________________
પિન્ન મહાપુરુષોનાં ચરિત્ર વાળા, જીવાદિક પદાર્થોના યથાર્થ સ્વરૂપના જાણકાર વિમલમતિ નામના મંત્રીને પુત્ર સમર્પણ કરીને તેને અભિષેક કર્યો. શતબલ રાજા તેવા પ્રકારના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરીને આરાધના પૂર્વક મરણ પામી દેવલોકે ગયા. મહાબલ રાજા વિમલમાત મંત્રી સહિત રાજ્યનું પાલન કરે છે.
કેઈક સમયે મંત્રીએ વિચાર્યું – “ આ રાજાને પિતાએ કુલકમગતથી આવેલા મને સમર્પે છે. મારા ઉપર અત્યંત વિશ્વાસ રાખનારે છે, તે બંધુ સજ્જન અત્યંત ઉપકાર કરવામાં તત્પર મારા સ્વામી અને મિત્રના પુત્ર ઉપર પ્રાણ આપીને પણ ઉપકાર કરે જોઈએ. ઉપકારમાં મેટો ઉપકાર તે એ ગણાય છે કે, પરમાર્થના અજાણ દુર્ગતિમાં ગમન કરવા તૈયાર થયેલ સંસારના સ્વભાવમાં આસક્ત હોય તેવાને ઉત્તમ કલ્યાણ-પરંપરાના કારણભૂત દુઃખ વગરની સદ્ગતિના માર્ગ સ્વરૂપ જિનવચનમાં પ્રતિબંધ કરે. આ રાજા અત્યંત ભેગાસકત અને નાટકાદિક પ્રેક્ષણની રુચિવાળે છે. તો વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર નાટકથી તેને પ્રતિબંધ કરૂં. ” એમ વિચારીને હરગણુધિપ નામના નટને બેલા, અને પુરાતનકાળની કથા સંબંધવાળું વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર એક અંકવાળું નાટક ભજવવાની આજ્ઞા આપી. તે સમય પ્રાપ્ત કરીને રાજાને વિનંતિ કરી કે, હે દેવ ! અત્યંત રસભાવને જાણકાર, સારે કેળવાયેલો ચાર પ્રકારના અભિનય કરવામાં નિષ્ણાત હરગણ નામને નાટક કરનાર આવેલો છે. તે તે જેવા માટે દેવે કૃપા કરવી. રાજાએ કહ્યું, ભલે એમ થાવ. ત્યાર પછી રંગભૂમિ તૈયાર કરી. મંત્રી સહિત રાજા હાજર થયા. સાથે આવેલા સહપ્રેક્ષકોએ પિતપતાને અનુરૂપ સ્થાને ગ્રહણ કર્યા. અને મૃદંગેના ઉપર હાથ ઠોકયે અર્થાત વાજિંત્રો વાગવાં શરૂ થયાં.
TOS
#JAYD.
J
i
( RT @
11.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org