ્યા. પિતાના મગત અભિપ્રાયને પૂછવા લાગ્યા. પૂછેલા પ્રશ્નોના ઉત્તરે અધિકપણે મળવાથી આમાં “આ સર્વજ્ઞ છે.” એમ નિઃશંકપણે નકકી કરીને સમગ્ર કે ગોશાલાદિકને છોડીને ભગવંતની સેવા કરવા લાગ્યા. અથવા તે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org