________________
૪૧૮
પન્ન મહાપુરુષનાં ચરિત કે- પરક છે, સુધમાં પંડિતે કહ્યું કે, “પરલેક છે તે કેવી રીતે જાણવું અને માનવું?” ભગવંતે કહ્યું કે-“જે તમને પ્રત્યક્ષ અનુભવ થતો ન હોય તે, અનુમાનથી પણ ખાત્રી કહેવી પડશે. કેવી રીતે? તે કે તમારા ધર્મમાં પણ દાન, તપવિધાન વગેરે પુણ્યકર્મ કરવાનાં અનષ્ઠાને સ્વીકારેલાં છે. જાતિસ્મરણ આદિથી પણ પરભવની ઉત્પત્તિ છે–એમ જ્ઞાન થાય છે. માટે “પરલેક છે'-એમ માનવું જ પડશે. નહિંતર કુશલ પુણ્યકર્મનાં અનુષ્ઠાને આચરવાં, જાતિસ્મરણ થવું, તે નિરર્થક થશે.” આ પ્રમાણે સંશય છેદાવાના કારણે તેણે પણ પાંચસેના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી.
એ પ્રમાણે વસિષ્ઠ, કાશ્યપ, કૌશિક, હારિત અને કૌડિન્ય ગેત્રવાળા બીજા બ્રાહ્મણ પંડિતએ પણ સંશયને છેદ થવાથી પોતાના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી.
આ સર્વે ઉત્તમ જાતિના બ્રાહ્મણકુલમાં જન્મેલા, ઉત્તમોત્રવાળા, શ્રેષ્ઠ કીર્તિવાળા, વાઅષભનારાચ સંઘયણ અને સામર્થ્યવાળા, સર્વે ગણુધરે સર્વ અંગસૂત્રના અર્થને ધારણ કરનારા, વિવિધ લબ્ધિયુક્ત, છદ્મસ્થપણુમાં પણ અતિશયવાળી લબ્ધિવાળા હતા. પાંચ પાંચસેના પરિવારવાળા, બે સાડાત્રણસેના પરિવારવાળા, ચાર ત્રણસેના પરિવારવાળા એમ અગીઆરે વિદ્વાનેએ સંયમ સ્વીકાર્યો. ત્યાં દશ ગણધરની શિષ્ય-સંતતિ વિરછેદ પામી. કાળના વેગથી અહીં સુધર્માસ્વામિના શિષ્યની સંતતિ ચાલુ રહી અને આજે તેમની પરંપરા પ્રવર્તે છે. નવ ગુણવંત ગગુધર ભગવંતે તે ભગવંતના નિર્વાણ પહેલાં જ નિર્વાણ પામ્યા અને ગૌતમ સ્વામી અને સુધર્માસ્વામી વીર ભગવંત નિર્વાણ પામ્યા પછી મોક્ષે ગયા.
આ પ્રમાણે સુધર્માસ્વામીના શિષ્ય-પ્રશિષ્યાદિની પરંપરાના વિસ્તારવાળાં આ નિર્દોષ તીર્થમાં આજે પણ જેઓ પ્રવ્રજિત થઈ સંયમને ધારણ કરનાર રહેલા છે, તેઓ લોકોના આકર્ષણમાં સમર્થ છે.
ગણધર ભગવતિની પ્રજાને અધિકાર પૂર્ણ થયું. [૧૪] [૧૫] મૃગાવતીની દીક્ષા
ગણુધરેએ પ્રવ્રજ્યા અંગીકાર કર્યા પછી ગ્રામનુગ્રામ કમસર વિહાર કરતાં કરતાં ભગવાને કૌશામ્બી” નગરીમાં ઘણું જ પ્રતિબોધ પામશે-એમ ધારી તે તરફ વિહાર કર્યો. તે વખતે ત્યાં પહેલાના વિરોધી બનેલા ચિત્રકારે પટમાં ચિરોલા મૃગાવતીના રૂપને દેખીને મૃગાવતીને મેળવવાની ઉત્પન્ન થએલી અભિલાષાવાળા, મૃગાવતીની પ્રાર્થના-નિમિતે મલેલા દૂતને પરાભવ કરવાથી કોધે ભરાએલા “પ્રદ્યોત” રાજાએ “કૌશામ્બી ” ને ઘેરે ઘા હતે. ભગવંતના અતિશયના પ્રભાવથી સમગ્ર જતુઓના વૈર–પરિણમે શાન્ત થયા. પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે ઈન્દોએ સમવસરણ તૈયાર કર્યું. કેવી રીતે ?—
સુગંધી પરિમલ-સહિત, વનગમનને મંદમંદ હલાવત, કાંટા-કાંકરાના સમૂહને દૂર કરતે વાયરે પ્રસરવા લાગે, ત્યાર પછી મેઘાએ સર્વ દિશાઓમાં વરસાદ વરસાવી, જળછંટકાવ કરી પૃથ્વીતલની ઉડતી રજ શાંત કરી. ત્યાર પછી જેની સુગંધથી અનેક ભ્રમર શ્રેણિઓએ ગુંજારવ કરીને દિશાચક્ર મુખરિત કરેલું છે, એવી ડિંટિયા ઉપર રહેલા, ખીલેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org