________________
ગણધરના સંશય દૂર કર્યા.
૪૧૭ જીણું ઝૂંપડી સરખા ઘરમાં પિતાને કાળ નિર્ગમન કરે છે. વળી એક જણ વિશાળ નિતંબ -સ્થલ અને ધૂલ સ્તન-પ્રદેશ વહન કરવાથી દુર્બલ-પાતળા કટિપ્રદેશવાળી રતિક્રીડાની ઈચ્છાવાળી પ્રિયા સાથે વિલાસપૂર્વક વાસ કરે છે, જ્યારે બીજો કોઈ મેટા પેટ અને લાંબા દાંતવાળા વદનવાળી પીળી-માંજરી આંખવાળી, કામુખી મહિલાઓની ખુશામત કરતાં દુઃખથી વાસ કરતે દિવસો પસાર કરે છે. વળી એક સોભાગી મણિજડિત સુવર્ણ થાલ અને કોળામાં પ્રચુર ઘીથી ભરપૂર એવા અનેક મિષ્ટાન્ન ભજનની વાનગીઓ, મનહર ખાદ્યો અને મેવાનો ભેજન કરે છે. જ્યારે બીજે કઈ હીનભાગી જુના ચિંથરાં એકઠાં કરીને ઢાંકેલા પુરુષચિહ્ન હોવા છતાં પણ અંડભાગ જેના દેખાતા છે, એ આખો દિવસ ભટકીને ભિક્ષાવૃત્તિ કરી મુશ્કેલીથી પોતાનું પેટ ભરે છે. કેઈક ભાગ્યશાળી મનોહર પાલખી, વાહન, ઘોડા, હાથી અને રથગાડીમાં લહેર કરતાં સુખપૂર્વક સહેલાઈથી ઇચ્છિત સ્થળમાં મુસાફરી કરે છે, જ્યારે કોઈ નિર્ભાગીને જુનું ગાડું પણ માર્ગમાં મળતું નથી અને કઠેર સૂર્યના તાપથી ધગધગતી રેતી અને ધૂળમાં પગે દાઝતાં ચાલવું પડે છે. આ પ્રમાણે પ્રવર્તતાં મહાસુખ-દુઃખના વિવિધ કાર્યોના પ્રત્યક્ષ કારણો દેખાય છે. તે આ વિષયમાં હે ગૌતમ ! કર્મ છે એ વાતને સ્વીકાર કરે. આ પ્રમાણે હેતુ, કાર્ય, દષ્ટાંત, ફળ આદિ પદાર્થોથી તેને કમને સંશય દૂર કર્યો–એટલે પાંચસો શિના પરિવાર સાથે અગ્નિભૂતિએ પણ વિધિપૂર્વક પ્રવજ્યા અંગીકાર કરી
બીજા ભાઈએ દીક્ષા લીધી એમ જાણ્યું, એટલે પિતાની વિદ્યાનું અભિમાન કરનાર ત્રીજા વાયુભૂતિ” નામના બ્રાહ્મણ-પંડિત પણ સમવસરણમાં આવ્યા. આવીને બેસવા લાગ્યા કે, -અરે! મહાપાંડિત્યના અભિમાની મને વેદનાં પદોને અર્થ કહો. ભગવંતે પણ સવિશેષ યથાર્થ વેદનાં પદે સમજાવ્યાં. સમજાવવાથી નિઃસંદેહ થએલા તેણે પણ પાંચસે શિષ્યના પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરી.
તેને દીક્ષા અંગીકાર કરેલા જાણીને ચોથા ભારદ્વાજ નામના બ્રાહ્મણ વિદ્વાન પિતાની જાતિના અભિમાનથી ઉત્પન્ન થએલ ઈર્ષ્યાથી શ્યામ થએલ મુખમંડલવાળા “હમણાં તેમના પાંડિત્યનું અભિમાન હઠાવું છું.'—એમ બેલતા પાંચસો શિષ્ય-પરિવાર સાથે ભગવંતની પાસે આવ્યા. આવીને કહેવા લાગ્યા કે “અરે ઈન્દ્રજાલિક ! પાંચ ભૂતોથી જુદો કોઈ જીવ નામને પદાર્થ હોય તે મને કહો” ભગવંતે મધુર ભાષાથી તેને પ્રત્યુત્તર આપ્યું કે, “હે દેવાનુપ્રિય! જીવ નામને જુદો પદાર્થ છે. જે જીવ અને ભૂત એક જ હોય તો, કેઈનું મરણ થાય જ નહિ. કેઈના શરીરને કદાપિ નાશ થાય નહિં અને અખંડિત દેહ ટકી રહેવું જોઈએ. છેવટે દરેકનું મરણ તે આપણે દેખીએ છીએ અને શરીરમાં પણ શ્વાસે શ્વાસ, નાડીના ધબકારા વગેરે સ્પંદન-વ્યાપાર પણ અનુભવીએ છીએ, માટે પાંચ ભૂતોથી જુદે જીવ નામને પદાર્થ છે”- એમ સમજવું. આ પ્રમાણે તે પણ નિઃસંદેહ થયા અને સમગ્ર વિષયસંગના વ્યાહને ત્યાગ કરીને તેવી જ રીતે પરિવાર સાથે દીક્ષા અંગીકાર કરનાર શિષ્ય થયા.
ચેથાએ દીક્ષા લીધી એમ જાણીને “સુધમાં ” નામના પાંચમા બ્રાહ્મણ વિદ્વાને આવીને કહ્યું કે, “શું આ લેકથી જુદો બીજે કઈ પરલેક છે? અથવા તે શું નથી? ભગવંતે કહ્યું
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org